Home /News /dharm-bhakti /

સ્વયં વિષ્ણુજીએ કામ વાસના અંગે કરી વાત, કેટલી હદે તે સારી, આ માટે આપી ચેતવણી

સ્વયં વિષ્ણુજીએ કામ વાસના અંગે કરી વાત, કેટલી હદે તે સારી, આ માટે આપી ચેતવણી

કામ વાસના કેટલી હદ સુધી સારી?

Kamvasna Story Bodh Path: એક સમયે કામવાસનાનાં મોહમાં આવીને દેવર્ષિ નારદ મુનીને ઘમંડ થઇ ગયો હતો. કે તેઓ તેમની તમામ શક્તિઓ પર વિજય મેળવી લીધો છે. અને તેઓ આ સમયે પૃથ્વીલોકનું ભ્રમણ કરવાં આવ્યાં હતાં. જ્યાં તેમણે સુંદર માયાનગરી જોવા મળી. સુંદર માયાનગરીને વિષ્ણુજીએ નારદજીને બોધ પાઠ આપવા માટે બનાવી હતી.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક:  આ વાત સર્વ સામાન્ય છે કે, જ્યારે કોઇનાં મનમાં ખરાબ વિચાર ચાલી રહ્યાં હોય તો તે ગમે તેટલો વિદ્વાન હોય તેનાંથી પણ ભૂલ થઇ જાય છે. આ વાત હમેશાં યાદ રાખવી કે, આપણે જ્યારે કોઇ કામ કરીએ ત્યારે આપણું મન હમેશાં પવિત્ર રાખવું અને નિયતી ચોખ્ખી રાખવી. (Bodh path) આ મુદ્દે એક વખત સતયુગમાં એવી ઘટના બની ગઇ કે, તેનાં વિશે સ્વયં વિષ્ણુ (Lord Vishnu) ભગવાને શિખ આપી હતી. આ ઘટના દેવર્ષિ નારદ (Devrshi Narad) સાથે બની હતી.

    એક સમયે કામવાસનાનાં મોહમાં આવીને દેવર્ષિ નારદ મુનીને ઘમંડ થઇ ગયો હતો. કે તેઓ તેમની તમામ શક્તિઓ પર વિજય મેળવી લીધો છે. અને તેઓ આ સમયે પૃથ્વીલોકનું ભ્રમણ કરવાં આવ્યાં હતાં. જ્યાં તેમણે સુંદર માયાનગરી જોવા મળી. સુંદર માયાનગરીને વિષ્ણુજીએ નારદજીને બોધ પાઠ આપવા માટે બનાવી હતી. જો કે આ વાતની જાણકારી નારદ મુનિને હતી જ નહીં. આ માયાનગરીના રાજા નું નામ શીલનિધિ હતું. તેમને એક સુંદર કન્યા હતી, જેનું નામ વિશ્વ મોહિની હતું. જ્યારે નારદ મુનિ તે નગરીમાં પ્રવેશ કરે છે અને શીલનિધિએ તેમને પ્રણામ કર્યા, ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયા.

    રાજાએ કહ્યું અમારી કન્યા વિશ્વ મોહિની છે. હું તેનો સ્વયંવર કરવા ઈચ્છું છું અને હું તેના લગ્ન કોઈ ત્રિલોક અધિપતિ સમાન હોય તેવા વ્યક્તિ સાથે કરવા માંગુ છું. રાજ્ય ઇચ્છતા હતા કે નારદાજી તેમની કન્યાને આશીર્વાદ આપે. પરંતુ જ્યારે નારદજીએ તે કન્યાને જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આ સુંદર કન્યા સાથે તો મારે જ લગ્ન કરવા જોઈએ. નારદાજીએ તે કન્યાનો હાથ પોતાના હાથમાં લઈને તેનું ભવિષ્ય વાંચવા લાગ્યા.

    હાથની રેખાઓમાં લખ્યું હતું કે જે ત્રિલોક પતિ હશે તે જ તેનો પતિ થશે,રંતુ નારદજી કામ ભાવના ડુબેલા હતા. જેથી તેમણે વાંચ્યું કે જે તેનો પતિ હશે તે ત્રિલોકી હશે, અહીંથી જ નારદજીની ભુલ થઈ ગઈ અને તે વિચારવા લાગ્યા કે કોઈ રસ્તો હોવો જોઈએ, જેથી આ આ છોકરી મારી સાથે લગ્ન કરવા માટે રાજી થાય. આટલું વિચારીને નારદજીએ શ્રી હરિને યાદ કર્યા અને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. નારદીજીયે તેમને આખી વાત કહી અને કહેવા લાગ્યા કે હે નાથ મને તમારું સુંદર રૂપ આપો. જેથી હું આ કન્યા સાથે લગ્ન કરી શકું.

    આ પણ વાંચો-Shanivar Na Upay: શનિવારની સાંજે કોઇને પણ કહ્યાં વગર કરો આ ઉપાય, થઇ જશો માલામાલ

    ભગવાને કહ્યું, “હે નારદજી, તમારા માટે જે યોગ્ય છે તે અમે જરૂર કરીશું.” વિષ્ણુએ તેમની માયાથી નારદાજીને વનર સ્વરૂપ આપ્યું. નારદજીને તે સમજાયું નહીં, નારદજીને લાગ્યું કે તે ખુબજ સુંદર સ્વરૂપવાન યુવાન લાગે છે. ત્યાં છુપાયેલા વિષ્ણુ ભગવાનનાં બે ગણે પણ આ ઘટનાની સાક્ષી આપી. ત્યારપછી ઋષિરાજ નારદ તરત જ વિશ્વ મોહિનીનાં સ્વયંવરમાં પહોંચ્યા અને વિષ્ણુની સાથે તે બંને ગણ પણ બ્રાહ્મણના રૂપમાં પહોંચ્યા.

    આ પણ વાંચો-Vakri Shani Gochar 2022: 6 મહિનામાં અમીર બનવાં જઇ રહ્યાં છે આ 3 રાશિનાં લોકો, 4 દિવસ બાદ બદલાશે ગ્રહદશા

    બંને ગણોએ નારદજીનાં ખોટા ખોટા વખાણ કરવાંનાં શરૂ કરી દીધા તેઓ કહેવાં લાગ્યા કે, ભગવાને તેમને એટલું સુંદર રૂપ આપ્યું છે કે રાજકુમારી તેમના પર મોહિત થઇ જશે. જ્યારે ભગવાન વિષ્ણુ તે સ્વયંવરમાં એક રાજાના રૂપમાં આવ્યા હતા. વિશ્વ મોહિનીએ જ્યારે નારદજી પર નજર કરી તો ખડખડાટ હસવાં લાગી. અને બોલી ઉઠી કે આ વાનર પણ સ્વયંવરમાં ભાગ લેવાં આવ્યાં છે. આ સાંભળીને નારદજી દુખી થઇ ગયા. તેમનું અપમાન થયું. અને વિશ્વ મોહિનીએ રાજા રૂપે આવેલાં વિષ્ણુના ગળામાં માળા પહેરાવી.

    જ્યારે નારદ મુનિને સમગ્ર વાતની જાણ થઈ, ત્યારે તે વિષ્ણુજી પર ખુબ જ ગુસ્સે થયા. ત્યારે નારદજીને સમજાવતા વિષ્ણુ ભગવાને કહ્યું, નારદાજી, કામવાસનાને કારણે તમારી બુદ્ધિ નાશ પામતી હતી. તમારા જેવા વિદ્વાન મુનિએ તે કન્યાનો હાથ જોઈને જે ભવિષ્ય જણાવવાનું હતું, તેને યોગ્ય રીતે સમજી શક્યા નહીં. કેમકે તેમના મનમાં ખરાબ વિચાર ચાલી રહ્યા હતા. તેમના મનમાં કામ વાસનાની અને કામ ભાવના જાગી ગઈ હતી.

    આ ઘટના બાદ ભગવાન વિષ્ણુ કહે છે કે, જ્યારે વ્યક્તિની અંદર કોઈ ખરાબ વિચાર ચાલી રહ્યો હોય ત્યારે મોટે ભાગે તે ભુલ કરી બેસે છે. એટલા માટે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ કોઈ સારું કામ કરવાનું હોય ત્યારે આપણું મન પવિત્ર અને આપણી નિયત ચોખ્ખી હોવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bodh Path, Devrshi Narad story

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन