Home /News /dharm-bhakti /

Laughing Buddha: ગંભીર આર્થિક સમસ્યાઓથી બચવા માટે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાખો લાફિંગ બુદ્ધા

Laughing Buddha: ગંભીર આર્થિક સમસ્યાઓથી બચવા માટે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાખો લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધાને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Laughing Buddha Significance: લાફિંગ બુદ્ધાને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભેટ તરીકે લાફિંગ બુદ્ધાનું મળવું શુભ સંકેત માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને વાસ્તુ અનુસાર ઘરે અથવા કાર્યસ્થળ પર રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

વધુ જુઓ ...
  Laughing Buddha Significance: આમ તો લાફિંગ બુદ્ધા (Laughing Buddha) ચીની સભ્યતાના ફેંગશુઈ (Feng Shui) માંથી આવ્યું છે, પરંતુ ભારતમાં પણ વાસ્તુ શાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને બહુ ખાસ માનવામાં આવે છે. આપણા દેશમાં વાસ્તુ શાત્ર (Vastu Shastra) અનુસાર લાફિંગ બુદ્ધાને સુખ-સમૃદ્ધિ અને સંપન્નતાની નિશાની માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં સાચી દિશા, વાસ્તુ (Home Vatsu Tips) અનુસાર જો લાફિંગ બુદ્ધા રાખવામાં આવે તો ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ક્યારેય નથી આવતી. ઘણાં લોકો લાફિંગ બુદ્ધાને પોતાના વર્કપ્લેસ પર અને કાર્યાલયમાં રાખે છે.

  વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક એવી જગ્યા પણ છે જ્યાં લાફિંગ બુદ્ધા ન રાખવું જોઈએ. જેના વિશે ઇન્દોરના જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણ કાન્ત શર્માએ જણાવ્યું. તેમના અનુસાર લાફિંગ બુદ્ધા ઘરમાં કઈ જગ્યાએ અને કઈ રીતે રાખવો જોઈએ, આવો જાણીએ.

  આ પણ વાંચો: સુખ-સમૃદ્ધિનો કારક હોય છે બૃહસ્પતિ ગ્રહ, આ ઉપાયોથી તેને કરી શકાય છે મજબૂત

  ઘરમાં ક્યાં રાખી શકાય લાફિંગ બુદ્ધા

  વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે લાફિંગ બુદ્ધાને ઘરના મુખ્ય દ્વારની બિલકુલ સામે જમીનથી ઓછામાં ઓછા 30 ઇંચ અને વધુમાં વધુ 32.5 ઇંચની ઊંચાઈ પર રાખી શકાય છે. મુખ્ય દરવાજાની સામે લાફિંગ બુદ્ધાને રાખવાનું કારણ એ છે કે જ્યારે કોઈ તમારા ઘરે આવે તો મુખ્ય દરવાજો ખુલવા પર તેને સૌથી પહેલા લાફિંગ બુદ્ધા જ દેખાય.

  તેનાથી એ વ્યક્તિ સાથે આવેલી નકારાત્મક ઊર્જા મુખ્ય દ્વાર પર જ ખતમ થઈ જશે અને તમારા ઘરની અંદર પ્રવેશ નહીં કરી શકે. જો તમારા ઘરમાં મુખ્ય દરવાજાની સામે જગ્યા નથી તો તમે તેને પૂર્વ દિશા, જ્યાંથી સૂર્ય દેવતાનો ઉદય થાય છે ત્યાં પણ રાખી શકાય છે.

  આ પણ વાંચો: આર્થિક તંગી દૂર કરવા માટે અપનાવો તુલસીના આ ઉપાય

  ઘરમાં કઈ જગ્યાએ ન રાખવો જોઈએ લાફિંગ બુદ્ધા

  લાફિંગ બુદ્ધા સૌભાગ્યનું પ્રતીક હોય છે. તેથી ઘરના કેટલાક સ્થાનો કિચન, ડાઈનિંગ એરિયા, બેડરૂમ કે ટોયલેટ- બાથરૂમ આસપાસ ક્યારેય પણ લાફિંગ બુદ્ધા ન રાખવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરનું વાસ્તુ બગડી શકે છે. વાસ્તુ દોષ થવાને લીધે તમને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય પણ સીધી નીચે જમીન પર પણ ન રાખવી જોઈએ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharm Bhakti, Vastu, Vastu dosh, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ

  આગામી સમાચાર