Home /News /dharm-bhakti /ભગવાન શ્રીહરિના પગ શા માટે દબાવે છે માતા લક્ષ્મી? જાણો પાછળનું રસપ્રદ કારણ

ભગવાન શ્રીહરિના પગ શા માટે દબાવે છે માતા લક્ષ્મી? જાણો પાછળનું રસપ્રદ કારણ

માતા લક્ષ્મી તેમજ વિષ્ણુજીની પૌરાણિક કથા

Lord Vishnu and Goddess Lakshmi: વૈકુંઠમાં શ્રીહરિ સાથે એમની પત્ની માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુના ચરણ દબાવતા વર્ણન મળે છે. એની પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ પાસે જાણીએ માતા લક્ષ્મી તેમજ વિષ્ણુજીની પૌરાણિક કથા.

વધુ જુઓ ...
  હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુને ત્રિદેવમાં સ્થાન પ્રાપ્ત છે. ભગવાન વિષ્ણુને આ સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં નિવાસ કરે છે અને એમનું શયન શેષનાગ ઉપર છે. વૈકુંઠમાં શ્રીહરિ સાથે એમની પત્ની લક્ષ્મી પણ નિવાસ કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુના પગ દબાવતા વર્ણન કરવામાં આવ્યા છે. પરંતુ માતા લક્ષ્મી વિષ્ણુજીના પગ દબાવે છે? એની પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ પાસે જાણીએ માતા લક્ષ્મી તેમજ વિષ્ણુજીની પૌરાણિક કથા.

  પહેલી કથા

  એક દંતકથા અનુસાર, એક વખત નારદજીએ મા લક્ષ્મીને પૂછ્યું કે તમે શ્રી હરિના પગ કેમ દબાવો છો? ત્યારે મા લક્ષ્મીએ કહ્યું કે મનુષ્ય હોય કે દેવતા, ગ્રહોની અસરથી કોઈ બચી શક્યું નથી. મહિલાઓના હાથમાં દેવગુરુ રહે છે, જ્યારે શુક્રાચાર્ય, આસુરી ગુરુ પુરુષોના ચરણોમાં રહે છે, તેથી જ્યારે પણ કોઈ સ્ત્રી પુરુષના ચરણ સ્પર્શ કરે છે, ત્યારે દેવતાઓ અને દાનવોનું મિલન થાય છે અને તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ કારણથી માતા લક્ષ્મી શ્રી હરિના પગ દબાવતા રહે છે.

  આ પણ વાંચો: વર્ષ 2023માં માતા લક્ષ્મીના આશીર્વાદ મેવળશે આ રાશિઓ, નહીં રહે ધનની કમી

  બીજી કથા

  પૌરાણિક કથા અનુસાર, અલક્ષ્મી લક્ષ્મીજીની મોટી બહેન છે. અલક્ષ્મીની આંખો ઉગ્ર હતી, વાળ ફેલાયેલા અને દાંત મોટા હતા, જ્યારે માતા લક્ષ્મી ખૂબ જ સુંદર હતી. આ બાબતને લઈને અલક્ષ્મીને તેની બહેન લક્ષ્મીની ઈર્ષ્યા થતી હતી. જ્યારે પણ દેવી લક્ષ્મી વિષ્ણુ સાથે હોય ત્યારે અલક્ષ્મી ત્યાં પહોંચી જતી.

  આ પણ વાંચો: Shree Yantra: આ યંત્રો કરશે જીવનની તમામ સમસ્યાઓ દૂર, લાવે છે સુખ અને સમૃદ્ધિ  આના કારણે માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થવા લાગ્યા અને તેમણે કહ્યું કે તમે અમને કેમ ફોલો કરો છો. ત્યારે અલક્ષ્મીએ કહ્યું કે તેમની કોઈ પૂજા કરતું નથી, તેથી જ્યાં માતા લક્ષ્મીનો વાસ હશે ત્યાં હું પણ નિવાસ કરીશ. તેનાથી ક્રોધિત થઈને માતા લક્ષ્મીએ અલક્ષ્મીને શ્રાપ આપ્યો કે તેમના પતિ મૃત્યુના દેવતા હતા. તેનું સ્થાન એવું હશે કે જ્યાં મલિનતા, ઈર્ષ્યા, લોભ, આળસ, ક્રોધ હશે. એવું કહેવાય છે કે આ કારણે દેવી લક્ષ્મી પોતાના શ્રી હરિના પગ સાફ કરતી રહે છે, જેથી અલક્ષ્મી તેમની નજીક ન આવી શકે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Goddess Lakshmi, Lord Vishnu

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन