Lord Shiva: શિવજીને પ્રિય બીલીપત્ર તોડવાના અને તેમને અર્પણ કરવાના નિયમો શું છે? જાણો
Lord Shiva: શિવજીને પ્રિય બીલીપત્ર તોડવાના અને તેમને અર્પણ કરવાના નિયમો શું છે? જાણો
ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી તેમને શીતળતા પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવને સૌથી પ્રિય બીલીપત્ર (Bilwa Leaves) છે જેને સંસ્કૃતમાં બિલ્વ પત્ર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ (Lord Shiva)ને બીલીપત્ર અર્પણ કરવાથી તેમને શીતળતા પ્રાપ્ત થાય છે.
હિંદુ ધર્મ (Hindu Dharma)માં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત (Somvar Vrat) રાખવામાં આવે છે, ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવામાં આવે છે. સોમવારના વ્રતમાં વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. જેમાં ભગવાન શિવની પ્રિય વસ્તુઓ તેમને અર્પણ કરવાનો નિયમ છે. ભગવાન શિવને સૌથી પ્રિય બીલીપત્ર (Bilwa Leaves) છે જેને સંસ્કૃતમાં બિલ્વ પત્ર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી તેમને શીતળતા પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં પ્રકૃતિ (Nature) પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહની ભાવના સર્વોપરી છે. એટલા માટે શાસ્ત્રોમાં ફૂલ-પાન તોડવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ બીલીપત્ર તોડવાનો અને ભગવાન શિવને અર્પણ કરવાનો શું નિયમ છે.
માન્યતા છે કે બીલીપત્ર અને જળથી ભગવાન શંકરનું મસ્તિષ્ક શીતળ રહે છે. પૂજામાં તેનો ઉપયોગ કરવાથી તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવા અને તેને તોડવાના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
બીલીપત્ર તોડવાના નિયમ
માન્યતા અનુસાર ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાવસ્યા તિથિ, સંક્રાંતિ અને સોમવારે બીલીપત્ર ન તોડવા જોઈએ.
ભગવાન શિવને બીલીપત્ર હંમેશા ઊંધું ચઢાવવું જોઈએ. બીલીપત્રનો ચીકણો ભાગ અંદરની તરફ એટલે કે શિવલિંગ તરફ હોવો જોઈએ.
બીલીપત્રમાં વજ્ર અને ચક્ર ન હોવા જોઈએ.
બીલીપત્ર 3 થી 11 પાંદડી વાળા હોય છે. તેમાં જેટલા વધુ પત્ર હોય છે ભગવાન શિવને અર્પિત કરવાનો તેટલો જ વધુ લાભ મળે છે.
જો બીલીપત્ર ન મળે તો માત્ર બીલીના વૃક્ષના દર્શન કરવાથી પણ પાપ અને તાપનો નાશ થાય છે.
શિવલિંગ પર ચઢાવવામાં આવેલા અન્યના બીલીપત્રની ઉપેક્ષા કે અનાદર ન કરવો જોઈએ. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર