Home /News /dharm-bhakti /Lal Kitab Upay: શું તમારે સરકારી નોકરી મેળવવી છે? લાલ કિતાબના ઉપાયથી શુભ પરિણામ મળી શકે છે
Lal Kitab Upay: શું તમારે સરકારી નોકરી મેળવવી છે? લાલ કિતાબના ઉપાયથી શુભ પરિણામ મળી શકે છે
લાલ કિતાબ ઉપાય
Astrological Remedies For Government Job: પ્રયત્નો કરવા છતાં પણ ઘણી વાર ક્યારેક લેખિત પરીક્ષામાં (Written examination) તો ક્યારેક ઈન્ટરવ્યૂ (Interview) દરમિયાન અસફળતા મળી હશે
શું તમે પણ સરકારી નોકરી (Government jobs) મેળવવાનું એક સપનું જોયું છે? સરકારી નોકરી મેળવવા માટે તમે ખૂબ જ પ્રયત્ન કર્યા હશે. આ પ્રયત્નો કરવા છતાં પણ ઘણી વાર ક્યારેક લેખિત પરીક્ષામાં (Written examination) તો ક્યારેક ઈન્ટરવ્યૂ (Interview) દરમિયાન અસફળતા મળી હશે. આ પરિસ્થિતિમાં લાલ કિતાબમાં (Lal kitab) જણાવેલ આ ચાર ઉપાય કરવાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારી નોકરી મેળવવાની મનોકામના પણ પૂર્ણ થશે.
પ્રથમ ઉપાય લાલ કિતાબ અનુસાર ઘરમાં એક ગણેજીની મૂર્તિ અથવા ફોટો લગાવવો જોઈએ. ગણેશજીની મૂર્તિ અથવા ફોટો જમણી સુંઢના હોવા જોઈએ. દર ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની વિધિ અનુસાર પૂજા અર્ચના કરો તથા લવિંગ અને સોપારી અર્પણ કરો. માન્યતા અનુસાર સિદ્ધિવિનાયકનો આ ઉપાય કરવાથી તમે ધારેલા તમામ કાર્ય પૂર્ણ થઈ જશે.
બીજો ઉપાય મનપસંદ નોકરી મેળવવા અને કરિઅરમાં આગળ વધવા માટે દર સોમવારે ભોળેનાથના મંદિરે જઈને કાચુ દૂધ તથા સાબુત ચોખા અર્પણ કરો. આ ઉપાયને ફળદાયી અને લાભદાયી માનવામાં આવે છે. માન્યતા અનુસાર ભોળેનાથના પ્રિય નંદીના કાનમાં પોતાની વાત કહેવાથી ભોળેનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
તૃતીય ઉપાય લાલ કિતાબ અનુસાર સંકટમોચન હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી નોકરી મેળવવાના રસ્તામાં જે પણ સમસ્યા આવે છે તે તમામ સમસ્યા દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને શિંદૂર અર્પણ કરો. દર મંગળવારે ઉઘાડા પગે હનુમાન મંદિર જવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ પ્રકારે 40 મંગળવાર સુધી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
ચોથો ઉપાય સરકારી નોકરી મેળવવા ઈચ્છતા લોકોએ જે દિવસે ઈન્ટરવ્યૂ હોય તે દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. ત્યારબાદ નહાવાના પાણીમાં થોડી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાનને 11 અગરબત્તી કરો અને સફળતા મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરો. ઉપરાંત 108 વાર 'ॐ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी' મંત્રનો જાપ કરો. તથા ઈન્ટરવ્યૂ માટે જતા પહેલા ઘરેથી દહી અને ખાંડ ખાઈને નીકળો. આ પ્રકારે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાંથી નીકળતા સમયે પહેલા જમણો પગ બહાર મૂકવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર