Home /News /dharm-bhakti /Lucky Flower: વર્ષમાં માત્ર એક જ વખત ખીલે છે આ ફૂલ, માત્ર જોવાથી જ ચમકી ઉઠશે કિસ્મત
Lucky Flower: વર્ષમાં માત્ર એક જ વખત ખીલે છે આ ફૂલ, માત્ર જોવાથી જ ચમકી ઉઠશે કિસ્મત
બ્રહ્મ કમળ
Lucky Flower Brahma Kamal : આમ તો ભારત દેશમાં ફૂલોની અસંખ્ય પ્રજાતિઓ જોવા મળે છે, જેના વિશે વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. કેટલાક ફૂલો એવા છે, જે સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આજના લેખમાં આપણે બ્રહ્મ કમલ વિશે વાત કરીશું. આ ફૂલ વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે.
હિન્દૂ ધર્મમાં કમળને બ્રહ્માજીનું પ્રતિરૂપ માનવામાં આવે છે. ઘણા લોકો એ પણ મને છે કે જયારે આ ફળ ખીલે છે તો એના પર ભગવાન વિષ્ણુની શૈયા જોવા મળે છે. ભારતવર્ષમાં બ્રહ્મા કમળનું ફૂલ હિમાચલના તરાઈ વાળા ક્ષેત્રમાં જોવા મળે છે. આ ફૂલ વર્ષમાં માત્ર એકવાર ખીલે છે. બ્રહ્મા કમળ ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ છે. ઉત્તરાખંડમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે. આ ફૂલ વિશેષ રીતે પિંડાઈથી લઇ જલપા રૂપકુંડ, હેમકુંડ, બ્રિજ ગંગા ફૂલોની ઘાટી અને કેદારનાથ સુધી મળે છે. વર્ષમાં એક વાર થવાના કારણે આ ફૂલને જોવું સૌભાગ્ય માનવામાં આવે છે. ભારતવર્ષમાં આ ફૂલને ઘણા અન્ય નામો પણ આપવામાં આવે છે. બ્રહ્મા કમળનું ધાર્મિક મહત્વ ચાલો ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
ફૂલનું ધાર્મિક મહત્વ
હિંદુ ધર્મમાં બ્રહ્મા કમળ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓમાં આ ફૂલ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો તમે ધાર્મિક પુરાણોમાં માનતા હોવ તો, બ્રહ્મા કમળ માતા નંદાનું પ્રિય ફૂલ છે, તેથી તેને નંદા અષ્ટમીના દિવસે તોડવામાં આવે છે. બ્રહ્મા કમલનો શાબ્દિક અર્થ "બ્રહ્માનું કમળ" છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલ માત્ર ભાગ્યશાળી લોકોને જ ખીલતા જોવા મળે છે અને જે પણ આ ફૂલને ખીલતા જુએ છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
બ્રહ્મા કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ આ ફૂલના અનેક ઔષધીય ઉપયોગો પણ છે. આ ફૂલનો ઉપયોગ બળતરા, શરદી-ખાંસી, હાડકાના રોગોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી નીકળતું પાણી પીવાથી થાક પણ દૂર થાય છે. તબીબી પ્રયોગોમાં આ ફૂલના 174 વિવિધ ફોર્મ્યુલેશન મળી આવ્યા છે. વનસ્પતિશાસ્ત્રીઓએ આ દુર્લભ ફૂલની 31 વિવિધ પ્રજાતિઓ શોધી કાઢી છે.
વનસ્પતિશાસ્ત્રીઓના મતે બ્રહ્મા કમળને એસ્ટેરેસી પરિવારનો છોડ માનવામાં આવે છે. આ છોડ સામાન્ય કમળની જેમ પાણીમાં નથી થતું પરંતુ જમીન પર થાય છે. આ છોડ 4000 મીટરથી વધુની ઉંચાઈવાળી જગ્યાઓ પર ખીલે છે, પરંતુ કેટલાક વર્ષોથી આ છોડ 3000 મીટરની ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ જોવા મળે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર