Home /News /dharm-bhakti /Magh Purnima 2023: સેંકડો વર્ષો બાદ મહા પૂર્ણિમા પર બની રહ્યો આ યોગ, તમામ રાશિના જાતકો માટે રહેશે અનુકૂળ

Magh Purnima 2023: સેંકડો વર્ષો બાદ મહા પૂર્ણિમા પર બની રહ્યો આ યોગ, તમામ રાશિના જાતકો માટે રહેશે અનુકૂળ

મહા પૂર્ણિમા 2023

Magh Purnima 2023: જ્યોતિષ અને પંડિત દયાનાથ મિશ્રા જણાવે છે કે માહ પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહા પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંગા એ સાક્ષાત દેવી છે જે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે.

ધર્મ ડેસ્ક: 5 ફેબ્રુઆરીના રોજ રવિવારે મહા માસની પૂર્ણિમા છે. સેંકડો વર્ષો બાદ રવિવારના દિવસે આ પુષ્ય નક્ષત્ર છે. પૂર્ણિયાના જ્યોતિષ અને પંડિત દયાનાથ મિશ્રાએ જણાવ્યું છે કે, મહા માસની પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લોકો સ્નાન, દાન તથા સારા સારા કાર્યો કરે તો નિશ્ચિતપણે ફળ પ્રાપ્ત થાય છે. તેમણે જણાવ્યું છે કે, મહા માસની પૂર્ણિમાના દિવસે ગંગા જળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તે દિવસે લોકો ગંગા સ્નાન કરે છે તથા અનેક પ્રકારનો લાભ પ્રાપ્ત હોય છે. શારીરિક લાભ તથા આર્થિક લાભ સહિત બ્રહ્માંડના તમામ સુખની અનુભૂતિ હોય છે.

મહા માસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુનું ગંગાને વરદાન

જ્યોતિષ તથા પંડિત દયાનાથ મિશ્રા જણાવે છે કે, મહામાસની પૂર્ણિમાનું અનેક મહત્ત્વ છે. મહા માસની પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનનું અનેરું મહત્ત્વ છે. ગંગા એક સાક્ષાત્ દેવી છે, જે શિવજીના મસ્તક પર બિરાજમાન છે. આ દિવસે ‘एका भार्या समर रसिका द्वित्या च निम्नगा’ મંત્રનો જાપ કરો. વધુમાં તેમણે જણાવ્યું કે, ગંગાજીને ભાગીરથ પૃથ્વી પર દશેરાના દિવસે લાવ્યા હતા. તે દિવસે ગંગા સ્નાનના મહત્ત્વમાં વૃદ્ધિ થઈ. મહામાસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ ગંગાને વરદાન આપ્યું હતું. ગંગા અને ભગવાન વિષ્ણુ વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. તે દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં બિરાજમાન રહે છે. આ કારણોસર તે દિવસે ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી યશ, કીર્તિ, દાન, લક્ષ્મી, સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો: Magh Purnima 2023: માઘ પૂર્ણિમા ક્યારે છે? જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને મહત્વ

આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેમાં સફળતા મળે છે

આ વર્ષની મહા માસની પૂર્ણિમાનું અનેરું મહત્ત્વ છે. આ વર્ષે મહા માસની પૂર્ણિમા રવિવારના રોજ પૌષ નક્ષત્રમાં પ્રવેશ કરી રહી છે. આ દિવસે લોક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય કરશે. તંત્ર, મંત્ર અને યંત્રનો પ્રયોગ થશે અને તમામ કાર્યો સફળ થશે.

આ પણ વાંચો: મહા પૂર્ણિમાના દિવસે કરો આ કામ, દૂર થશે બધા કષ્ટ, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ



તમામ રાશિના જાતકો માટે અનુકૂળ છે

ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરવા દરમિયાન પંડિત દયાનાથ મિશ્રાએ જણાવ્યું કે, સેંકડો વર્ષ પછી આ વર્ષે મહા માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તમામ રાશિના જાતકો માટે આ દિવસ અનુકૂળ રહેશે. કોઈપણ વ્યક્તિને કોઈ પરેશાની નહીં થાય અને તમામ લોકોને ફળ પ્રાપ્ત થશે.
First published:

Tags: Dharm Bhakti, Lord Vishnu

विज्ञापन