Home /News /dharm-bhakti /

બંધ કિસ્મતનું 'તાળુ' ખોલી નાખશે આ આસાન ઉપાય

બંધ કિસ્મતનું 'તાળુ' ખોલી નાખશે આ આસાન ઉપાય

ત્યારે ચાલો જોઇએ બંધ કિસ્મતનું તાળુ ખોલી ધન લક્ષ્મી પ્રાપ્ત કરવાની કેટલાક આસાન ઉપાય

ત્યારે ચાલો જોઇએ બંધ કિસ્મતનું તાળુ ખોલી ધન લક્ષ્મી પ્રાપ્ત કરવાની કેટલાક આસાન ઉપાય

    ધર્મ ડેસ્ક: ઘણી વખત આપણી સાથે એવું બને છે કે આપણું કામ અણીએ આવીને અટકી જાય છે. આપણે માનતા હોઇએ કે હવે તો મારુ કામ થઇ જ જશે. પણ છેક સુધીને આવીને નિરાશ થવું પડે છે. ઘણી વખત કેટલીક બાબતો અળચણ રૂપ બનતી હોય છે. અને કેટલીક વખત આવા જ કારણો ધન-પ્રાપ્તિમાં અડચણ બને છે.

    ત્યારે ચાલો જોઇએ બંધ કિસ્મતનું તાળુ ખોલી ધન લક્ષ્મી પ્રાપ્ત કરવાની કેટલાક આસાન ઉપાય. જે તમારા અટકેલા કામને પરીપૂર્ણ કરશે. એટલું જ નહીં તમને રાતોરાત અમીર પણ બનાવી શકશે.

    તો ચાલો જાણી લો તાળાનો ચમત્કારી ઉપાય

    -સૌથી પેહલા તમે તાળાની દુકાન ઉપર અઠવાડિયાનાં શુક્રવારનાં દિવસે જાઓ અને એક સ્ટીલ કે લોખંડનું તાળું ખરીદી લો. પરંતુ ધ્યાન રાખો કે તાળુ બંધ હોવું જોઈએ, ખુલ્લુ તાળું ન હોવું જોઈએ. તાળુ ખરીદતી વખતે તેને ન તો દુકાનદારને ખોલવા દો કે ન તો તમે પોતે ખોલો. તાળું સારું છે કે ખરાબ, તેની પણ તપાસ કરવા માટે તાળું ખોલીને ચેક કરવાની જરૂર નથી. બસ તે બંધ તાળાને ખરીદીને ઘરે લઈ આવો.

    -હવે આ તાળાને એક ડબ્બામાં રાખો અને શુક્રવારે રાતે જ પોતાના સૂવાના રૂમમાં બિસ્તરની પાસે રાખી દો. શનિવારે સવારે ઉઠીને સ્નાન વગેરેથી નિવત્ત થઈ તાળુ વગર ખોલ્યે જ નજીકનાં શીવમંદીર જાઓ. ત્યાં તાળાને રાખીને મનમાં તમારી ઇચ્છા માંગી લો. ત્યાં તાળુ અને ચાવી મુકીને એકપણ શબ્દ બોલ્યા વગર, પાછળ પલ્ટ્યા વગર જ પાછા ઘરે આવી જાઓ.

    -વિશ્વાસ અને શ્રદ્ધા રાખો, જેવું કોઈ તે તાળું ખોલશે તમારી કિસ્મતના તાળા પણ ખુલી જશે. આ ખૂબ જ જાણીતો પ્રયોગ છે. તમારી કિસ્મતના દરવાજા ખોલવા માટે તેને ચોક્કસ અજમાવી શકાય.

    આ સીવાય હળદરની ગાંઠનો ઉપાય પણ તમે અજમાવી શકો છો

    જો સંયોગવશ તમને કાળી હળદર મળી જાય તો તેને તમારા દેવાલયમાં વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિની પાસે રાખો અને વિધિવત પૂજા કરો. કાળી હળદરની ગાંઠને ચાંદીની સાથે કે કોઈપણ સિક્કાની સાથે નવાં કોરા કપડાંમાં બાંધીને રાખો. અન્ય દેવ મૂર્તિઓની સાથે પૂજા કરો. જો કાળી હળદર ન મળે તો પીળી હળદરની ગાંઠ એક લાલ કપડાંમાં બાધીને તેને તિજોરીમાં રાખો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Lock and key, Tips for wealthy life, Trick for luck

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन