મનગમતો જીવનસાથી મળવવા કરો આ કામ, આજનો દિવસ છે શ્રેષ્ઠ

News18 Gujarati
Updated: October 4, 2019, 9:38 AM IST
મનગમતો જીવનસાથી મળવવા કરો આ કામ, આજનો દિવસ છે શ્રેષ્ઠ

  • Share this:
આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. આજે માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે માં કાત્યાયનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા અનુસાર માં નું આ સ્વરૂપ સુખ અને શાંતિ પ્રદાન કરે છે, તેમની પૂજા કરવાથી મનની શક્તિ મજબૂત થાય છે અને સાધસ ઈન્દ્રયોને વશમાં કરી શકાય છે. અવિવાહિતો આ દેવીની પૂજા કરે તો સારા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. ધર્મ ગ્રંથો અનુસાર આ જ દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. આવો જાણીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે કેવી રીતે કરશો માં કાત્યાયનીની પૂજા...

દેવી કાત્યાયનીની પૂજા વિધિ
સૌથી પહેલા ચોકી પર સ્વચ્છ લાલ કપડું પાથરી તેની ઉપર માં કાત્યાયનીની મૂર્તિ રાખો. ગંગાજળ છાંટી ઘરને પવિત્ર કરો. વૈદિક મંત્રોચ્ચારની સાછે વ્રતનો સંકલ્પ વાંચો અને દરેક દેવી-દેવતાઓમે નમસ્કાર કરતાં ષોડશોપચાર પૂજન કરો. માં કાત્યાયનીને દૂધ, દહીં અને મધથી સ્નાન કરાવો. માં કાત્યાયનીને મધ અતિ પ્રિય છે. તેથી પૂજામાં માં ને મધ અર્પણ કરો. મનમાં જે મનોકામના છે તે બોલતા બોલતા માં પાસે આશીર્વાદ માંગો.

દેવી કાત્યાયનીનો મંત્ર

चंद्रहासोज्जवलकरा शार्दूलवर वाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनि।|અમદાવાદમાં રહેતી સોહા અલી ખાનની 'મિત્ર' બે દિવસથી ગુમ, ઈન્સ્ટાગ્રામ પર કરી અપીલ
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर