Home /News /dharm-bhakti /

LIVE Mahakal Mandir Darshan: મહાશિવરાત્રિ પર ઘેર બેઠા કરો ઉજ્જૈનનાં મહાકાલનાં દર્શન

LIVE Mahakal Mandir Darshan: મહાશિવરાત્રિ પર ઘેર બેઠા કરો ઉજ્જૈનનાં મહાકાલનાં દર્શન

શિવરાત્રીએ મહાકાલનાં કરો LIVE દર્શન

Mahashivratri 2022: મહાનિર્વાણી અખાડનાં મહંત વિનીતાગિરિજી મહારાજે આજે પરોઢિયે 2.45 વાગ્યે મહાશિવરાત્રિનાં દિવસે ભગવાનને ભસ્મ અર્પિત કર્યું. જે બાદ ભગવાનને ભોગ લગાવી આરતી કરવામાં આવી. સવારે 5.30 વાગ્યાથી સામાન્ય ભક્તો માટે દર્શન માટે દ્વાર ખોલી દેવામાં આવ્યાં. મંગળવાર બપોરે 12 વાગ્યે તલાટી દ્વારા શાસકીય પૂજા કરવામાં આવશે

વધુ જુઓ ...
    ઉજ્જૈન: જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં મહાશિવરાત્રિ 2022 પર્વનો (Mahashivratri 2022) ઉલ્લાસ છવાઇ ગયો છે. મંગળવારે વહેલી સવારે 2.45 વાગ્યે ગર્ભગૃહનાં પટ ખુલતા જ ચારેય તરફ જય મહાકાલનો (Jay Mahakal) ઉદ્ઘોષ સંભળાઇ રહ્યો છે. ભક્તોનો પ્રવેશ સવારે 5.30 વાગ્યાથી શર થઇ ગયો છે. જે બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી રહેશે. નિરાલા રાજા મહાકાલનાં દર્શન મેળવીને ભક્તો પોતેને ધન્ય અનુભવી રહ્યાં છે.

    આખો દિવસ થશે મહાકાલનાં દર્શન
    પરંપરા અનુસાર મહાશિવરાત્રિ પર મંગળવારે રાત્રે 2.45 વાગ્યે મંદીરનાં પટ ખુલ્યા જે બાદ પુજારીઓએ ભગવાન મહાકાલને પંચામૃત અભિષેકનું પૂજન કરવામાં આવ્યું. મહાનિર્વાણી અખાડનાં મહંત વિનીતાગિરિજી મહારાજે ભગવાનને ભસ્મ અર્પિત કર્યું. જે બાદ ભગવાનને ભોગ લગાવી આરતી કરવામાં આવી. સવારે 5.30 વાગ્યાથી સામાન્ય ભક્તો માટે દર્શન માટે દ્વાર ખોલી દેવામાં આવ્યાં. મંગળવાર બપોરે 12 વાગ્યે તલાટી દ્વારા શાસકીય પૂજા કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે સંધ્યા પૂજા થશે. સાજે 7 વાગ્યે સંધ્યા આરતી થશે. રાત્રે 12 વાગ્યે જિલ્લા પ્રશાસન તરફથી શાસકીય પૂજા કરવામાં આવશે.

    આ પણ વાંચો-Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર બને છે ખાસ શુભ સંયોગ, જાણો પૂજા, વિધિ અને મુહૂર્તનો સમય

    મહાનિશાકાલમાં થશે મહાપૂજા
    મંદિરની પરંપરા અનુસાર પુજારી મહાનિશાકાળમાં મહાકાલની મહાપૂજા કરશે. 2 માર્ચનાં વહેલી સવારે 4 વાગ્યે ભગવાનનાં  માથે  સવામણ ફળ ફૂલથી બનેલાં પુષ્પનો મુઘટ પહેરાવવામાં આવશે. સવારે 6 વાગ્યે ભગવાનને વિવિધ પકવાન, ફળ અને સુકા મેવાનો મહાભોગ ધરાવી આરતી કરવામાં આવશે.  બુધવારે સવારે 11 વાગ્યે ભગવાનનાં શીષ પરથી મુઘટ ઉતારવામાં આવશે. બપોરે 12 વાગ્યે વર્ષમાં એક વખત સવારનાં સમયે થતી ભસ્મારતી થશે. બપોરે 2.30 વાગ્યે આરતી સાથે મહાપર્વ સંપન્ન થશે. બુધવારે રાત્રે 11.44 વાગ્યા બાદ મંદિરનાં પટ બંધ થશે.



    મંદિરની આકર્ષક સજ્જા- મહાકાલનું આંગણું ફુલોની લડી, પોસ્ટર રંગોલી અને રોશનીથી ઝગમગી રહ્યું છે. મંગળવારે સાંજે ગોધૂલિ વેળામાં મંગળદીપ પ્રગ્ટશે. કોટિતીર્થ કુંડથી પરિસરનાં 44 મંદિરોમાં દીપ સજ્જા થશે. શિવ પાર્વતી વિવાહનો વૈભવ ભક્તોનું મનમોહી રહ્યો છે. મંદિર પ્રશાસને દર મનની મુરાદ પૂર્ણ કરવાંમાટે દર્શનનો પૂરતી તૈયારીઓ કરી છે. 44 કલાકમાં 2 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. જ્યારે કરોડો લોકો લાઇવ દર્શન કરી ધન્યતા મેળવશે.

    આ પણ વાંચો-Video: શિવરાત્રીમાં એક જ ક્લિકમાં કરો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન

    દર્શન માટે અહીંથી મળશે પ્રવેશ- ચારધામ મંદિરની સામે પ્રવેશ બનાવવામાં આવ્યો છે. સામાન્ય દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક દર્શન માટે બે લાઇન રહેશે. એક લાઇ 250 રૂપિયા આપી શીઘ્ર દર્શન (ટિકિટ વાળા) શ્રદ્ધાળુઓ માટે આરક્ષિત કરવામાં આવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Live Mahakal Darshan, Mahashivratri 2022, Ujjain Darshan

    આગામી સમાચાર