Home /News /dharm-bhakti /Love Marriage Upay: નથી થઈ રહ્યાં પ્રેમ લગ્ન? ગ્રહોને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, જલદી જ બનશે લવ મેરેજના યોગ
Love Marriage Upay: નથી થઈ રહ્યાં પ્રેમ લગ્ન? ગ્રહોને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, જલદી જ બનશે લવ મેરેજના યોગ
Love Marriage Upay
Love Marriage Upay: જ્યોતિષ શાસ્ત્રમાં પ્રેમ વિવાહ એટલે લવ મેરેજના યોગ વિષે જણાવવામાં આવ્યું છે. તમે ગ્રહો સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરી તમારા પ્રેમ વિવાહનો યોગ બનાવી શકો છો. દામ્પત્ય જીવન પણ ખુશીથી ભરેલુ રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજનો પણ ઉલ્લેખ છે. દરેક માનવીની જન્મકુંડળીમાં સાતમું ઘર(સ્થાન) લગ્નનું સૂચક માનવામાં આવે છે. તમારી કુંડળીના સાતમા ઘરના ત્રીજા, પાંચમા, નવમા, અગિયારમાં અને બારમા ઘરના સ્વામી સાથે સંબંધ સારો હોય તો તે સમયે પ્રેમ લગ્નનો યોગ બને છે. કયારેક ગ્રહો નબળી સ્થિતિમાં હોય અથવા નીચ કક્ષામાં હોય તો પ્રેમ લગ્નના સંયોગ બનતા નથી. પ્રેમ લગ્ન થતા થતા રહી જાય છે.
જો તમારી પણ પ્રેમ પ્રકરણની વાત થતાં-થતાં અટકે છે તો આ સ્થિતિમાં તમે ગ્રહોને લગતા કેટલાક જ્યોતિષ ઉપાયો કરશો તો પ્રેમ લગ્નનો મજબૂત યોગ બની શકે છે. તો આવો જાણીએ તિરુપતિના જ્યોતિષાચાર્ય ડૉ. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી ઉપાયો વિશે જેનાથી પ્રેમ લગ્ન શક્ય બને છે અને દાંપત્ય જીવન પણ સુખી રહે છે.
લવ મેરેજ અને સુખી દામ્પત્ય જીવન માટેના ઉપાય
1. જેમની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય છે, તેમના જીવનમાં રોમાન્સ, ભૌતિક સુખ, કીર્તિ-જશ હોય છે. જો તમે શુક્રના રત્ન હીરા કે સ્ફટિક મણિ ધારણ કરશો તો ચોક્કસથી લાભદાયક રહેશે. શુક્રના પ્રભાવને કારણે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ બની શકે છે, વધી શકે છે અને દાંપત્ય જીવન પણ ખુશહાલ બનશે.
2. શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે શુક્રવારના રોજ ઉપવાસ કરીને તમે શુક્રના બીજ મંત્ર, ઓમ શુક્રાય નમઃ અથવા 'ઓમ દ્રં દ્રિં દ્રૌં સ: શુક્રાય નમઃ' નો જાપ કરી શકો છો. તમને અવશ્ય ફાયદો થશે.
3. શુક્રની સાથે પ્રેમ લગ્ન માટે ચંદ્રનું બળવાન હોવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં તમારે દર સોમવારે અને પૂર્ણિમાની રાત્રે ચંદ્રની પૂજા કરવી જોઈએ. તેના બીજ મંત્ર ઓમ શ્રમ શ્રમ શ્રમ સહ ચંદ્રમસે નમઃનો જાપ કરવો જોઈએ.
4. મંત્રોના જાપ સિવાય જો તમે ઈચ્છો તો મોતી ચાંદીની વીંટીઓમાં પહેરી શકો છો. આ ઉપાય તમને પ્રેમ લગ્નમાં મદદ કરી શકે છે. મોતીને ચંદ્રનું શુભ રત્ન માનવામાં આવે છે.
5. જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેમણે સોમવારે વ્રત રાખવું જોઈએ. સોમવારે ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્ર પણ બળવાન બને છે. મહાદેવ શિવની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
6. જે લોકો પરિણીત છે અને તેમનું દાંપત્ય જીવન સુખી નથી તો તેમણે મંગળવારે માતા મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. તેમને શૃંગારની સામગ્રી અર્પણ કરવી જોઈએ. તેમના આશીર્વાદથી દાંપત્યજીવન સુખી થશે અને તમને અખંડ સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.
7. પ્રેમ લગ્ન માટે કે પ્રેમ લગ્ન બાદ જે લોકોના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે તે લોકોએ પણ માતા મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. પૂજા સમયે માતા મંગળા ગૌરીને હળદરની માળા ચઢાવો. માતાના આશીર્વાદથી લગ્નના યોગ જલ્દી બનશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર