Home /News /dharm-bhakti /

Mahashivratri 2022: મહાશિવરાત્રિ વિશેષ- કઈ રીતે બન્યું ભગવાન શિવનું ધનુષ? જાણો તેનું નામ

Mahashivratri 2022: મહાશિવરાત્રિ વિશેષ- કઈ રીતે બન્યું ભગવાન શિવનું ધનુષ? જાણો તેનું નામ

આ વર્ષે મહાશિવરાત્રિ પેલી માર્ચે છે. (Image- Pixabay)

Mahashivratri 2022: મહાશિવરાત્રિ આવવાની છે, તેને ધ્યાનમાં રાખીને ભગવાન શિવ (Lord Shiva)ના અસ્ત્ર, શસ્ત્ર, પૂજા પાઠ (Puja Path) સાથે જોડાયેલી બાબતો જણાવવામાં આવી રહી છે. આજે આપણે શિવના ધનુષ (Shiva Dhanush) વિશે જાણીએ.

    Mahashivratri 2022: ભગવાન શિવ (Lord Shiva)ની પૂજાનો વિશેષ દિવસ મહાશિવરાત્રિ આ વર્ષે 1 માર્ચે છે. શિવભક્તોને મહાશિવરાત્રિની પ્રતીક્ષા આખું વર્ષ રહે છે. તેઓ મહાશિવરાત્રિના દિવસે તેમના પ્રિય ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરીને તેમની મનોકામના પૂર્ણ કરવા માગે છે. શિવની કૃપાથી વ્યક્તિ માટે કંઈ પણ અપ્રાપ્ય નથી. મહાશિવરાત્રિ આવવાની છે તેને ધ્યાનમાં રાખીને ભગવાન શિવના અસ્ત્ર, શસ્ત્ર, પૂજા પાઠ (Puja Path) સાથે જોડાયેલી બાબતો જણાવવામાં આવી રહી છે. આજે અમે તમને ભગવાન શિવના ધનુષ (Shiva Dhanush) વિશે જણાવી રહ્યા છીએ.

    શિવ ધનુષ વિશે મહત્વપૂર્ણ બાબતો

    1. ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવા માટે એક ભયંકર ધનુષનું નિર્માણ કર્યું હતું, જેનું નામ પિનાક હતું. પિનાક ધનુષથી ત્રિપુરાસુરનો વધ કરીને ભગવાન શિવે દેવતાઓને અભય વરદાન આપ્યું હતું.

    2. પિનાક કેટલું શક્તિશાળી હતું, તેની કલ્પના તમે આ વાતથી કરી શકો છો કે તેના એક બાણથી ત્રિપુરાસુરની ત્રણ નગરી ધ્વસ્ત થઈ ગઈ હતી.

    આ પણ વાંચો: મહાશિવરાત્રિએ શિવજીને ભૂલથી પણ આ પાંચ ચીજો અર્પણ ન કરો, નહીં મળે પૂજાનું ફળ

    3. કહેવાય છે કે દેવ શિલ્પી વિશ્વકર્માએ બે શક્તિશાળી ધનુષ્ય પિનાક અને સારંગ બનાવ્યા હતા. તેમણે સારંગ ભગવાન વિષ્ણુને અને પિનાક ભગવાન શિવને આપ્યું હતું.

    4. જ્યારે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો ત્યારે તેમણે પોતાનું ધનુષ પિનાક દેવતાઓને સોંપી દીધું. તેમણે તે દેવરાજ ઈન્દ્રને આપ્યું. ત્યાંથી તે ધનુષ્ય રાજા જનક પાસે ધરોહર તરીકે હતું.

    5. રામાયણમાં ભગવાન શિવના ધનુષ તોડવાનું વર્ણન જોવા મળે છે. સીતા સ્વયંવરમાં પ્રભુ શ્રી રામે ભગવાન શિવના તે ભયંકર ધનુષને તોડીને સીતાજીની વરણી કરી હતી.

    આ પણ વાંચો: શિવજીને પ્રિય બીલીપત્ર તોડવાના અને તેમને અર્પણ કરવાના નિયમો શું છે? જાણો

    6. સીતાજીએ બાળપણમાં ભગવાન શિવનું ધનુષ્ય ઉપાડ્યું હતું, જેના કારણે તેમના પિતા રાજા જનકે સીતાજી સાથે લગ્ન કરવા માટે સ્વયંવરમાં શિવનું ધનુષ્ય તોડવાની શરત મૂકી હતી.

    7. ધનુષ એટલું શક્તિશાળી હતું કે રાવણ જેવા પરમવીર યોદ્ધાઓ પણ તેને તોડી ન શક્યા. જ્યારે ભગવાન શ્રી રામે તેની દોરી ચઢાવી તો તે તૂટી ગયું.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dhanush, Dharma bhakti, Lord shiva, Religion News, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन