Coronaથી બચવા માટે પોલીસ સ્ટેશનમાં બનાવ્યું મંદિર, નામ રાખ્યું ‘કોરોના મહાદેવ’

Coronaથી બચવા માટે પોલીસ સ્ટેશનમાં બનાવ્યું મંદિર, નામ રાખ્યું ‘કોરોના મહાદેવ’
સ્થાનિકોનું માનવું છે કે ‘કોરોના વાલે મહાદેવ‘ના પ્રભાવથી સમગ્ર તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી

સ્થાનિકોનું માનવું છે કે ‘કોરોના વાલે મહાદેવ‘ના પ્રભાવથી સમગ્ર તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી

  • Share this:
    રિશૂ નાયડૂ, બૈતૂલ (મધ્ય પ્રદેશ). દુનિયા કોરોના વાયરસ (coronavirus)થી બચવા માટે વેક્સીન (vaccine) શોધવામાં લાગી છે પરંતુ કહેવાય છે ને કે દવાની સાથે દુઆની પણ જરૂર પડે છે. બસ આ જ વાતને ધ્યાનમાં રાખતા બૈતૂલ (Betul)ના ચિચૌલી કસ્બામાં લોકો માને છે કે તેમને ભોલેનાથ કોરોનાથી બચાવી રહ્યા છે. અહીં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીએ મહાદેવ (Lord Shiva)ની મૂર્તિ સ્થાપિત કરી દીધી છે. ગામ લોકોએ નામ રાખી દીધું છે કોરોના મહાદેવ.

    COVID-19થી કસ્બાને સુરક્ષિત રાખવા એક પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશનના પરિસરમાં કોરોના મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ વાત વિજ્ઞાનના સમયમાં માન્યામાં ન આવે તેવી છે પરંતુ તને જોવું અને સમજવું હશે તો બૈતુલ જિલ્લા હેડક્વાર્ટરથી 35 કિલોમીટરના અંતરે વસેલા ચિચૌલી કસ્બાના પોલીસ સ્ટેશન આવવું પડશે.



    પોલીસ સ્ટેશનમાં મહાદેવ

    ચિચૌલીના આ પોલીસ સ્ટેશન પરિસરમાં એક જૂનું મંદિર હતું, જેમાં ભગવાન મહાદેવની નાની પ્રતિમા હતી. અહીં એક વિશાળ પીપળાનું ઝાડ હતું. ગયા વર્ષે આ ઝાડની ડાળી તૂટીને મંદિર પર પડી. તેના કારણે ભગવાન મહાદેવની મૂર્તિ ખંડિત થઈ ગઈ. 2018માં પોલીસ સ્ટેશનની કમાન ટીઆર આરડી શર્માએ સંભાળી. મંદિરમાં મહાદેવની ખંડિત મૂર્તિને જોઈ તેમને ખૂબ પીડા થઈ. બસ ત્યારથી જ તેઓએ મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપનાનું મન બનાવી દીધું હતું. સમય પસાર થતો ગયો અને તેમની પોતાની નિવૃત્તિનો સમય આવી ગયો.

    આ પણ વાંચો, 8 જૂન બાદ શરૂ થઈ શકે છે ચારધામ યાત્રા, સરકાર કરી રહી છે વિચાર

    એક પણ કોરોના પોઝિટિવ નહીં

    આરડી શર્મા મુજબ પોતાની સેવાનિવૃત્તિ પહેલા જ્યારે તેઓએ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્લાન બનાવ્યો તે સમયે દેશમાં કોરોના મહામારીનું તાંડવ શરૂ થઈ ગયું હતું. લૉકડાઉનની જાહેરાત થઈ ગઈ. 31 મે નિવૃત્તિની તારીખ નજીક આવતાં પહેલા ટીઆઈએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં બે પંડિતો પાસે ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. આ દરમિયાન કોરોના ફેલાતો બૈતૂલ જિલ્લા સુધી આવી પહોંચ્યો. પરંતુ ચિચૌલી તાલુકામાં એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી.

    કોરોના મહાદેવ

    હવે અહીંના લોકો તેને મહાદેવનો પ્રભાવ માની રહ્યા છે. તેમનું માનવું છે કે ભોલે બાબા તેમને બચાવી રહ્યા છે. લોકોની સલાહ પર પોલીસ અધિકારીએ મંદિરનું નામ કોરોના વાલે મહાદેવ રાખ્યું છે. લોકોને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ કોરોના વાલે મહાદેવ તેમની રક્ષા કરશે. સ્થાનિક લોકો કહે છે કે આ વિસ્તાર આદિવાસી બહુમતી વાળો છે અને આદિવાસી મહાદેવના ઉપાસક છે. તેથી કદાચ અત્યાર સુધી ભગવાન મહાદેવે પણ તેમની રક્ષા કરી અને આ મહામારીથી બચાવી રાખ્યા છે.

    આ પણ વાંચો, માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...

    Poll

     
    Published by:News18 Gujarati
    First published:June 03, 2020, 16:34 IST

    ટૉપ ન્યૂઝ