Home /News /dharm-bhakti /

કુંડળીમાં મંગળ દોષ હોય તે લોકો અચૂક કરે આ કામ

કુંડળીમાં મંગળ દોષ હોય તે લોકો અચૂક કરે આ કામ

મંગળ દોષના કારણે લગ્નમાં આવી રહી છે બાધા, તો અચૂક કરો આ ઉપાય

મંગળ દોષના કારણે લગ્નમાં આવી રહી છે બાધા, તો અચૂક કરો આ ઉપાય

  સારો અને ખરાબ સમય એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. ગ્રહ-નક્ષત્રોના શુભ-અશુભ પ્રભાવનો મનુષ્ય પર વ્યાપક પ્રભાવ પડે છે. પરંતુ અંધકારમાં જ અજવાળાની આશા રહેલી છે. ઘણાં લોકોની કંડળીમાં મંગળ દોષ હોય છે, જેના કારણે લગ્નમાં ઘણી અડચણો આવે છે. ગ્રહોના શુભ-અશુભ પ્રભાવ અને ઉપાય પર લખાયેલી 'લાલ કિતાબ' માં 2 પ્રકારના મંગળદોષ જણાવેલ છે. એક સારો મંગળદોષ અને બીજો ખરાબ મંગળદોષ. તે માટે માન્યતા છે કે 28 વર્ષની ઉંમર પછી મંગળદોષનો પ્રભાવ આપોઆપ પૂરો થઈ જાય છે. એ પણ માન્યતા છે કે છોકરીની કુંડળીમાં મંગળદોષ હોય તો તેને લગ્ન એ જ છોકરા સાથે કરવા જોઈએ જેની કુંળળીમાં મંગળદોષ હોય. પરંતુ જો છોકરીની કુંડળીમાં શનિ મંગળ કરતા વધુ ભારે હોય તો મંગળદોષ આપોઆપ પૂરો થઈ જાય છે. આવો જાણીએ 'લાલ કિતાબ' માં જણાવેલા કેટલાક ઉપાયો જે મંગળ દોષના પ્રભાવને ઓછો કરી શકે છે.

  'લાલ કિતાબ' અનુસાર મંગળ દોષનો વધુ પ્રભાવ લોહી અને આંખો પર પડે છે. આ દોષ ખતમ કરવા માટે ઓછામાં ઓછા 43 દિવસ સુધી આંખોમાં સફેદ સુરમા લગાવો. મંગળવાર અને શનિવારે ખાસ લગાવો. પેટ સાફ આવે તેનું ધ્યાન રાખો જેથી લોહી સાફ રહે.

  'લાલ કિતાબ' અનુસાર મંગળનો પ્રભાવ ભાઈ સાથે જોડાયેલો હોય છે. એવામાં કોશિશ કરો કે ભાઈ સાથે સંબંધ ઠીક રાખો અને પ્રેમ જાળવી રાખો. ભાઈ સાથે મનમોટાવનું કારણ છે મંગળ દોષના કારણે હેરાન થવું.

  મંગળ ગ્રહનો દક્ષિણ દિશા સાથે ગાઢ સંબંધ હોય છે. તેથી તેને શાંત કરવા માટે દક્ષિણ દિશામાં લીમડાનું વૃક્ષ વાવો. જો આમ ન થઈ શકે એવું હોય તો મંગળવારે લીમડાના વૃક્ષને જળ અર્પિત કરવાથઈ સમસ્યાનું સમાધાન કરી શકો છો.

  આ પ્રભીવ ઓછો કરવા દરરોજ હનુમાન ચાલીસા કરો. મંગળવાર અને શનિવારે મંદિર જઈ દીવો પ્રગટાવો.
  Published by:Bansari Shah
  First published:

  Tags: Life style, Marriage tips, Relationship

  આગામી સમાચાર