Maha Shivrati 2020 : શિવજીના આશીર્વાદ જોઇએ છે? તો આ શુભ મુહૂર્તે કરો પૂજા

News18 Gujarati
Updated: February 20, 2020, 2:53 PM IST
Maha Shivrati 2020 : શિવજીના આશીર્વાદ જોઇએ છે? તો આ શુભ મુહૂર્તે કરો પૂજા
પ્રતિકાત્મક તસવીર

શુભ મૂર્હૂતમાં તમે ઓમ નમ: શિવાયનો જાપ કરી કરો શિવજીને પ્રસન્ન

  • Share this:
મહાશિવરાત્રી શિવ અને શક્તિના મિલનનો પર્વ છે. આ પવિત્ર દિવસે વ્રત કરવાથી ભગવાન શિવ મનોવાંછિત ફળ આપે છે તેમ મનાય છે. આ વ્રતને કરવાનો સંકલ્પ ફાલ્ગુન માસની ત્રયોદશી તિથિએ કરવામાં આવે છે. તેવું મનાય છે કે ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થયા હતા. ત્યારે તમે પણ મહાશિવરાત્રીના પર્વને ઉજવી રહ્યા છો તો શિવપૂજા કરવાના શુભ મૂહૂર્ત આ મુજબ છે.

ચતુર્દશી તિથિ આરંભ - સાંજે 05:20 (21 ફેબ્રુઆરી)
ચતુર્દશી તિથિ સમાપ્ત- સાંજે 7:02 (22 ફેબ્રુઆરી)

નિશિથ કાલ પૂજા - રાત્રે 11:38 થી રાત્રે 01:00 (21 ફેબ્રુઆરી)

ચતુર્શી તિથિ જ્યારે સાંજથી આરંભ થાય છે ત્યારે તે જ રાત્રિએ શિવરાત્રી મનાવાય છે મહાશિવરાત્રીની પૂજા આ ચાર સમયમાંથી એકમાં તમે કરી શકો છો. શિવરાત્રીમાં રાત્રિ પૂજનનું ખાસ મહત્વ હોય છે. રાત્રિના નીચેના ચાર પ્રહર તમે કોઇ પણ પ્રહરમાં પૂજા કરી શકો છો. રાત્રિનો પ્રથમ પ્રહરમાં પૂજાના સમય સાંજે 6:15 મિનિટથી રાત્રિના 9:25 મિનિટની વચ્ચે છે. રાત્રિનો બીજો પ્રહર 9:25 મિનિટથી રાત્રીના 12:34 મિનિટ સુધી છે. ત્રીજો પ્રહર પૂજાના સમય પ્રાતહ 3:44 થી 6:54 મિનિટ વચ્ચે છે. ચતુદર્શી તિથિ 21 ફેબ્રુઆરી સાંજે 5:20 મિનિટ લઇને 22 ફેબ્રુઆરી સાંજે 7:02 મિનિટ સુધી રહેશે.

શિવજી સૌથી ભોળા ભગવાન છે. તેમને પ્રસન્ન કરવા માટે તમે ખાલી ઓમ નમ: શિવાયનો જાપ કરશો તો પણ તે તમારા પર તેમને સ્નેહ અને આશીર્વાદ જરૂરથી વરસાવશે. સાથે જ તમે ઘરે કે મંદિરમાં જઇને શિવજીને જળ અર્પિત કરીને તેમની પૂજા પણ કરી શકો છો. વળી વ્રત પણ રાખી શકો છો. વધુમાં દાન, પુણ્ય કરી મન ક્રમ વચનથી કામ, મધ, મોહ અને આળસનો ત્યાર કરી શિવનું ધ્યાન કરવું પણ જરૂરી છે.
First published: February 20, 2020, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading