Lunar Eclipse 2020: આજે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક સમય અને શું થશે અસર

News18 Gujarati
Updated: July 4, 2020, 10:41 PM IST
Lunar Eclipse 2020: આજે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક સમય અને શું થશે અસર
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ લાગશે. જેમાંથી બે ચંદ્ર ગ્રહણ (10 જાન્યુઆરી, 5 જૂન) અને એક સૂર્યગ્રહણ (21 જૂન) લાગી ચૂક્યા છે. આગામી સમયમાં બે ચંદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ લાગશે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ આ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) આજે એટલે કે 5 જુલાઈના દિવસે છે. આ ગ્રહણમાં સૂતક સમય (Sutak Kaal) આ દક્ષિણ એશિયાના કેટલાક ભાગ, અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ લાગશે. જેમાંથી બે ચંદ્ર ગ્રહણ (10 જાન્યુઆરી, 5 જૂન) અને એક સૂર્યગ્રહણ (21 જૂન) લાગી ચૂક્યા છે. આગામી સમયમાં બે ચંદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ લાગશે. 5 જુલાઈએ ચંદ્રગ્રહણ લાગશે. પરંતુ આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. પરંતુ આ દિવસે અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

5 જુલાઈ, ચંદ્ર ગ્રહણનો સમય
ઉપચ્છાયાથી પહેલા સ્પર્શઃ સવારે 8:38 વાગ્યે

પરમગ્રાસ ચંદ્ર ગ્રહણઃ સવારે 9:59 વાગ્યે

ઉપચ્છાયાથી અન્તિમ સ્પર્શઃ સવારે 11:21 વાગ્યે
ગ્રહણ સમયઃ 2 કલાક 43 મિનિટ 24 સેકન્ડશું હોય છે ચંદ્ર ગ્રહણ?
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દર વર્ષે ગ્રહણ લાગે છે. જેની સંખ્યામાં ઓછામાં ઓછી ચાર અને વધારેમાં વધારે 6 હોય છે. ગ્રહણ ખગોળીય ઘટના છે. એ જાણવાની વસ્તુ છે કે પૃથ્વી ચંદ્રમાં અને સૂપ્યની ગતિ કરે છે. ગ્રહણનું થવું સામાન્ય ખગોળીય ઘટના છે. ગ્રહણને એવી રીતે સમજી શકીએ કે ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. સૂર્ય ગ્રહણ હંમેશા અમાસ અને ચંદ્ર ગ્રહણ પૂનમા દિવસે લાગે છે. અત્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ચાર લાખ કિલોમિટરનું અંતર છે. તે પોતાની કક્ષામાં ગતિમાન છે. ચંદ્રમાં ત્રણ લાખ કિલોમિટરની દૂર ઉપર પરિક્રમા કરે છે.

આ પણ વાંચોઃ-Lunar Eclipse 2020 (Chandra Grahan) : 5 જુલાઇ થનારા ગ્રહણથી આ રાશિઓ પર પડશે પ્રભાવ

સૂતક કાળ માન્ય નહીં હોય
આજે 5 જુલાઈએ લાગનાર ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ માન્ય નહીં હોય એટલે કે કોઈપણ પ્રકારના શુભ કાર્ય વર્જિત નથી. પૂજા પાઠ અને ભોજનના કાર્ય કરી શકાશે. પરંતુ સંયમ વર્તવું અને નિયમનું પાલન કરવું જરૂરી છે. ઉપ છાયા ચંદ્ર ગ્રહણ આગામી 5 જુલાઈએ લાગશે જે ભારત સહિત દક્ષિણ એશિયાના કેટલાક ભાગ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. ચોથું ઉપર છાયા ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે લાગશે જે એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, અમેરિકાના કેટલાક હિસ્સાઓમાં દેખાશે. આ બધા જ ઉપ છાયા ગ્રહણોમાં સૂતક કાળ માન્ય નહીં હોય.

આ પણ વાંચોઃ-લગ્ન હોય કે નોકરી.. કોઇપણ મનોકામના પૂર્ણ કરવાં કરો આ વ્રત

આ પણ વાંચોઃ-નવગ્રહનાં બીજ મંત્રથી કુંડળીનાં ગ્રહોને કરો બળવાન

પૂર્ણ ચંદ્રગ્રહણ 2025માં દેખાશે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025માં દેખવા મળશે. સામાન્ય રીતે એક વર્ષમાં ચાર ગ્રહણ લાગે છે. જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક આનાથી વધારે ગ્રહણ લાગે છે. 2014માં ત્રણ ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ લાગશે. વર્ષ 2029 ખૂબ જ ખાસ હશે. ત્યારે 4 સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવાની તક મળશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. New18Gujarati આની પુષ્ટી નથી કરતું. આના ઉપર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
First published: July 4, 2020, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading