104 વર્ષ બાદ સર્જાશે દુર્લભ ચંદ્રગ્રહણ, આ ચાર રાશિઓને આપે છે અશુભફળ

બારેય રાશિવાળા લોકોએ ગ્રહણ દરમિયાન ભગવાન શિવ અને હનુમાનજીની આરાધના કરવી

બારેય રાશિવાળા લોકોએ ગ્રહણ દરમિયાન ભગવાન શિવ અને હનુમાનજીની આરાધના કરવી

  • Share this:
    ધર્મ ડેસ્ક: જુલાઇ મહિનામાં એક દુર્લભ ચંદ્રગ્રહણનાં યોગ બની રહ્યાં છે. બારેય રાશિઓ માટે આ ચંદ્રગ્રહણ કોઇને કોઇ અસર લઇને આવશે. 104 વર્ષ બાદ જુલાઇ મહિનામાં આ દુર્લભ ચંદ્રગ્રહણ સર્જાવવાનાં યોગ છે. આ ગ્રહણ 27 જુલાઇનાં રોજ થશે.

    પંડિતોનાં કહેવા પ્રમાણે, આ વર્ષે અષાઢ પૂર્ણિમાનાં રોજ 27 જુલાઇની રાત્રે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે. 27 અને 28 જુલાઇએ રાત્રે 11.45 વાગ્યાથી 3.55 સુધી ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. આખા દેશની સાથે યમુનાનગર અને આસપાસનાં વિસ્તારમાં તે દેખાશે. 104 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ બની રહ્યો છે.

    જેની અસરમાં ચાર રાશિઓ માટે આ ગ્રહણ શુભફળદાયી છે. મેષ, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિ માટે આ ચંદ્રગ્રહણ ફળદાયી છે. જ્યારે મિથુન, તુલા, મકર અને કુંભ માટે આ ચંદ્રગ્રહણ ખરાબ છે. બારેય રાશિવાળા લોકોએ ગ્રહણ દરમિયાન ભગવાન શિવ અને હનુમાનજીની આરાધના કરવી.

    પંડિતનાં જણાવ્યા અનુસાર, ખગ્રાસ ચંદ્રગ્રહણનાં ગ્રહ ગોચર અનુસાર અલગ-અલગ પ્રભાવ હશે. ગ્રહ ગોચરમાં મકર રાશિનાંકેતુ સાથે ચંદ્રમાથી પ્રભાવ અને રાહુ સાથે સમસપ્તક દ્રષ્ટિ સંબંધ હશે. યુતિ કૃત માનથી કર્ક રાશિમાં રાહુ, સૂર્ય, બુધ તથા મકર રાસિમાં ચંદ્ર, કેતુ, મંગળ યુતિ કૃત દ્રષ્ટિ સંબંધ હોવો જોઇએ. બે તરફ કેન્દ્ર યોગનું બનવું અને શનિ તેમજ મંગળનું વક્રી થવું પોતાનામાં વિશેષ ઘટના છે. જોકે આ ગ્રહણ સારુ માનવામાં આવતું નથી.

    ક્યારે શરૂ થશે ચંદ્ર ગ્રહણ
    સૂતક-અષાઢ પૂર્ણિમા ગ્રહણ પ્રારંભ થયાનાં ત્રણ પ્રહર એટલે કે 9 કલાક પહેલા શરૂ થશે. મોક્ષ સવારે 3.55 વાગ્યે થશે. ગ્રહણ સ્પર્શ રાત્રે 11.45 મિનિટે થશે. ગ્રહણ સમ્મલિન રાત્રે 1 વાગ્યે છે. ઉન્મૂલન રાત્રે 2.45 વાગ્યે થશે.
    Published by:Margi Pandya
    First published: