Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર જાણો ‘રૂદ્રાભિષેક’ એટલે શું? તેનું મહત્વ અને પ્રકાર
Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર જાણો ‘રૂદ્રાભિષેક’ એટલે શું? તેનું મહત્વ અને પ્રકાર
મહાશિવરાત્રિ 2022 (Image- shutterstock)
Mahashivratri 2022: મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે રૂદ્રાભિષેક પણ કરવામાં આવે છે. રૂદ્રાભિષેક કરાવવાથી કષ્ટો, રોગ અને દોષથી મુક્તિ મળે છે.
Mahashivratri 2022: આ વર્ષે મહાશિવરાત્રિ 1લી માર્ચે છે. મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે રૂદ્રાભિષેક પણ કરવામાં આવે છે. રૂદ્રાભિષેક કરાવવાથી કષ્ટો, રોગ અને દોષથી મુક્તિ મળે છે, ભગવાન શિવ પણ પોતાના ભક્ત પર કૃપા વરસાવે છે. ઘણી વખત કામમાં સફળતા મળતી નથી, નિરાશા ઘર કરી જાય છે, દરેક કાર્ય નિષ્ફળ થવા લાગે છે, ત્યારે ભગવાન શિવ જ છે, જે ત્રિકાલદર્શી છે, તેમની શરણમાં જવાથી દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આવો જાણીએ રૂદ્રાભિષેક (Rudrabhishek)નો અર્થ, તેને કરાવવાથી શું ફાયદા (Benefits) થાય છે અને તેનું શું મહત્વ (Importance) છે?
Mahashivratri 2022 રૂદ્રાભિષેકનો અર્થ
રૂદ્રાભિષેક બે શબ્દો રૂદ્ર અને અભિષેકથી બન્યો છે. રૂદ્ર ભગવાન શિવને કહેવામાં આવે છે અને અભિષેકનો અર્થ છે સ્નાન કરાવવો કે કરવો. આ પ્રકારે રૂદ્રાભિષેકનો અર્થ છે ભગવાન શિવનો અભિષેક. મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રૂદ્રાભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસમાં અથવા જે દિવસે શિવ વાસ હોય છે, એ દિવસે રૂદ્રાભિષેક કરાવવામાં આવે છે.
1. રૂદ્રાભિષેક કરવાથી ગ્રહદોષ, રોગ, કષ્ટ, પાપ નષ્ટ થાય છે.
2. જો તમે મુસીબતોથી ઘેરાયેલા, ભયથી જકડાયેલા છો, તો પણ રૂદ્રાભિષેક કરાવવાથી તેનું સમાધાન થાય છે.
3. ધન, સંપત્તિ, વૈભવ, સુખ વગેરેની પ્રાપ્તિ માટે પણ રૂદ્રાભિષેક કરવામાં આવે છે.
4. શત્રુઓ પર વિજય મેળવવો હોય કે અકાળ મૃત્યુનો ભય હોય, તો પણ રૂદ્રાભિષેક કરવાથી લાભ મળે છે.
5. કાર્યોમાં સફળતા, યશ અને કીર્તિની પ્રાપ્તિ માટે પણ રૂદ્રાભિષેક કરવામાં આવે છે.
6. રૂદ્રાભિષેક કરાવવાથી ભગવાન શિવ માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ અપાવે છે.
1. ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભાંગથી રૂદ્રાભિષેક
2. બિઝનેસમાં સફળતા માટે ઘીથી રૂદ્રાભિષેક
3. ગ્રહ દોષ દૂર કરવા માટે ગંગાજળથી રૂદ્રાભિષેક
4. ધન સંપત્તિની પ્રાપ્તિ માટે શેરડીના રસથી રૂદ્રાભિષેક
5. ઘરમાં સુખ-શાંતિ માટે દૂધથી રૂદ્રાભિષેક
6. શિક્ષણમાં સફળતા માટે મધથી રૂદ્રાભિષેક
7. સુખી જીવન માટે સાકરથી રૂદ્રાભિષેક
8. કલેશ દૂર કરવા દહીંથી રૂદ્રાભિષેક
9. શત્રુઓને હરાવવા માટે ભસ્મથી રૂદ્રાભિષેક
10. નકારાત્મકતા દૂર કરવા માટે વરસાદના પાણીથી રૂદ્રાભિષેક
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર