Home /News /dharm-bhakti /Maa Lakshmi: આ 5 રાશિના લોકો પર હોય છે માતા લક્ષ્મીની અસીમ કૃપા, નથી રહેતી ધન-દોલતની કમી
Maa Lakshmi: આ 5 રાશિના લોકો પર હોય છે માતા લક્ષ્મીની અસીમ કૃપા, નથી રહેતી ધન-દોલતની કમી
Maa Lakshmi zodiac signs
Maa Lakshmi: 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી પણ છે જે ધનની દેવી માતા લક્ષ્મી સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અને લોકપ્રિયતા પણ મળે છે. તો જોઈએ કઈ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા છે.
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અલગ અલગ 12 રાશિઓનો સંબંધ વિવિધ ગ્રહોની સાથો સાથ વિવિધ દેવી-દેવતાઓ સાથે પણ છે. એવી જ રીતે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી પણ છે જે ધનની દેવી માતા લક્ષ્મી સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ ચોક્ક્સથી મળે છે. સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતા અને લોકપ્રિયતા પણ મળે છે. તો જોઈએ કઈ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા છે.
વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને ધન-ધાન્ય અને સંપત્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો પર સદૈવ દેવી લક્ષ્મીની અપાર કૃપા રહે છે. આ લોકોને પોતાની મહેનતના દમ પર દરેક જગ્યાએ સફળતા મળે છે. આ લોકોને વેપારમાં પણ સારી સફળતા મળે છે અને દરેક ક્ષેત્રે આવકના નવા નવા રસ્તાઓ ખુલતા રહે છે.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્રને માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ચંદ્રને સુખ, મન અને માતાનો કારક માનવામાં આવે છે. ચંદ્રની રાશિ પર પણ માતા લક્ષ્મીની અપાર કૃપા રહે છે.
સિંહ
સૂર્યને સિંહ રાશિનો સ્વામી માનવમાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ રાશિના લોકો દ્રઢ નિશ્ચયી, ઉત્સાહી અને તેજ હોય છે. આ લોકો તેમની મહેનતના આધાર પર દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરતા હોય છે. મા લક્ષ્મીની અસીમ કૃપાથી સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી અને મજબૂત હોય છે.
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહને માનવામાં આવે છે. શુક્રને આકર્ષણ, ધન અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે, તેથી તુલા રાશિના લોકો પર મા લક્ષ્મીની કૃપા રહે છે. તેમની કૃપાથી આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. એટલા માટે આ ગ્રહ શક્તિ, સાહસ, બહાદુરી અને શૌર્યનો કારક માનવામાં આવે છે. આ રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. તેથી આ લોકો પોતાની મહેનતના બળ પર જીવનની ઊંચાઈઓ સ્પર્શે છે અને સફળતા હાંસલ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર