Home /News /dharm-bhakti /Lunar Eclipse: ગુરુ પૂર્ણિમાએ છે આ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો આ ખાસ વાતો

Lunar Eclipse: ગુરુ પૂર્ણિમાએ છે આ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો આ ખાસ વાતો

ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે થનારા ચંદ્ર ગ્રહણથી આ રાશિના જાતકોના જીવનમાં અગત્યના ફેરફાર થઈ શકે છે

ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે થનારા ચંદ્ર ગ્રહણથી આ રાશિના જાતકોના જીવનમાં અગત્યના ફેરફાર થઈ શકે છે

    ચંદ્ર ગ્રહણ (Lunar eclipse): વર્ષ 2020ના જુલાઈની શરૂઆતમાં જ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જુલાઈ રવિવારે થવાનું છે. આ ગ્રહણ અનેક રીતે ખાસ રહેવાનું છે, કારણ કે જ્યાં એકતરફ દેશ કોરોનાની આપત્તિ સામે સંઘર્ષ કરી રહ્યો છે, તો બીજી બાજુ આ ગ્રહણ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર થવાનું છે. એવામાં આ ચંદ્ર ગ્રહણ ને વૈજ્ઞાનિકોની સાથોસાથ જ્યોતિષી પણ એક અગત્યની ઘટના તરીકે જોઈ રહ્યા છે. તેના મહત્ત્વને સમજવા માટે ચાલો આજે અમે આપને વર્ષ 2020ના ત્રીજા ચંદ્ર ગ્રહણ વિશે વધુ જાણીએ...

    ચંદ્ર ગ્રહણનો સમયકાળ

    - ચંદ્ર ગ્રહણની આ અદભૂત ખગોળીય ઘટનાને અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સામાં જોઈ શકાશે. ચંદ્ર ગ્રહણનો આ નજારો 5 જુલાઈ રવિવારે સવારે 8:38 વાગ્યાથી 11:21 વાગ્યા સુધી જોઈ શકાશે.
    - વર્ષ 2020નું ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જુલાઈ 2020, રવિવારે થવાનું છે. જે એક ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ હશે.

    આ પણ વાંચો, સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 50 હજારે પહોંચ્યો, શું આ મોટો નફો કરવાની તક છે?

    - ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણના સમયે પરિક્રમા કરતી વખતે પૃથ્વીની છાયાવાળા ક્ષેત્રમાં ચંદ્ર આવી જાય છે. જેના કારણે ચંદ્ર પર પડનારા સૂર્યના કિરણો કપાયેલા જોવા મળે છે. આ ગ્રહણને જ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ કહેવાય છે.

    આ પણ વાંચો, કોરોના સંક્રમણના 3 નવા લક્ષણ સામે આવ્યા, ઉબકા આવે તો પણ કરાવો COVID-19 ટેસ્ટ



    - વિશેષજ્ઞો અનુસાર 10 વાગ્યે આ ગ્રહણ પોતાના ચરમ પર પહોંચશે.
    - હિન્દુ પંચાંગ અનુસાર, આ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ ધન રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઘટિત થશે. તેથી આ ગ્રહણ દરમિયાન ધન રાશિના જાતકોના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. (સાભારઃ Astrosage)
    First published: