Lunar Eclipse 2021: 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ આ દિવસે થશે, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે. (Image credit- Shutterstock)

Lunar Eclipse 2021: 26 મેના ચંદ્ર ગ્રહણ થયા બાદ હવે 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે. આ ઉપરાંત, તે 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. જાણો તેનો સમય અને ધ્યાન રાખવા જેવી બાબતો.

  • Share this:
    Chandra Grahan 2021: સૂર્યગ્રહણ (Solar Eclipse) અને ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ને મોટી ખગોળીય ઘટનાઓ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે તેની અસર તમામ મનુષ્યો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો કે અલગ-અલગ પ્રદેશો અનુસાર ક્યાંક ગ્રહણ દેખાય છે તો ક્યાંક ગ્રહણ નથી દેખાતું.

    વર્ષના અંતમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને થવાના છે. આ વર્ષે 26 મેના ચંદ્ર ગ્રહણ થયા બાદ હવે 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે. આ ઉપરાંત, તે 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે.

    જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે, ત્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જતો રહે છે. તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના દરમ્યાન ચંદ્ર લાલ રંગનો દેખાઈ શકે છે અને તેની પાછળનું કારણ સૂર્યપ્રકાશના લાલ કિરણો છે જે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને વિચલિત થઈને ચંદ્ર પર પડે છે.

    ગ્રહણનો સમય-

    ભારતીય સમયાનુસાર 19 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ સવારે 11 વાગીને 32 મિનિટે થશે અને સાંજના 5 વાગ્યે ને 33 મિનિટ સુધી રહેશે. ભારતમાં તે બપોરે 2.34 વાગ્યે જોવા મળશે.

    આ પણ વાંચો: weight loss: વજન ઘટાડવા ડાયટમાં દૂધ અને દૂધની બનાવટોથી દૂર રહેવું જરૂરી?

    સંપૂર્ણ ભારતમાં નહીં જોવા મળે ગ્રહણ-

    19 નવેમ્બરે થનારું ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ ભારતમાં નહીં જોવા મળે. ભારતના પૂર્વોત્તર રાજ્યો- આસામ અને અરુણાચલ પ્રદેશમાં અમુક ક્ષણ માટે આંશિક ચંદ્ર ગ્રહણ જોવા મળી શકે છે.

    અહીં જોવા મળશે ચંદ્ર ગ્રહણ-
    અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પૂર્વીય એશિયા અને ઉત્તરી યુરોપમાં ચંદ્ર ગ્રહણ જોવા મળશે.

    ચંદ્રગ્રહણ 2021: સગર્ભા મહિલાઓએ ધ્યાન રાખવા જેવી બાબતો (Precautions for pregnant ladies)

    -ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન જવું જોઈએ, કારણ કે ગ્રહણનો પ્રકાશ બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

    -સગર્ભા સ્ત્રીઓ ઉપરાંત અન્ય લોકોએ પણ સોયમાં દોરો ન નાખવો જોઈએ.

    -આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ કોઈપણ પ્રકારનું કામ ન કરવું જોઈએ.

    -સુતક દરમિયાન પણ સ્નાન કરવું જોઈએ અને જ્યારે ગ્રહણ દૂર થઈ જાય ત્યારે સ્નાન કરવું જરૂરી છે.

    આ પણ વાંચો: Solar Eclipse 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, આ બાબતોનું રાખો ધ્યાન

    ચંદ્રગ્રહણના દિવસે આ વાતોનું ખાસ ધ્યાન રાખો (Do’s and Don'ts)

    -લોકોએ સાવચેત રહેવું જોઈએ અને પોતાની આંખોની સુરક્ષા માટે એક્લિપ્સ ગ્લાસ, ટેલિસ્કોપનો ઉપયોગ કરવો જોઈએ. લોકોને ચંદ્ર તરફ સીધું ન જોવાની સલાહ આપવામાં આવે છે.

    -ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ન કરવું. ઉપરાંત, ઘટના પછી વાસી ખોરાક અને દૂધ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તો તુલસીના પાનને ફૂડ પ્લેટમાં રાખો, ખાસ કરીને દૂધમાંથી બનેલી વાનગીઓ.

    -ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનું નામ લેવું અને તેની અસર ઓછી કરવા માટે મંત્રોનો જાપ કરવો.

    -ચંદ્રગ્રહણ દરમિયાન ક્યારેય વાળ કે નખ કાપવા નહીં. તે અશુભ માનવામાં આવે છે. ઉપરાંત, છરી, કાંટો અથવા અન્ય કોઈ પણ પોઈન્ટેડ અને તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ કરશો નહીં.

    -ચંદ્રગ્રહણ પછી ભોજન અને વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published: