Home /News /dharm-bhakti /Lunar eclipse 2022: આ લોકોને ભારે પડશે ચંદ્રગ્રહણ, સ્વાસ્થ્યને લઈને રહેશે ચિંતા, જાણો કોને કેવી અસર

Lunar eclipse 2022: આ લોકોને ભારે પડશે ચંદ્રગ્રહણ, સ્વાસ્થ્યને લઈને રહેશે ચિંતા, જાણો કોને કેવી અસર

ચંદ્રગ્રહણ-2022

Lunar Eclipse 2022: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે.  જાણો તમારી રાશિ પર થશે કેવી અસર

    Lunar eclipse 2022: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022ના રોજ થશે. કારતક પૂર્ણિમાના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર, ચંદ્રગ્રહણ 8મી નવેમ્બર 2022ના રોજ સાંજે 5:32 વાગ્યે શરૂ થશે અને 6.18 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો સવારે 9.21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.18 વાગ્યે પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે.

    મીન - આ સમય દરમિયાન સંતાનની ચિંતાની સાથે મનોબળ ઓછું થઇ શકે છે. તમારા ભાઈ-બહેન અને મિત્રોને દુઃખ આવી શકે છે. પરાક્રમ અને સન્માન મેળવવામાં અવરોધ આવશે. પેટ અને પેશાબની સમસ્યાને કારણે તણાવ રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

    મકર - આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવન સાથી અને પ્રેમ સંબંધને લઈને મન અસંતુષ્ટ રહેશે. આવકના સ્ત્રોતમાં ઘટાડો થઇ શકે છે. સંતાન અંગે ચિંતા રહેશે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે.

    મેષ - ચંદ્રગ્રહણના કારણે મેષ રાશિના લોકોની માનસિક ચિંતામાં વધારો થશે.આ સમય દરમિયાન તમે નોકરીની સમસ્યાઓને લઈને તણાવમાં આવી શકો છો. વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં તકરાર થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માતા-પિતાને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

    વૃષભ- ભાઈઓ વચ્ચે તણાવ થઈ શકે છે. ઘર અને વાહનને લઈને થોડો ઘર્ષણ પણ થઈ શકે છે. આ દરમિયાન તમને ખુશીનો અભાવ લાગશે અને ઊંઘ પૂરતી ના આવે. શત્રુઓ વધશે પણ અંતે જીત તમારી જ થશે.

    કર્ક- આ સમય દરમિયાન તમારું મન પરેશાન રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થશે. આ સમયમાં બિનજરૂરી ટેન્શન વધશે. જો તમે ડિગ્રી લેવાનું વિચારી રહ્યા છો, તો તમારું મન નિર્ણય લેવામાં અચકાશે. આ દરમિયાન માતા-પિતાની સ્થિતિ ચિંતાજનક રહેશે.

    સિંહ - સરકાર કે ઉચ્ચ અધિકારીઓ સાથે તણાવની સ્થિતિ છે. મનોબળ અને સ્વાસ્થ્યમાં અવરોધની સ્થિતિ છે. પેટ અને પગની તકલીફ વધશે.આ દરમિયાન વિવાદ ટાળો અને તમારી વાણી પર સંયમ રાખો.

    કન્યા - આ સમયમાં ગુસ્સો વધશે. તેથી, આ સમય દરમિયાન કોઈની પણ સાથે કાળજીથી વાત કરો. આવકના સાધનોમાં તણાવની સ્થિતિ છે. આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ સિવાય સુખ અડચણો આવવાની સ્થિતિ બની શકે છે.

    તુલા - આ સમયગાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્યમાં સમસ્યાની સ્થિતિ રહેશે. માતાને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે. પરિશ્રમમાં પણ અવરોધ નડશે. પેટ અને પગ સંબંધિત સમસ્યાઓના કારણે આ સમયમાં તમારું મન વ્યથિત રહેશે

    આ પણ વાંચો: કાર્તિક પુર્ણિમાનાં દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવી-દેવતાઓ પણ આવે છે દિવાળી ઉજવવા

    વૃશ્ચિક- મનોબળ અને સ્વાસ્થ્યને લઈને મન મુંઝાયેલું રહેશે. આ દરમિયાન તમારું મન ખૂબ જ અશાંત રહેશે અને તમને હંમેશા એવું લાગશે કે કંઈક થયું છે. આ દરમિયાન ખર્ચ પણ વધશે


    ધન - આ સમય દરમિયાન તમારો ગુસ્સો અચાનક વધી શકે છે. તેથી તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વૈવાહિક સુખ અને પ્રેમ સંબંધોમાં તણાવની સ્થિતિ પણ આવી શકે છે.આ દરમિયાન શિક્ષણમાં અડચણો આવશે. માતા-પિતાને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે અને મન સંતાનને લઈને બેચેન રહેશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Dharma, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन