video: મહાકાલ મંદિરમાં બેકાબુ થઈ ભક્તોની ભીડ, બેરિકેડ તૂટ્યા, એકબીજા ઉપર પડ્યા મહિલાઓ અને બાળકો

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

Ujjain mahakal temple: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ ભીડની સામે થોડો સમય માટે વ્યવસ્થા પણ ડગી ગઈ હતી. મંદિરના ગેટ નંબર ચાર ઉપર પ્રવેશ દરમિયાન ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ધક્કામુક્કીમાં બેરિકેડ નીચે ડી ગયા હતા. અને અનેક બાળકો અને મહિલાઓ નીચે પડી ગઈ હતી.

  • Share this:
    ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં (Ujjain mahakal temple) આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ ભીડની સામે થોડો સમય માટે વ્યવસ્થા પણ ડગી ગઈ હતી. મંદિરના ગેટ નંબર ચાર ઉપર પ્રવેશ દરમિયાન ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ધક્કામુક્કીમાં બેરિકેડ નીચે ડી ગયા હતા. અને અનેક બાળકો અને મહિલાઓ નીચે પડી ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ (cctv) થઈ હતી. મહાકાલ મંદિરમાં ગેટ નંબર 4 ઉપર પ્રવેશ દરમિયાન ધક્કા મુક્કી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ભક્તોની ભારે ભીડમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે છે.

    ભીડ વધવાના કારણે ધક્કા મુક્કી થવા લાગી હતી. અહીં કોઈ સોશિયલ ડિસન્ટન્સ નહીં અને કોરોના પ્રોટોકોલ ફોલો થતાં દેખાતનું નથી લોકોની ભીડમાં મંદિરમાં પ્રવેશ માટે બેરિકેડ ટૂટી ગયા હતા. ભીડમાં ઊભેલી મહિલાઓ અને બાળકો નીચે પડી ગયા હતા. તેમના ઉપર લોકો ચઢવા લાગ્યા હતા. પરંતુ મંદિર અને પ્રવેશ દ્વાર ઉપર તૈનાત સતર્ક ગાર્ડે તરત જ વ્યવસ્થાને સંભાળી લીધી હતી. અને મોટી અનહોની થતાં બચી ગઈ હતી.

    25 વર્ષ પહેલા આજના દિવસે જ ઘટી હતી દુર્ઘટના
    આજથી ઠીક 25 વર્ષ પહેલા મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી હતી. 26 જુલાઈ 1996ની સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 35થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. એ મહાકાલ મંદિરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના હતી. આજે સમય રહેતા લોકોના જીવ બચાવી લીધા નહીં તો મોટી દુર્ઘટના ઘટી શકે.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

    મહાકાલની નીકળી સવારી
    આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે બાબા મહાકાલ ભક્તોના હાલચાલ પૂછવા માટે નગર ભ્રમણ ઉપર નીકળ્યા છે. પરંરપરા અનુસાર બાબની સવારી નીકળી હતી. પરંતુ કોરોનાના કારણે આ વખતે ભક્તોનો સમાવેશ થવાની મંજૂરી આપી ન્હોતી. અને આ વખતે મહાકાલની સવારીનો માર્ગ પણ ટૂંકાવી દીધો હતો. મહાકાલેશ્વર મંદિરમાં ભક્તો આજે સવારથી જ બાબાના દર્શન માટે લાઈનમાં લાગ્યા હતા.

    કોરોનાની અસર
    કોરોના કાળમાં ભસ્મ શયન આરતીમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. એટલા માટે ગણેશ મંડપ, નંદી હોલ, કાર્તિક હોલ આરતીના સમયે ખાલી જોવા મળ્યા હતા. સવારે 5 વાગ્યાથી મંદિરમાં દર્શનનો સિલસિલો શરુ થયોહતો. ગેટ નંબર 4 પ્રવેશ દ્વાર ઉપર વેક્સીન સર્ટીફિકેટ દેખાડીને શ્રદ્ધાળુઓને પ્રવેશ કરવા માટે મંજૂરી આપી હતી.
    Published by:ankit patel
    First published: