Home /News /dharm-bhakti /Manokamna Purti Mantra: 51 વખત કરો આ મંત્રનો જાપ, 21 દિવસમાં પૂર્ણ થઇ જશે તમારી બધી જ ઈચ્છાઓ
Manokamna Purti Mantra: 51 વખત કરો આ મંત્રનો જાપ, 21 દિવસમાં પૂર્ણ થઇ જશે તમારી બધી જ ઈચ્છાઓ
વિષ્ણુજી પૂજા
Lord Vishnu Puja: ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને બળવાન કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ દિવસે શ્રી હરિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
હિન્દૂ ધર્મ: હિન્દુ શાસ્ત્રો અનુસાર ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જેથી ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. ગુરુવારના દિવસે શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને બળવાન કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. મનાય છે કે જો આ દિવસે શ્રી હરિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ત્યારે જ્યોતિષમાં ગુરુવારના દિવસે કરવાના અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. તેમજ એવું પણ કહેવાય છે કે જો તમારી કોઈ ઈચ્છાઓ લાંબા સમયથી પૂર્ણ ન થઇ રહી હોય તો ગુરુવારે ભગવાન નરસિંહના કેટલાક મંત્રોનો જાપ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કોઈ ચોક્કસ ઈચ્છાને આધારે જ ભગવાનનો અવતાર પસંદ કરવો જોઈએ. ત્યારે આજે આપણે અહીં જાણીએ કે કયા અવતારની પૂજા કઈ ઈચ્છા માટે કરવી.
આ ઉપાયથી કષ્ટમાંથી મળશે મુક્તિ
શત્રુઓના નાશ માટે
જો તમે શત્રુઓથી પરેશાન છો અને તમે તેના માટે કંઈ નથી કરી શકતા, તો આ ઉપાય તમને શત્રુઓનો નાશ કરવામાં સફળતા આપી શકે છે. ગુરુવારે ભક્તોને ભગવાન નરસિંહની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આ ઉપાય માટે મંદિર કોઈ સૂનસાન જયારે અથવા જંગલમાં હોય તો તે ઉત્તમ છે. નહીંતર તમે કોઈપણ જગ્યાએ આ ઉપાય કરી શકો છો. મંદિરમાં બેસીને ભગવાન નરસિંહના મંત્રોનો જાપ કરવાથી તમને શત્રુઓથી મુક્તિ મળી જશે.
શાસ્ત્રો અનુસાર, પ્રેમ સંબંધોમાં અનુકૂળતા અને સફળતા લાવવા માટે ગુરુવારના દિવસે રાધા-કૃષ્ણની સેવા કરવી જોઈએ. રાધા-કૃષ્ણના મંદિરે જઈને ભક્તોએ તેમને પીળા વસ્ત્રો, પુષ્પ અને પીળી મીઠાઈ અર્પણ કરવી જોઈએ. જે બાદ રાધા-કૃષ્ણના મંત્રોનો જાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. સાચા મનથી કરવામાં આવેલી અર્ચનાથી ભક્તોને વિશેષ લાભ થશે.
જો તમારી કોઈ ખાસ ઈચ્છા છે, જે સરળતાથી પૂર્ણ નથી થઇ રહી, તો તેની માટે ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનો અનુષ્ઠાન પ્રારંભ કરો. સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ત્યારબાદ 51 પાઠ વિષ્ણુ સહસ્ત્રનામના કરો. આ ઉપાય તમારે સતત 21 દિવસ સુધી કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી તમારી મોટામાં મોટી સમસ્યાઓ પણ હલ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતની પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર