Home /News /dharm-bhakti /Chandra Grahan 2022 Date: સૂર્યગ્રહણ પછી હવે દેવ દિવાળી પર લાગશે ચંદ્રગ્રહણ, જાણો 15 દિવસમાં બે ગ્રહણની શું થશે અસર?
Chandra Grahan 2022 Date: સૂર્યગ્રહણ પછી હવે દેવ દિવાળી પર લાગશે ચંદ્રગ્રહણ, જાણો 15 દિવસમાં બે ગ્રહણની શું થશે અસર?
દેવ દિવાળી પર લાગશે ચંદ્રગ્રહણ
Chandra Grahan 2022 Date in India: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અનેક માનવ જીવનને પણ અસર કરશે. ગ્રહણ કાળમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો-
વર્ષનું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે. હવે 15 દિવસ પછી 8 નવેમ્બરે કારતક માસની પૂર્ણિમાએ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ થશે. આ પુર્ણ ચંદ્ર ગ્રહણ હશે. ભારતમાં વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ દેખાવાના કારણે સૂતક કાળ માન્ય હશે. લગભગ એક કલાક સુધી દેખાશે આ ગ્રહણ.
ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણનો સમય
નવેમ્બરમાં લાગવા વાળું પૂર્ણ ચંદ્રગ્રહણ 8 તારીખે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે શરુ થઇ સાંજે 6 વાગ્યાને 19 મિનિટ સુધી રહેશે.
ચંદ્રગ્રહણ ક્યાં જોઈ શકાશે?
ભારત સિવાય ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોઈ શકાશે
આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 08 નવેમ્બરે સવારે 09.21 વાગ્યાથી શરૂ થશે. જે સાંજે 06:18 કલાકે સમાપ્ત થશે.
બે ગ્રહણની શું થશે અસર-
જ્યોતિષના મતે 15 દિવસમાં બે ગ્રહણ થવાના કારણે દેશ અને દુનિયા પર તેની અસર પડશે. હવામાનમાં અચાનક ફેરફાર શક્ય છે. વેપારીઓને ચિંતા થઈ શકે છે.
ચંદ્રગ્રહણ વખતે રાખો આ સાવધાની-
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ એક અશુભ ઘટના છે. તે આપણા જીવન પર નકારાત્મક અસર કરે છે. ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ કાળમાં ભોજન વર્જિત છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર