Home /News /dharm-bhakti /Magh Purnima 2023: મહા પૂર્ણિમાના દિવસે કરો આ કામ, દૂર થશે બધા કષ્ટ, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ
Magh Purnima 2023: મહા પૂર્ણિમાના દિવસે કરો આ કામ, દૂર થશે બધા કષ્ટ, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ
મહા પૂર્ણિમા
Magh Purnima 2023: મહા મહિનામાં આવતી પૂર્ણિમા મહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે. તે તમામ પૂર્ણિમા સૌથી વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે માઘ પૂર્ણિમા 5 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે.
ધર્મ ડેસ્ક: શાસ્ત્રોમાં તમામ પૂર્ણિમાઓ (Purnima Importance)નું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ મહા માસની પૂર્ણિમા (Magh Purnima 2023)ને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સ્વર્ગથી તમામ દેવ દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગામાં સ્નાન કરે છે. તેથી આ દિવસે ગંગા કે કોઇ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ (Magh Purnima 2023 Tithi, Shubh Muhurt) માનવામાં આવે છે. આ વર્ષે મહા પૂર્ણિમાં 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. આ દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે કરવામાં આવેલ દાન-પુણ્યનું વિશ્ષ મહત્વ રહેલું છે.
ઉદયાતિથિ અનુસાર, મહા પૂર્ણિમા 5 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની શરૂઆત સવારે 7.07થી લઇને દિવસમાં 12.13 કલાક સુધી રહેશે. સાથે જ આ દિવસે પુષ્ય અને અશ્લેષા નક્ષત્રનું નિર્માણ પણ થઇ રહ્યું છે, જે મહા પૂર્ણિમા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મહા પૂર્ણિમાનું મહત્વ
મહા પૂર્ણિમાનું મહત્વ પૌરાણિક ગ્રંથોમાં પણ મળે છે. માનવામાં આવે છે ક, મહા પૂર્ણિમાના દિવસ દેવતા રૂપ બદલીને પૃથ્વી પર ગંગા સ્નાન માટે પ્રયાગરાજ આવે છે. તો પ્રયાગરાજમાં એક મહીનાનો કલ્પવાસ (સંગમ તટ પર થોડા સમય માટે નિવાસ) કરનાર શ્રદ્ધાળુ મહા પૂર્ણિમાના દિવસે જ તેને પૂર્ણ કરે છે. માન્યતા અનુસાર, કલ્પવાસ કરનાર તમામ શ્રદ્ધાળું મહા પૂર્ણિમાના દિવસ ગંગા માતા પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ સાધુ-સંતો અને બ્રાહ્મણોને આદર પૂર્વક ભોજન કરાવે છે. માન્યતા છે કે મહા પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થઇ જાય છે. સાથે જ લોકોને દુખ અને બીમારીઓમાંથઈ પણ મુક્તિ મળે છે.
મહા પૂર્ણિમા પર પવિત્ર નદીઓ અને સરોવરમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે ગંગા કે કોઇ પણ પવિત્ર નદીમાં-સરોવરમાં સ્નાન કરવું જોઇએ. આમ કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ નષ્ટ થઇ જાય છે. આ દિવસ સત્યનારાયણ ભગવાનનું પૂજા અને કથા કરવાનું પણ ખાસ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા ખાસ કરવામાં આવે છે. પૂર્ણિમા પર તેમની પૂજા કરવાથી ભક્તો પર તેમની કૃપા સદા વરસતી રહે છે અને તેમના જીવનના તમામ દુખ પણ દૂર થાય છે. સાથે જ પૂજાઘરમાં ઘીનો અખંડ દિપ પ્રગટાવવો જોઇએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મહા પૂર્ણિમાના દિવસ પીપળના વૃક્ષમાં માતા લક્ષ્મીનું આગમન ખાય છે. તેથી આ દિવસે સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવવું જોઇએ અને ઘીનો દિપ પ્રગટાવવો જોઇએ. આ દિવસે પિતૃના આશીર્વાદ મેળવવા દાન કરવું જોઇએ. પૂજા પાઠ કરવાથી આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથો અનુસાર, આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને તલ, ધાબળા, ઘી, ફળ વગેરે વસ્તુઓનું પણ દાન કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર