Rudraksha Significance: ‘રૂદ્રાક્ષ’ પહેરતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર મળી શકે છે અવળા પરિણામ
Rudraksha Significance: ‘રૂદ્રાક્ષ’ પહેરતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર મળી શકે છે અવળા પરિણામ
રૂદ્રાક્ષ પહેરવાની સાથે તેને પવિત્ર રાખવું પણ ખૂબ જ જરૂરી છે.
Rudraksha Significance: રૂદ્રાક્ષ ભગવાન શિવનો અંશ હોવાથી ખૂબ જ શુદ્ધ હોય છે. વિજ્ઞાન (Science) મનની શાંતિ અને ગુસ્સા પર કાબૂ મેળવવા માટે રૂદ્રાક્ષ પહેરવાની ભલામણ કરે છે. પરંતુ રૂદ્રાક્ષ પહેરવાની સાથે તેને પવિત્ર રાખવું પણ ખૂબ જ જરૂરી છે.
Rudraksha Significance: હિંદુ ધર્મ (Hindu religion)માં આધ્યાત્મનું ખૂબ મહત્વ છે જેમાં ઘણા લોકો અલગ-અલગ રીતે ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા પ્રકટ કરે છે. જો કે, આધ્યાત્મની દુનિયા માત્ર ઈશ્વરની ઉપાસના સુધી મર્યાદિત નથી પરંતુ તેની સાથે ઘણા વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, જ્યાં માથા પર ચંદનનો ઉપયોગ મસ્તિષ્કને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે, તો મંદિરમાં દીવો પ્રગટાવવાથી આસપાસના કીટાણુઓનો નાશ થાય છે. આ જ રીતે તેમાં રૂદ્રાક્ષનું નામ પણ સામેલ છે. સામાન્ય રીતે ઘણા લોકો મનને શાંત રાખવા માટે રૂદ્રાક્ષ (Rudraksha) ધારણ કરે છે. પરંતુ શું તમે તેને ધારણ કરવાની સાચી રીત જાણો છો?
પુરાણો અનુસાર, રૂદ્રાક્ષ ભગવાન શિવનો અંશ હોવાથી ખૂબ જ શુદ્ધ હોય છે. તો વિજ્ઞાન મનની શાંતિ અને ગુસ્સા પર કાબૂ મેળવવા માટે રૂદ્રાક્ષ પહેરવાની ભલામણ કરે છે. પરંતુ રૂદ્રાક્ષ પહેરવાની સાથે તેને પવિત્ર રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો કે જીવનના કેટલાક કાર્યોમાં રૂદ્રાક્ષ ધારણ કરવાથી તે અપવિત્ર થઈ જાય છે અને તેના પરિણામ પણ ઉલટા મળવા લાગે છે. તો ચાલો જાણીએ કે 'રૂદ્રાક્ષ' પહેરવું ક્યારે વર્જિત હોય છે.
ધૂમ્રપાન અને ખાસ કરીને અને માંસાહારી વસ્તુઓનું સેવન કરતી વખતે ભૂલથી પણ રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ. નહિંતર તે અશુદ્ધ થઈ જાય છે અને તેના પરિણામ તમને લાભ કરવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.
સૂતી વખતે ન પહેરો રૂદ્રાક્ષ
ધાર્મિક માન્યતા અનુસાર, સૂઈ ગયા બાદ શરીર અશુદ્ધ થઈ જાય છે. જેની અસર રૂદ્રાક્ષની પવિત્રતા પર પણ પડે છે. તેથી સૂતા પહેલા રૂદ્રાક્ષ ઉતારી લેવું વધુ સારું છે. તો સૂતી વખતે રૂદ્રાક્ષને ઓશીકા નીચે રાખવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના પણ આવતા નથી.
માહિતીના અભાવે ઘણા લોકો રૂદ્રાક્ષ ધારણ કરીને અંતિમયાત્રા અથવા સ્મશાન સુધી જતા રહે છે, પરંતુ આવું કરવાથી બચવું જોઈએ. આનાથી તમારો રૂદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે જેની તમારા જીવન પર ખરાબ અસર થવા લાગે છે.
બાળકના જન્મ સમયે ન ધારણ કરો રૂદ્રાક્ષ
માન્યતાઓ અનુસાર બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા દિવસો સુધી અશુદ્ધ રહે છે. એવામાં રૂદ્રાક્ષ ધારણ કરીને તેમની નજીક ન જવું. ધ્યાન રાખો કે જે રૂમમાં માતા અને બાળક હોય ત્યાં રૂદ્રાક્ષ ઉતાર્યા પછી જ પ્રવેશ કરો. જો કે, બાળકનું નામકરણ કર્યા પછી તમે ચિંતા કર્યા વિના રૂદ્રાક્ષ ધારણ કરી શકો છો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર