Home /News /dharm-bhakti /Lal Kitab Upay: શનિનાં દુષ્પ્રભાવને ઓછુ કરવાં લાલ કિતાબનો આ ઉપાય, આપ પણ અજમાવો

Lal Kitab Upay: શનિનાં દુષ્પ્રભાવને ઓછુ કરવાં લાલ કિતાબનો આ ઉપાય, આપ પણ અજમાવો

લાલ કિતાબનાં ઉપાય

Lal Kitab Upay For Shani: લાલ કિતાબમાં શનિનાં પાપ ગ્રહનાં રાજા કહેવાય છે. શુભ યોગ પર શનિ વ્યક્તિને માલામાલ કરી દે છે તો અશુભ યોગ થવા પર આ વ્યક્તિને બરબાદ કરી શકે છે.

Lal Kitab Upay For Shani: લાલ કિતાબમાં શનિનાં પાપ ગ્રહોનો રાજા કહેવાય છે. દશમ અને એકાદશ શનિનો ભાવ છે. અને મકર અને કુંભ બે રાશિયોનો સ્વામિત્વ પ્રાપ્ત છે. શુભ યોગ પર શનિ વ્યક્તિને માલામાલ કરી દે છે. તે અશુભ યોગ થવા પર આ વ્યક્તિને બરબાદ કરી દે છે. શનિ અશુભ છે તો વિવાદોને કારણે રાજા પણ રંક થઇ જાય છે તો ઘર પણ જતુ રહે છે.  કેટલાક લોકોને જુગાર કે સટ્ટાબાજીની લત લાગી જાય છે અને તેઓ ગરીબ બની જાય છે. આટલું જ નહીં, શનિના પ્રકોપના કારણે વ્યક્તિને કાયદાકીય કે અપરાધિક કેસમાં જેલ પણ થઈ શકે છે.

લાલ કિતાબમાં શનિ સાથે જોડાયેલાં કેટલાંક ટોટકા


  • શનિની ખરાબ દ્રષ્ટિથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનું પાઠ કરવું જોઇએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શનિ શાંત થાય છે. શનિ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે, તલ, અડદ, લોખંડ, ભેંસ, તેલ, કાળા કપડાં, કાળી ગાય અને જુતાનું દાન કરવું ફાયદાકારક છે.

    આ પણ વાંચો-Pitru Paksha: રાશિ અનુસાર પિતૃ પક્ષમાં કરો દાન, આખુ વર્ષ રહેશે નોકરી-ધંઘામાં બરકત

  • જેમની કુંડળીમાં શનિ કમજોર હોય તેમણે માથે દહીંનું તિલક કરવું જોઇએ. કાળા કુતરાને રોટલી ખવળાવવી કે તેને પાળવું તેમનાં માટે ફાયદાકારક છે.

  • આ સિવાય માછલીમાં અનાજ કે ચોખા નાખવાથી ફાયદો થાય છે. લાલ કિતાબ અનુસાર વહેતા પાણીમાં ચોખા અથવા બદામ નાખવાથી ફાયદો થાય છે. શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે દારૂ, માંસ અને ઈંડાનો સખત ત્યાગ કરો.

    આ  પણ વાંચો-  Shukra Gochar 2022 : સિંહ રાશિમાં વિરાજમાન શુક્ર અને સૂર્ય, 5 રાશિઓનાં જીવનમાં વધારશે સંકટ

  • કાગડાને રોજ રોટલી ખવડાવો. શનિવારે એક વાસણમાં સરસવનું તેલ લો અને તમારો ચહેરો જુઓ.હવે શનિદેવ પાસે તમારા પાપોની માફી માંગવા માટે આ તેલને શનિ મંદિરમાં રાખો. આ ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. NEWS 18 Gujarati આની પુષ્ટિ કરતું નથી.)

First published:

Tags: Astrology tips, Lal Kitab, Lal kitab upay

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો