'સ્વામી નારાયણ મંત્રએ કુરિવાજ, વ્યસનથી પીડાતોને પણ આર્થિક રીતે સુખી કર્યા'

જેઠ સુદ દશમ તારીખ તા. ૧ર જૂનના રોજ કુમકુમ પાલડી મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન ઉજવાશે

News18 Gujarati
Updated: June 10, 2019, 6:57 PM IST
'સ્વામી નારાયણ મંત્રએ કુરિવાજ, વ્યસનથી પીડાતોને પણ આર્થિક રીતે સુખી કર્યા'
કુમકુમ સ્વામી નારાયણ મંદિર, મણીનગર
News18 Gujarati
Updated: June 10, 2019, 6:57 PM IST
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

સ્વામિનારાયણ મંદિર - કુમકુમ પાલડી ખાતે બુધવારે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાજી સ્વામીની નિશ્રામાં સાંજે ૬-૦૦ થી ૮-3૦ સુધી ઉજવાશે. આ પ્રસંગે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રીજીવિજય સમિતિના સભ્યો દ્વારા કીર્તનભકિત યોજાશે. આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અબજીબાપાની વાતોનું પઠન કરશે. અંતમાં મહંત આનંદપ્રિયદાજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન અંગે જીવન સંદેશો આપશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાયી માત્ર ૨૮ વર્ષના સમયગાળામાં કર્યાં છે.

શ્રી સ્વામિનારાણ ભગવાને ૭ સાત વર્ષ દરમ્યાન ૧૨૦૦૦ કિ.મીનું વિચરણ કરી અનેકના કલ્યાણ કર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દિવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું અને જોબનપગી, વેરાભાઈ આદિ ખૂનખાર લૂંટારાઓને પોતાના આશ્રિત કરી હાથમાં બંદૂકને બદલે માળા આપી.

બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ આદિ પ્રથાઓને નાબૂદ કરી. પતિ પાછળ સતિ થવાનો રિવાજ તેવી કુપ્રથાને નાબૂદ કરી. સ્ત્રીનો ભગવાન ભજવાનો સમાન અધિકાર અપાવ્યો. હિંસામય યજ્ઞો બંધ કરાવી જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ અહિંસામય યજ્ઞો કરાવ્યા.

વહેમ, અંધશ્રધ્ધાનાં જાળાં તોડી દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજો આદિ વ્યસનોથી પીડાતા જનોને મુક્તિ આપી આર્થિક રીતે પણ સુખી કર્યા.
આ રીતે હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી અને ભકતોને મંત્ર જાપ કરવા માટે ‘સ્વામિનારાયણ’ નામ આપ્યું. માત્ર ૨૮-૨૯ વર્ષના ટૂંકા ગાળામાં આખા ભારતદેશની રોનક બદલી. જનસમાજ સદાયને માટે સુખી અને સમૃધ્ધ બને તે માટે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગિજીવન આદિ અનેક શાસ્ત્રો આપ્યાં છે. અનેક સંતો બનાવ્યા જેથી જનસમાજને સાચું માર્ગદર્શન મળી રહે. ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા છે, જેથી આજેય નિરંતર ભકિતના નાદ ગુંજતા રહે છે. આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો કર્યા છે.

તમને જણાવી દઈએ કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૮૯ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા.

 
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...