Home /News /dharm-bhakti /Lakshmi Jayanti 2023: આજના દિવસે પ્રકટ થયા હતા માતા લક્ષ્મી, જાણો પૂજાનું શુભ મહુર્ત અને મહત્વ
Lakshmi Jayanti 2023: આજના દિવસે પ્રકટ થયા હતા માતા લક્ષ્મી, જાણો પૂજાનું શુભ મહુર્ત અને મહત્વ
લક્ષ્મી જયંતિ 2023
Lakshmi Jayanti 2023: દેવી લક્ષ્મીની જન્મજયંતિ લક્ષ્મી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો જન્મ ફાગણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી જયંતિ મહત્વપૂર્ણ દિવસ છે.
ધર્મ ડેસ્ક: માતા લક્ષ્મી(Maa Lakshmi) સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાય છે અને દેવી લક્ષ્મીની જન્મજયંતિ લક્ષ્મી જયંતિ(Lakshmi Jayanti 2023) તરીકે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો જન્મ ફાગણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન થયો હતો.
દ્રિક પંચાંગ(Drik Panchang) મુજબ, ફાગણ પૂર્ણિમા મોટે ભાગે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે સંબંધ ધરાવે છે. જેથી ઉત્તરા ફાલ્ગુનીનો દિવસ લક્ષ્મી જયંતિ સાથે પણ જોડાયેલો છે. સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી જયંતિ મહત્વપૂર્ણ દિવસ છે.
દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે લક્ષ્મી જયંતિ 7 માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે ફાગણ પૂર્ણિમા તિથિ 6 માર્ચે સાંજે 4:17 વાગ્યે શરૂ થશે અને 7 માર્ચે સાંજે 6:09 વાગ્યે સમાપ્ત થશે.
લક્ષ્મી જયંતિના દિવસે ભક્તો લક્ષ્મી હોમ કરે છે. દ્રિક પંચાંગ મુજબ, લક્ષ્મી હોમ દરમિયાન દેવી લક્ષ્મી સહસ્ત્રનામાવલી એટલે કે દેવી લક્ષ્મી અને શ્રી સુક્તમના 1000 નામનો પાઠ કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આહુતિ માટે મધમાં ડૂબેલા કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.