liveLIVE NOW

Ambaji Temple LIVE : ભાદરવી પૂનમના પાવન પર્વે કરો મા અંબાનાં આજના Online દર્શન

Ambaji Temple Darshan Live : આજે કોરોના વાયરસની મહામારીના કારમે ઇતિહાસમાં પહેલી વાર માડીના ભક્તો મંદિરે જઈ નહીં શકે. ત્યારે ઘરબેઠા એક ક્લિક કરીને કરો ભાદરવી પૂનમના દર્શન

 • News18 Gujarati
 • | September 02, 2020, 14:41 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO
  12:31 (IST)
    અંબાજી માતા મંદિરના લાઇવ દ્રશ્યો જુઓ

  12:29 (IST)

  કોરોનાની મહામારીને કારણે બંધદ્વારમાં યોજાયેલો મહાકુંભ અંબાજી મંદિર માટે એક ઐતિહાસિક કિસ્સો બની ગયો છે. અહીં વૈશ્વિક મહામારી દૂર કરવા આદ્યશક્તિની વિવિધ વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. હાલ યજ્ઞ ચાલી રહ્યો છે.


  12:2 (IST)
    એક ઈતિહાસ પ્રમાણે, વર્ષ 1852માં બનાસકાંઠાના એક રાજાને ત્યાં શેર માટીની ખોટ હતી. તેના માટે તેમણે અંબાજી જવાની માનતા રાખી હતી. ત્યારે તેના ઘરે પુત્રનો જન્મ થતાં જ તે ચાલતા ચાલતા 51 બ્રાહ્મણો સાથે અંબાજી ગયા હતા અને અંબાજીમાં તેમને જમાડ્યા હતાં. આમ અંબાજી ચાલતા જવાની શરૂઆત થઇ અને આજે હજારો - લાખોની સંખ્યામાં સંઘો અંબાજી ચાલતા આવે છે.

  11:26 (IST)
    અંબાજી મંદિરનો આજનો ભાદરવી પૂનમનો કાર્યક્રમ


  11:10 (IST)
    અંબાજીમાં આરંભ થયેલો ભાદરવી કુંભ મહોત્સવ હવે અંતિમ ચરણે પહોંચ્યો છે. ભક્તો વિના યોજાયેલા ભાદરવી મહાકુંભ ડીઝીટલની થીમ ઉપર આરંભીત થતા વિશ્વભરમાં વસતા સેંકડો માઈભક્તો માતાજીના દર્શન સહિત વિવિધ પૂજા અર્ચનાનો ઓનલાઇન લાભ લઈ રહ્યા છે. કોરોનાની મહામારીને કારણે બંધદ્વારમાં યોજાયેલો મહાકુંભ અંબાજી મંદિર માટે એક ઐતિહાસિક કિસ્સો બની ગયો છે. અહીં વૈશ્વિક મહામારી દૂર કરવા આદ્યશક્તિની વિવિધ વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. 


  10:42 (IST)
    કોરોના મહામારીને કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભીડ ન ઉમટે તેને ધ્યાનમાં રાખીને તા. 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર તથા ગબ્બર દર્શન યાત્રાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે ભાદરવી પૂનમના મેળાનો સમયગાળો 2 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતો હોવાથી ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખતા મંદિર અને ગબ્બર દર્શન એક દિવસ વહેલા એટલે કે 3 સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરથી સરકારની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરી સેનેટાઈઝ થઇને ભક્તો દર્શન કરી શકશે.

  10:2 (IST)
    ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ સાદગીથી ઉજવણી થઈ રહી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં આશરે 25 લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે. કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી ન્યૂઝ18 ગુજરાતીનાં માધ્યમથી તમે ઘરે બેઠા જ આદ્યશક્તિનાં દર્શન કરી શકો છો.


  બીજી સપ્ટેમ્બરનાં બુધવારનાં રોજ ભાદરવી પૂનમ (Bhadarvi Poonam) છે. ગયા વર્ષ સુધી આ પાવન પર્વનાં દિવસે અંબાજી મંદિરમાં (Ambaji Temple) લાખોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા માટે આવતા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે માતાજીનું મંદિર 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ છે. દર વર્ષે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન (Maa Ambe) કરી ધન્યતા અનુભવતા હતા પરંતુ આ વખતે ભક્તોએ ઓનલાઇન દર્શનથી (Ambaji live Darshan) જ માતાના આશીર્વાદ લેવાના રહેશે. ન્યૂઝ 18 ગુજરાતીના આ સમાચારના માધ્યમથી તમને અવસર મળશે માતાજીના દર્શનનો, દર્શન કરવાની માહિતી મેળવવા માટે આ સમાચાર વાંચો. કોરોનાને કારણે  ભક્તો પ્રત્યક્ષ જઈ શકે તેમ નથી પરંતુ ભાદરવી પૂનમે મા અંબાના દર્શનની પરંપરા નહીં તૂટે અને તમને આજે પણ કરાવીશું  દર્શન.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन