મણીનગર ગાદી સંસ્થાન: ભગવાન સ્વામિનારાયણને કરાયો ચંદનનો કલાત્મક શણગાર

News18 Gujarati
Updated: May 15, 2020, 8:10 PM IST
મણીનગર ગાદી સંસ્થાન: ભગવાન સ્વામિનારાયણને કરાયો ચંદનનો કલાત્મક શણગાર
મણીનગર ગાદી સંસ્થાન મંદિર

વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ.

  • Share this:
સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર ગ્રીષ્મ ઋતુ - વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવ્યા હતા.

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે. તે અંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ વદ સાતમના પવિત્રતમ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતોએ ૨૫ કિલો ચંદનમાંથી કલાત્મક વાઘા - શણગાર ધરાવવામાં આવ્યા હતા.

આ વાઘા ધરાવવાથી ભગવાનને એરકન્ડીશન કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે. અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભકતોને આપવામાં આવે છે.તે ગોટીમાંથી ભકતો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે. અને તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે.તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે,આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે. તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિક છે અને ચાંદલો એ અનાદિમુકતનું પ્રતિક છે. આમ, ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તે તેનો નિત્ય સદ્‌ઉપયોગ કરવામાં આવે છે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે - સ્વયં શ્રી મુખવાણી વચનામૃત ગ્રંથના ગઢડા છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ચંદનના વાઘાના કલાત્મક શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે.

લોકડાઉનના કારણે વૈશાખ વદ સાતમના પવિત્રતમ દિને ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીની રાજભોગ આરતી દાર્શનિક સાર્વભૌમ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ - પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું. લોકડાઉનને લીધે સત્સંગીઓને દર્શન માટે મનાઈ હતી પરંતુ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.
First published: May 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading