Home /News /dharm-bhakti /

ગરૂડ પુરાણ: આપઘાત પછી આત્માનો થાય છે ભયંકર હાલ જાણો, જાણો શું કહેવાયું છે?

ગરૂડ પુરાણ: આપઘાત પછી આત્માનો થાય છે ભયંકર હાલ જાણો, જાણો શું કહેવાયું છે?

જે વ્યક્તિઓનું મૃત્યુ કુદરતી રીતે થાય છે તેમની આત્મા ભટકતી નથી.

life after death: અકાળનો અર્થ અસમય હોય છે. પ્રત્યેક વ્યક્તિની એક આયુ નક્કી કરવામાં આવી હોય છે. તે ઉંમર પહેલા જો વ્યક્તિની હત્યા, આપઘાત, દુર્ઘટના અથવા રોગને કારણે મૃત્યુ થાય તો તેને અકાળ મૃત્યુ કહે છે.

હિન્દુ ધર્મ અનુસાર મર્યા બાદ મુખ્યરૂપે આત્માની ત્રણ પ્રકારની ગતિ હોય છે. 1- ઉર્ધ્વ ગતિ, 2-સ્થિર ગતિ અને 3- અધોગતિ. આ ત્રણ ગતિઓને અગતિ અને ગતિમાં વિભાજિત કરવામાં આવી છે. આત્મહત્યા શબ્દ જ ખોટો છે. આ શબ્દ ખૂબ જ બોલવામાં આવી રહ્યો છે. હત્યા શરીરની થાય છે, આત્માની કોઈ દિવસ હત્યા કરી શકાતી નથી. જેને સ્વઘાત કે દેહહત્યા કહી શકાય છે. અન્ય લોકોની હત્યા કરવાથી બ્રહ્મદોષ લાગે છે, પરંતુ આપઘાત કરવો તે ખૂબ જ મોટો અપરાધ છે. આ શરીરે તમને આ સંસારમાં રહેવા માટે જગ્યા આપી છે. સંસારને જોવા, સાંભળવા અને સમજવાની શક્તિ આપી છે. આ શરીરની મદદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ છે અને તે જ શરીરની હત્યા કરવી ખૂબ જ મોટો અપરાધ છે.


વૈદિક ગ્રંથોમાં આત્મધાતી દુષ્ટ મનુષ્યો વિશે આ પ્રકારે કહેવામાં આવ્યું છે.


असूर्या नाम ते लोका अन्धेन तमसावृता।


तास्ते प्रेत्यानिभगच्छन्ति ये के चात्महनो जना:।।


અર્થાત્: આત્મઘાતી મનુષ્યના મૃત્યુ બાદ અજ્ઞાન અને અંધકારથી પરિપૂર્ણ, સૂર્ય પ્રકાશ હીન, અસૂર્ય નામના લોકને ગમન કહે છે.


આત્મા અધવચ્ચે જ લટકી જાય છે


ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આપઘાતને નિંદનીય અપરાધ માનવામાં આવે છે. ધર્મ અનુસાર અનેક યોનિ બાદ માનવ જીવન પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં મનુષ્ય જીવનને વ્યર્થ રીતે જવા દેવું તે મૂર્ખતા અને અપરાધ છે.


આપઘાત કરનાર વ્યક્તિની આત્મા આપણી વચ્ચે જ ભટકતી રહે છે. આ આત્માને સ્વર્ગ કે નર્ક કંઈ પ્રાપ્ત થતું નથી અને પુનર્જન્મ પણ મળતો નથી. આ પરિસ્થિતિમાં આત્મા અધવચ્ચે જ ભટકતી રહે છે. જ્યાં સુધી આ આત્માનું સમયચક્ર પૂર્ણ ના થાય ત્યાં સુધી તેને કોઈ ઠેકાણું મળતું નથી. આપઘાત કર્યા બાદ જીવન ખૂબ જ કષ્ટદાયી બની જાય છે.


જીવનચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે. જે રીતે ફળ પૂર્ણ રીતે પાકેલું ના હોય ત્યાં સુધી ખાવાલાયક બનતું નથી. ફળ પાકી જાય ત્યારબાદ તે વૃક્ષ બનવાની પ્રક્રિયામાં આગળ વધે છે. આ પ્રકારે આયુ પૂર્ણ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિ સારા જીવનની ગતિમાં આગળ વધે છે.


માનવજીવનના 7 ચરણ હોય છે. પ્રાકૃતિક પ્રક્રિયા અનુસાર એક ચરણ પૂર્ણ થયા બાદ જ બીજુ ચરણ શરૂ થાય છે. જે માટે એક સમય અને એક ક્રમ હોય છે. આ પરિસ્થિતિમાં જો કમોત આવે તો ક્રમમાં ગરબડ થવા લાગે છે.


જે વ્યક્તિઓનું મૃત્યુ પ્રાકૃતિક કારણોસર થાય છે તેમની આત્મા ભટકતી નથી. નિયમ અનુસાર તેમના જીવનના 7 ચરણ પૂર્ણ થઈ ગયા હોય છે. જે લોકોનું મૃત્યુ આપઘાતને કારણે થાય છે તેઓ જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. જેથી તેઓ અધવચ્ચે જ રહી જાય છે.


મર્યા બાદ બીજું શરીર ક્યારે મળે છે?


ઉપનિષદ અનુસાર મનુષ્ય હોય કે પ્રાણી, કેટલીક આત્માઓને તાત્કાલિક બીજુ શરીર મળી જાય છે. પુરાણો અનુસાર મર્યા બાદના ત્રણ દિવસમાં વ્યક્તિ બીજું શરીર ધારણ કરી લે છે, જેથી તે વ્યક્તિનું ત્રીજુ કરવામાં આવે છે.


કેટલીક આત્માઓ 10 દિવસ અને કેટલીક આત્માઓ 13 દિવસમાં બીજુ શરીર ધારણ કરી લે છે. આ કારણોસર તે વ્યક્તિનું દસમું અને તેરમું કરવામાં આવે છે. કેટલીક આત્માઓ સવા મહિને એટલે કે, 37 થી 40 દિવસમાં બીજુ શરીર ધારણ કરી લે છે.


ઘણા ઓછા લોકો હોય છે, જેમને 40 દિવસ બાદ પણ બીજું શરીર મળતું નથી. ઘટના, દુર્ઘટના અથવા આપઘાત કર્યો હોય તેવી વ્યક્તિઓને મુક્તિ જલ્દી મળતી નથી.


આ પ્રકારના લોકો પ્રેત અથવા પિતૃયોનિમાં પ્રવેશ કરે છે, જેથી એક વર્ષ બાદ તેમની વરસી મનાવવામાં આવે છે. જેથી ત્રણ વર્ષ બાદ તેમનું ગયામાં વિસર્જન કરવામાં આવે છે. જેથી જો તેઓ પ્રેત અથવા પિતૃયોનિમાં હોય તો હવે ગયામાં જ રહેવું જોઈએ, જ્યાંથી તે વ્યક્તિને મોક્ષ મળે છે.


ભૂત કોને કહેવામાં આવે છે:


જે વ્યક્તિનું કોઈ વર્તમાન ના હોય માત્ર ભૂતકાળ હોય તેને ભૂત કહેવામાં આવે છે. ભૂતકાળમાં જ જીવતી વ્યક્તિ ભૂત બની જાય છે. જીવન હંમેશા વર્તમાન હોય છે. જે લોકો વર્તમાનમાં રહે છે, તેમને મુક્તિ જલ્દી મળી જાય છે.


આત્માના ત્રણ સ્વરૂપ માનવામાં આવ્યા છે. જીવાત્મા, પ્રેતાત્મા અને સૂક્ષ્માત્મા. જે ભૌતિક શરીરમાં વાસ કરે છે તેને જીવાત્મા કહેવામાં આવે છે. જીવાત્મા જ્યારે વાસના અને કામનામય શરીરમાં નિવાસ કરે છે, ત્યારે તેને પ્રેતાત્મા કહે છે. આ આત્મા જ્યારે સૂક્ષ્મતમ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સૂક્ષ્માત્મા કહેવામાં આવે છે.


જ્યારે કોઈ સ્ત્રી મૃત્યુ પામે છે ત્યારે તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. પ્રસુતા, સ્ત્રી અથવા નવયુવતી મૃત્યુ પામે છે તો તે ચુડેલ બની જાય છે. જ્યારે કોઈ કુંવારી કન્યા મરે છે તો તેને દેવી કહે છે.


જે સ્ત્રી ખરાબ કર્મો કરે છે તેને ડાકણ કહે છે. આ તમામ આત્માની ઉત્પત્તિ પાપ, વ્યાભિચાર, અકાળ મૃત્યુ અથવા શ્રાદ્ધ ન કરવાથી થાય છે. જ્યારે કોઈ પુરુષ મૃત્યુ પામે છે તો તે ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, વેતાળ અથવા ક્ષેત્રપાળ બની જાય છે.


અતૃપ્ત આત્માઓ ભૂત બની જાય છે:જે વ્યક્તિ ભૂખી તરસી હોય, સંભોગસુખ ના માણ્યુ હોય, ક્રોધ, દ્વેષ, લોભ, વાસના તથા અન્ય ઈચ્છાઓ સાથે મરી હોય તો તે ભૂત બનીને ભટકે છે. જે વ્યક્તિ દુર્ઘટનાથી, હત્યાથી, આપઘાતથી મોતને ભેટી હોય તો તે ભૂત બનીને ભટકે છે. આ વ્યક્તિઓની આત્મા તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. જે વ્યક્તિઓ પોતાના સ્વજનો અને પિતૃનું શ્રાદ્ધ તથા તર્પણ કરતા નથી તેમને અતૃપ્ત આત્માઓ પરેશાન કરે છે.


અકાળ મૃત્યુ શું હોય છે?


અકાળનો અર્થ અસમય હોય છે. પ્રત્યેક વ્યક્તિની એક આયુ નક્કી કરવામાં આવી હોય છે. તે ઉંમર પહેલા જો વ્યક્તિની હત્યા, આપઘાત, દુર્ઘટના અથવા રોગને કારણે મૃત્યુ થાય તો તેને અકાળ મૃત્યુ કહે છે.


અકાળ મૃત્યુમાં સૌથી મોટું કારણ આપઘાત હોય છે. શાસ્ત્રોમાં આપઘાતને અપરાધ ગણવામાં આવ્યો છે. આપઘાત કરવો તે ઈશ્વરનું અપમાન છે. જે વ્યક્તિ આપઘાત કરે છે, તેણે પ્રેત બનીને અનિશ્ચિતકાળ સુધી ભટકવું પડે છે. આ દરમિયાન તેને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. પીડા અને પસ્તાવો કરવો તે પ્રેતનું જીવન બની જાય છે.


પં.શ્રીરામ શર્મા આચાર્ય જણાવે છે કે, મર્યા બાદ નવો જન્મ મળે તે પહેલા તેણે થોડા સમય સુધી સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે છે. જે જીવ અશાંત હોય છે તેમણે પ્રેત બનીને રહેવું પડે છે.


પંડિતજી જણાવે છે કે, મરણોપરાંતનો થાક દૂર કરવા ઉપરાંત સંચિત સંસ્કારોને અનુરૂપ તેમને ધારણ કરવા માટે ઉપયુક્ત વાતાવરણની શોધમાં ભટકવું પડે છે અને તેની રાહ જોવી પડે છે.


તે સમયે પણ સૂક્ષ્મ શરીરમાં રહીને જીવન વ્યતિત કરવું પડે છે. આ પ્રકારની આત્માઓ પોતાના મિત્રો, દુશ્મનો, પરિવારજનો તથા પરિચિતોની મધ્યમાં જ પોતાનું અસ્તિત્વ હોવાના સંકેત આપે છે. આપઘાત કરનાર વ્યક્તિ ખૂબ જ કંટાળીને આપઘાત કરે છે તો તેની ઈચ્છા અધૂરી રહી ગઈ છે અથવા તેણે તણાવમાં આવીને આ પગલું ભર્યું હોય છે. આ પ્રકારની આત્માને જલ્દી મુક્તિ મળતી નથી. મૃત્યુ બાદ નવું શરીર મળે અથવા મોક્ષ મળે તો તેને મુક્તિ મળી ગઈ છે તેવું કહેવામાં આવે છે.


આ પણ વાંચો: હાથ પર આવું નિશાન માનવામાં આવે છે ખૂબ જ શુભ, પૈસાની નથી હોતી કમી

સંતોને પણ મોક્ષ મળતો નથી તો સામાન્ય વ્યક્તિને મોક્ષ મળવો તે તો બહુ મોટી વાત છે. પરેશાન અથવા અતૃપ્ત આત્માને મુક્તિ મળતી નથી અને તે ભૂત, પ્રેત અથવા પિશાચનું યોનિ ધારણ કરીને ભટકતી રહે છે. જ્યાં સુધી તે શરીરની નિર્ધારિત ઉંમર પૂર્ણ ના થાય ત્યાં સુધી મૃત વ્યક્તિની આત્મા ભટકતી રહે છે. શ્રાદ્ધ, તર્પણ તથા અન્ય ધાર્મિક કાર્યોથી મુક્તિ નથી મળતી.


આપઘાત બાદ નવું જીવન મળે છે


હિન્દુ ધર્મ અનુસાર આપઘાત કર્યા બાદ વ્યક્તિને બીજો જન્મ મળી શકે છે. તે વ્યક્તિએ સારા કર્મ કર્યા હોય અને તેની કોઈ ઈચ્છા અધુરી ના હોય તો જ તેને જલ્દી બીજો જન્મ મળી શકે છે. આ પ્રકારનું શાંત ચિત્ત વ્યક્તિ પણ પોતાના જીવનની યાત્રા પર નીકળી શકે છે.


તેણે પોતાના શરીરની ઉંમરનો સમય સૂક્ષાત્મા રૂપે રહીને જ ભોગવવો પડે છે. આ વ્યક્તિને મોક્ષ મળતો નથી. જન્મ અને મરણથી મુક્ત થઈને પોતાના આનંદસ્વરૂપમાં સ્થિત થવું તેને મોક્ષ ગણવામાં આવે છે. આપઘાત કરવાથી સાબિત થાય છે કે, તમે માનસિકરૂપે અપરિપક્વ હતા.


આ પણ વાંચો: 2 જુલાઇએ બુધનું મિથુનમાં ગોચર , 5 રાશિઓને કરિઅરમાં મળશે અપાર સફળતા

આપઘાતના પરિણામોથી મુક્તિના ઉપાય


ગરુડ પુરાણમાં આપઘાતના કારણોથી મૃત આત્માની શાંતિ માટેના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં મૃત આત્માની મુક્તિ માટે તર્પણ કરવાનું, સત્કર્મ કરવાનું (દાન, પુણ્ય અને ગીતા પાઠ), પિંડદાન કરવાનું, મૃત આત્માની અધૂરી ઈચ્છાની પૂર્ણ કરવાનું જણાવવામાં આવ્યું છે.


આ કાર્ય ત્રણ વર્ષ સુધી થવા જોઈએ તો જ મૃત વ્યક્તિની આત્માને મુક્તિ મળે છે. તર્પણ કરવાથી, ધૂપ કરવાથી મૃત આત્માને શાંતિ મળે છે. તૃપ્ત અને સંતુષ્ટ આત્માઓ જ અન્ય શરીર ધારણ કરી શકે છે.

Published by:Kaushal Pancholi
First published:

Tags: Astrology, Dharam

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन