Home /News /dharm-bhakti /

Lord Ganesha Puja: બુધવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, મુશ્કેલીમાં મૂકાઈ શકો છો

Lord Ganesha Puja: બુધવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, મુશ્કેલીમાં મૂકાઈ શકો છો

બુધવારે કોઈ કન્યાનું અપમાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

Lord Ganesha Puja: બુધવારનો દિવસ (Wednesday) ભગવાન ગણેશ (Lord Ganesha)ને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલાક કાર્યો કરવાની મનાઈ છે.

    Lord Ganesha Puja: હિન્દુ ધર્મ (Hinduism)માં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. જેમાં બુધવાર (Wednesday) ભગવાન ગણેશ (Lord Ganesha)ને સમર્પિત છે. બુધવારે લોકો ગણપતિને પ્રસન્ન કરવા અને બુધ ગ્રહની શાંતિ માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનની તમામ અડચણો દૂર થઈ જાય છે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં બુધવારે કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. આજે અમે તમને બુધવારે કેટલાક કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારે ધનની હાનિનો સામનો કરવો પડી શકે છે.

    - આમ તો મહિલાનું સન્માન હંમેશા કરવું જોઈએ, પરંતુ બુધવારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કોઈ પણ કન્યાનું અપમાન ન થાય. બુધવારે કોઈ છોકરીનું અપમાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ક્યારેય બરકત નથી થતી.

    આ પણ વાંચો: ચૈત્ર મહિનાનો પ્રારંભ, આ વસ્તુઓને અડતા પહેલા વિચારજો નહિં તો...

    - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારને બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે અને બુધ ગ્રહને બુદ્ધિ વિવેક સાથે વાણીનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે. આ કારણોસર બુધવારે ક્યારેય કોઈ વ્યક્તિને કડવું બોલવું જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    - એવું માનવામાં આવે છે કે બુધવારે કરવામાં આવેલા વ્યવહાર ક્યારેય ફળ આપતા નથી. એટલા માટે બુધવારે કોઈપણ પ્રકારની લેવડદેવડ ટાળવી જોઈએ. બુધવારે આમ કરવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે.

    આ પણ વાંચો: દોઢ વર્ષ પછી કેતુનો કરશે રાશિ પરિવર્તન, આ 3 રાશિના ખુલી જશે નસીબના દ્વાર

    - એવું માનવામાં આવે છે કે બુધવારે પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે આ દિશામાં યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે અને આ દિશામાં મુસાફરી કરનાર વ્યક્તિને પરેશાની થઈ શકે છે. તેથી બુધવારે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી શુભ માનવામાં આવતી નથી.

    - હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં બુધવારે કાળા રંગના કપડા પહેરવાને અશુભ માનવામાં આવે છે. બુધવારે કોઈ પણ વ્યક્તિએ કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં અને સ્ત્રીઓએ પણ કાળા રંગના ઘરેણાં ન પહેરવાં જોઈએ. એવું માનવામાં આવે છે કે બુધવારે કાળા કપડા પહેરવાથી વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચન સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી News 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharma bhakti, Ganesha, Lord-ganesha, Religion News, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन