લાલ કિતાબ ઉપાય: કુંડળીમાં શુક્ર બનશે મજબૂત અને માં લક્ષ્મીની પ્રાપ્ત થશે કૃપા
લાલ કિતાબ ઉપાય: કુંડળીમાં શુક્ર બનશે મજબૂત અને માં લક્ષ્મીની પ્રાપ્ત થશે કૃપા
લાલ કિતાબનાં આ ઉપાય બનાવશે ધનવાન
કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ તમામ કામમાં યશ, કીર્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આ કારણોસર શુક્રવારે દહીં, સાકર, સફેદ વસ્ત્ર, શણગારની વસ્તુઓ, ચોખા અને ખાંડ તથા અન્ય વસ્તુઓનું દાન કરો.
શુક્રવાર ઉપાય: દરેક વ્યક્તિ માં લક્ષ્મીની કૃપા (Laxmi Krupa) મેળવીને ધનવાન બનવા ઈચ્છે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા વરસે છે, તેના જીવનમાં ધનની કમી ક્યારેય થતી નથી અને પરિવારમાં સુખ તથા સમૃદ્ધિ રહે છે તથા બીજી તરફ જાતકની કુંડળીમાં શુક્ર ગ્રહ (Venus strengthen) મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં તમામ એશ આરામ મળે છે. લાલ કિતાબ અનુસાર, કયા ઉપાય કરવાથી શુક્ર ગ્રહ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. લાલ કિતાબની મદદથી જીવનની અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. લાલ કિતાબના ઉપાયથી શિક્ષા, કરિઅર, કાર્યક્ષેત્ર તથા ધન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. તો આવો જાણીઓ ધન પ્રાપ્તિ માટે કયા ઉપાય કરવા જોઈએ.
લાલ કિતાબ (Lal Kitab)ના શુક્રવારના ઉપાય
કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રબળ કરવા માટે શુક્રવારે સ્નાન કરીને સફેદ કપડા પહેરો. ત્યાર બાદ ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:" મંત્રનો 5, 11 અથવા 21 વાર જાપ કરો.
જે જાતકોનો શુક્ર ગ્રહ નબળો હોય છે, તેમને હીરા ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. હીરા પહેરવાનું સંભવ ન હોય તો જ્યોતિષની સલાહથી તુરમલી, કુરંગી અથવા દતલ રત્ન પણ ધારણ કરી શકો છો.
ખુદની સ્વચ્છતાની સાથે સાથે આસપાસની પણ સાફસફાઈ રાખવાથી શુક્ર ગ્રહની શુભતામાં વૃદ્ધિ થાય છે.
નોધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ 18 આ અંગે પુષ્ટી કરતું નથી. જેથી તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર