Home /News /dharm-bhakti /Lal Kitab: કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે અજમાવો લાલ કિતાબના આ ઉપાયો
Lal Kitab: કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે અજમાવો લાલ કિતાબના આ ઉપાયો
લાલ કિતાબનાં ઉપાય
Lal Kitab Remedies: લાલ કિતાબમાં અનેક લોકોને શ્રદ્ધા છે. લોકો કુંડળીમાં રહેલા ગ્રહ દોષનું નિવારણ લાવી શકે તે માટે આ પુસ્તકમાં ખૂબ સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં કુટુંબ, આર્થિક, આરોગ્ય, કાર્યક્ષેત્ર, વ્યવસાય, લગ્ન, પ્રેમ અને શિક્ષણ ક્ષેત્રે સમસ્યાઓ માટે ઉપાયો છે.
Lal Kitab Remedies: લાલ કિતાબમાં અનેક લોકોને શ્રદ્ધા છે. લોકો કુંડળીમાં રહેલા ગ્રહ દોષનું નિવારણ લાવી શકે તે માટે આ પુસ્તકમાં ખૂબ સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આજના સમયે પણ અનેક લોકો લાલ કિતાબ મુજબ ઉપાય કરે છે. નોકરી-ધંધે મહેનત કર્યા છતાં પણ તકલીફો આવતી હોય તેવા કિસ્સામાં લાલ કિતાબના ટોટકા રાહતરૂપ સાબિત થઈ શકે છે. એકંદરે લાલ કિતાબમાં બધી જ સમસ્યા માટે કોઈને કોઈ ઉપાય જોવા મળે છે.
આ પુસ્તકમાં કુટુંબ, આર્થિક, આરોગ્ય, કાર્યક્ષેત્ર, વ્યવસાય, લગ્ન, પ્રેમ અને શિક્ષણ ક્ષેત્રે સમસ્યાઓ માટે ઉપાયો છે. ત્યારે તમે પણ કોઈ પ્રકારની આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ ઉપાયો અમલમાં મૂકી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપાયો તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે. અહીં બિઝનેસ અને કરિયરમાં પ્રગતિ માટે ફાયદાકારક ઉપાયો આપવામાં આવ્યા છે.
નારિયળ, નાડાછડી અને લાલ કપડાંનો ઉપાય
બિઝનેસમાં સમસ્યા આવતી હોય તો લાલ કિતાબનો આ ઉપાય કારગર સાબિત થશે. ચોટલીવાળું નાળિયેર લો અને તેને લાલ કપડામાં નાડાછડીથી બાંધી દો. જે બાદ નારિયેળને એક ખૂણામાં થોડી ઊંચાઈ પર રાખો અને 43 દિવસ પછી તેને નદીમાં પધરાવી દો. પણ યાદ રાખો કે, પધરાવ્યા બાદ પાછું વળીને જોશો નહીં.
પૈસાનો વેડફાટ અટકાવવા આટલું કરો
પૈસાનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હોય અથવા તમારા પૈસા રોકાઈ ગયા હોય તેવા કિસ્સામાં રાત્રે સૂતી વખતે માથા પાસે તાંબાના વાસણમાં લાલ ચંદન મિશ્ર કરેલું પાણી રાખો. બીજા દિવસે સવારે તુલસીના છોડને પાણી ચઢાવો. લાલ કિતાબના આ ઉપાયથી ઘરમાં ધન રોકાય શકે છે.
બિઝનેસમાં સફળતા ન મળતી હોય તેવા કિસ્સામાં લાલ કિતાબ મુજબ શુક્રવારે રાત્રે 7 કોડીની પૂજા કરો અને તેને લાલ કપડામાં બાંધીને પૈસા રાખવાની જગ્યાએ મૂકી રાખો. આ ઉપાય કરવાથી ધન આવવાનો માર્ગ ખુલી જશે. તેમજ આ ઉપાય કરવાથી બિઝનેસમાં પણ પ્રગતિ થઇ શકે છે.