માનસો! લંકાદહન હનુમાનજીને કારણે નહી મા પાર્વતીના કારણે થયું હતું

News18 Gujarati
Updated: November 1, 2019, 10:52 PM IST
માનસો! લંકાદહન હનુમાનજીને કારણે નહી મા પાર્વતીના કારણે થયું હતું
પ્રતિકાત્મક તસવીર

આપને કોઈ પૂછે કે લંકા દહન કોણે કહ્યું હતું તો આપ, અચૂક હનુમાનજીનું જ નામ દેશો, પણ...

  • Share this:
નિરવ મહેતા, અમદાવાદ: આપને કોઈ પૂછે કે લંકા દહન કોણે કહ્યું હતું તો આપ, અચૂક હનુમાનજીનું જ નામ દેશો, પણ હું જો એમ કહું કે લંકાદહન હનુમાનજીને કારણે નહીં પણ મા પાર્વતિજીના કરણે થયું હતું તો. જીહાં આપણા ધર્મગ્રંથોમાં એકજ પ્રસંગને લઈને અનેક વિધ કથાઓ જોવા મળે છે, અને આવીજ એક કથા પ્રાપ્ત થાય છે લંકા દહનને લઈને.

કથા અનુસાર, જ્યારે ત્રેતાયુગમાં શ્રી હરિ વિષ્ણુએ શ્રીરામનો અવતાર ધારણ કર્યો, તો તેમની મદદ કરવા મહાદેવે પણ હનુમાનજીના રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો નિર્ણય લિધો. આ સમયે મા પાર્વતી શિવજી વિના કઈ રીતે રહેશે તે વિચારી ઉદાસ થઈ ગયા, તેમણે પણ શિવજી સંગ પૃથ્વી પર જન્મ ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ મહાદેવે તેમને સમજાવ્યા કે, ''હે ઉમા હું મા અંજનીના બાળબ્રહ્મચારી પુત્રના રૂપે જન્મ લેવાનો છું, અને આથી તે રૂપમાં આપણું મિલન નઈ થઈ શકે.

ત્યારે મા પાર્વતીએ મહાદેવને કહ્યું કે, 'હે નાથ હું આપની પૂંછના રૂપે આપની સાથે રહિશ. આ રીતે મારુતિમાં શિવ અને શક્તિ બન્નેયનો અંશ હશે, જેના થકી તે પરમ શક્તિશાળી કહેવાશે. ભગવાન શિવશંકરે પાર્વતીજીની આ વાતને માન્ય રાખી.

આપણા શાસ્ત્રોમાં પણ એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે, કે હનુમાનજીની પૂંછને મા જગદંબાના આશિષ હતાં. તેને કોઈ પણ અસ્ત્ર થકી હાની ન થતી, ન માત્ર આટલું પણ તેજ પૂંછની મદદથી જ હનુમાનજીએ લંકાદહન જેવા અવિસ્મરણીય કાર્યને પૂર્ણ કર્યું હતું.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading