Home /News /dharm-bhakti /

Palm Luck signs: હાથ પર આવું નિશાન માનવામાં આવે છે ખૂબ જ શુભ, પૈસાની નથી હોતી કમી

Palm Luck signs: હાથ પર આવું નિશાન માનવામાં આવે છે ખૂબ જ શુભ, પૈસાની નથી હોતી કમી

હસ્તરેખા શાસ્ત્ર

M letter on palm Palmistry: હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે જે લોકોની હથેળી પર 'M' ની રેખાઓ હોય છે તેમના જીવનમાં ક્યારેય પૈસા અને કીર્તિની કમી નથી હોતી.

    M letter on your Palm: હાથ પરની રેખાઓ વ્યક્તિના ભાગ્ય અને વ્યક્તિત્વ વિશે ઘણી વાતો જણાવે છે. વ્યક્તિ કેટલો ધનવાન હશે? વાંચન અને લેખનમાં કેટલા નિષ્ણાત બનશે? તેના જીવનમાં કેટલી મુશ્કેલીઓ હશે? આવા તમામ પ્રશ્નોના જવાબ હસ્તરેખામાં છુપાયેલા છે. હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે જે લોકોની હથેળી પર 'M' ની રેખાઓ હોય છે તેમના જીવનમાં ક્યારેય પૈસા અને કીર્તિની કમી નથી હોતી.

    હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળી પર બનેલા નિશાન અને રેખાઓથી વ્યક્તિ વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિની હથેળીની મધ્યમાં M અક્ષર બનેલો હોય તો તે શુભ માનવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી વ્યક્તિમાં સારી નેતૃત્વ ક્ષમતા હોય છે.

    હથેળી પરની કઈ રેખાઓ M બનાવે છે?
    નિષ્ણાતો કહે છે કે, જ્યારે હથેળી પર હૃદય, મસ્તિષ્ક અને જીવન રેખા ને મળીને 'એમ' બને ​​છે, ત્યારે તે ભાગ્યશાળી માનવામાં આવે છે. હસ્તરેખાશાસ્ત્રમાં આ 'M'નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે, બહુ ઓછા લોકો એવા હોય છે જેમની હથેળી પર આ 'M' દેખાય છે અને જે લોકોની હથેળી પર આ 'M' હોય છે, તેઓ ખૂબ જ ખાસ હોય છે.

    હસ્તરેખા શાસ્ત્રના નિષ્ણાતોના મતે આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો તેમની કારકિર્દીમાં આગળ વધીને ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આવા લોકોમાં ન તો સેલ્ફ મોટિવેશનનો અભાવ હોય છે અને ન તો તેઓ નિયમો પ્રત્યે કાચા હોય છે. તેમની આ ગુણવત્તા તેમને બાકીના કરતા અલગ બનાવે છે.

    આ પણ વાંચોઃ-Guru Gochar: 29 જુલાઈથી ગુરુ બદલશે પોતાની ચાલ, આ ચાર રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય

    હથેળી પર 'M' વાળા લોકો ન માત્ર કરિયરના મોરચે મોટી સફળતા પ્રાપ્ત કરે છે, પરંતુ વ્યક્તિની કસોટી કરવાની પણ સારી સમજણ ધરાવે છે. આ લોકો છેતરપિંડી, કપટ કે ચતુરાઈને પકડવામાં ખૂબ જ માહિર હોય છે. જો કોઈ વ્યક્તિ તેમની સામે જૂઠું બોલે કે છેતરપિંડી કરે તો આ લોકો તરત જ પકડાઈ જાય છે.

    આ પણ વાંચોઃ-Rahu-Mangal yuti: 27 જૂનથી 10 ઓગસ્ટ સુધી રાહુ અને મંગળની મેષ રાશિમાં યુતિ, 7 રાશિઓને થશે લાભ

    હસ્તરેખાશાસ્ત્રનો આ સિદ્ધાંત ડાબોડી લોકોને સાવ ઊંઘી રીતે અસર કરે છે. એવું કહેવાય છે કે જો આ 'એમ' ડાબોડી લોકોના ડાબા હાથ પર હોય તો શુભ પરિણામ મળતું નથી.
    Published by:ankit patel
    First published:

    Tags: Astrology, DharmaBhakti, Palm Reading, Palmistry

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन