તુલા,વૃશ્ચિક અને મીન રાશિ માટે શુભ છે ગ્રહણ, જાણો શું કરશો આ સમય દરમિયાન

આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અષાઢ અને શ્રાવણ માસમાં મકર રાશિમાં બની રહ્યું છે. તેથી મકર રાશિનાં જાતકોએ આ સમયમાં સાવધાન રહેવાની જરૂર છે

આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અષાઢ અને શ્રાવણ માસમાં મકર રાશિમાં બની રહ્યું છે. તેથી મકર રાશિનાં જાતકોએ આ સમયમાં સાવધાન રહેવાની જરૂર છે

 • Share this:
  ધર્મ ડેસ્ક: આ વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 27 જુલાઇનાં રોજ એટલે કે ગુરૂપુર્ણિમાનાં દિવસે યોજાવવાનું છે. આ ગ્રહણ 3 કલાક 55 મિનિટનું રહેશે. આ વખથે આ ગ્રહણ રાત્રીનાં 11.54 મિનિટે શરૂ થશે અને રાત્રીનાં 3.49 મિનિટે પૂર્ણ થશે. જ્યોતિષાચાર્યો અનુસાર સૌથી મોટું આ ગ્રહણ જે રાશિમાં ચાલે છે તે જે તે રાશિનાં જાતકો પર ખરાબ પ્રભાવ છોડે છે. આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અષાઢ અને શ્રાવણ માસમાં મકર રાશિમાં બની રહ્યું છે. તેથી મકર રાશિનાં જાતકોએ આ સમયમાં સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણનાં ખરાબ પ્રભાવથી બચવા માટે તેમણે ભગવાન શિવનું સ્મરણ કરવું જોઇએ.

  આ ગ્રહણ મિથુન, મેષ,વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને કુંભ રાશિનાં જાતકો માટે કષ્ટકારી બની શકે છે. તેથી તેમણે આ ગ્રહણનાં સમયમાં ભગવાન હનુમાન ચાલીસાનું પઠન કરવું. અથવા તો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનાં મંત્રનો જાપ કરવો.

  જ્યારે આ ગ્રહણ તુલા, વૃશ્ચિક અને મીન રાશિનાં જાતકો માટે શુભ સાબિત થશે. તેથી આ રાશિનાં જાતકોએ પ્રભુનો પાળ માનવો જોઇએ. ગ્રહણનાં સમયમાં ભગવાન શિવનું સ્મરણ કરવું.

  આપને જણાવી દઇએ કે ગ્રહણનાં થોડા દિવસ અગાઉ અને થોડા દિવસ બાદ સુધી તેની અસર જાતકોની રાશિ પર રહે છે. તેથી આ સમય ગાળામાં કોઇપણ નિર્ણય લેતા હોવ તો થોડો સાચવીને વિચારીને નિર્ણય લેવો. આ સમયમાં જીવનનો કોઇ મહત્વનો નિર્ણય લેવાનું ટાળવું.

  ગ્રહણ પહેલાં શું કરશો?
  ગ્રહણથી બચવા માટે ઘરની પવિત્ર જગ્યા મંદિર અને રસોઇ ઘરમાં દૂર્વા મુકવી. પાણીમાં પણ દૂર્વા મુકવી. ઘરમાં રાંધેલું ભોજન ન રાખવું. જો રાંધેલું ભોજન વધ્યુ હોય તો ગ્રહણ પહેલાં જ કાઢી નાખવું.

  ગ્રહણ સમયે શું કરશો?
  ગ્રહણ સમયે ભોજન ન લેવું. તેમજ જમીન પર સુઇ જવું. ભગાવનનું સ્મરણ કરવું. તેમજ એક જ જગ્યાએ બેસવું. ઘરમાં ક્યાંય અડકવું નહીં. દેવમૂર્તિને સ્પર્શ ન કરવો. મળ-મૂત્રનો ત્યાગ ન કરવો.

  ગ્રહણ બાદ શું કરશો?
  ગ્રહણ સમય દરમિયાન જે વસ્ત્રો પહેર્યા હોય તેની સાથે જ સ્નાન કરવું સ્નાન કરતા સમયે તેમાં પણ ગંગાનું પાણી ઉમેરવું. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. તે બાદ પવિત્ર થઇને રસોડે અડવું. ગ્રહણ દૂર થાય એટલે મંદિરમાં દર્શન કરી નિયત કામે વળગવું.
  Published by:Margi Pandya
  First published: