Home /News /dharm-bhakti /Shardiya Navratri 2022: મા કૂષ્માંડાની પૂજા વિધિ, પ્રિય ભોગ, મંત્ર અને મહત્વ જાણો નવરાત્રીનાં ચોથા દિવસની મહત્વપૂર્ણ વાતો

Shardiya Navratri 2022: મા કૂષ્માંડાની પૂજા વિધિ, પ્રિય ભોગ, મંત્ર અને મહત્વ જાણો નવરાત્રીનાં ચોથા દિવસની મહત્વપૂર્ણ વાતો

નવરાત્રી 2022

4th Day Of Navratri Maa Kushmanda Puja: આજે શાદીય નવરાત્રીનો ચોથો દિવસ, આ દિવસે મા દુર્ગાનાં ચોથા સ્વરૂપ મા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. જાણો કૂષ્માંડા દેવીની પૂજા વિધિ, પ્રિય ભોગ, રંગ અને પૂજન મંત્ર અંગે

  Navratri Culture:આજે શારદીય નવરાત્રી ચોથા દિવસ છે. આ દિવસમાં દુ્ગાનાં ચોથા સ્વરૂપની પૂજા કરવામા આવે છે. કૂષ્માંડાની પૂજા કરવાથી તેમનાં ભક્તોનાં દુખ દૂર થાય છે. તેમને તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે, મા કૂષ્માંડામાં સમસ્ત સૃષ્ટિનાં સર્જનની શક્તિ છે. સંસ્કૃતમાં કૂષ્માંડાનો અર્થ કોળુ થાય છે. જેમાં બહુ બધા બીજ હોય છે. જેનાંથી નવ જીવનનું સર્જન થાય છે. એવો જ મા કૂષ્માંડાનો મહિમા છે. તેમની પૂજા કરવાથી અને કોળાની બલી દેવામાં આવે છે. કાશીનાં જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ જણાવે છે કે, મા કૂષ્માંડાની પૂજા વિધિ, પ્રિય ભોગ, રંગ અને પૂજન મંત્ર વિશે.

  મા કૂષમાંડા પૂજા મંત્ર
  सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।
  दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

  મા કૂષ્માંડા બીજ મંત્ર
  ऐं ह्री देव्यै नम:

  મા કૂષ્માંડાને પ્રિય ભોગ
  મા કૂષ્માંડાને પૂજા સમયે હલવો કે દહીનો ભોગ ચઢાવવો ઉત્તમ છે. તે માતાને અતિ પ્રિય છે. પૂજા સમયે મા કૂષ્માંડાને જો સફેદ કોળાની બલી આપવામાં આવે તો તે પ્રસન્ન થઇ જાય છે. એવી ધાર્મિક માન્યતા છે.

  મા કૂષ્માંડાને પ્રિય ફૂલ અને રંગ
  મા કૂષ્માંડાને લાલ રંગ પ્રિય છે. આ પૂજામાં તેમને લાલ રંગનાં ફૂલ જેમ ગલગોટા, લાલ ગુલાબ અર્પિત કરી શકે છે. અને દેવીમાં પ્રસન્ન થાય છે.

  મા કૂષ્માંડાની પૂજાનું મહત્વ
  1. માં કૂષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિનાં જીવન પરનાં તમામ સંકટથી મુક્તિ મળે છે
  2. જો આપને કોઇ રોગ કે દોષ હોય છે તો આપને મા કૂષ્માંડાની પૂજા કરવી જોઇએ
  3. જે વ્યક્તિનાં સંસારમાં પ્રસિદ્ધિની ઇચ્છા હોય છે તેમને કૂષ્માંડાની પૂજા કરવી જોઇએ. દેવીની કૃપાથી તેનાં સંસારમાં યશની પ્રાપ્તિ થાય છે.
  4. મા કૂષ્માંડામાં સર્જનની અપાર શક્તિ છે. તેથી તે જીવન પ્રદાન કરનારી માતા છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે.

  મા કૂષ્માંડાની પૂજા વિધિ
  આજે પ્રાત: સ્નાન કર્યા બાદ આપ મા કૂષ્માંડાનું ધ્યાન કરો. પછી તેને કંગાજલથી અભિષેક કરો. તેમની પશ્ચાત મા કૂષ્માંડાને લાલ વસ્ત્ર, લાલ રંગનાં ફૂલ, અક્ષત, સિંદૂર, પંચમેવા, નૈવેદ્ય, શ્રૃંગાર, સામગ્રી આદી અર્પિત કરો. આ દરમિયાન તેમને મંત્રનાં ઉચ્ચારણ કરે છે.

  પછી મા કૂષ્માંડાને દહી અથવા હલવાનો ભોગ ધરાવો, સફેદ કોળુ હોય તો તે માતા રાનીની અર્પિત કરો. પછી દુર્ગા ચાલીસાનો પાઠ કરો અન અંતમાં ઘીનાં દીપ કે કપૂરથી માં કૂષ્માંડાની આરતી કરો.

  આરતી બાદ તેનાં દીપકનાં સંપૂર્ણ ઘરમાં દેકાય છે. તેનાંથી નકારાત્મકતા દૂર થસે. હવે મા કૂષ્માંડાથી તેમનાં પરિવારને સુખ-સમૃદ્ધિ અને સંકટોની રક્ષાનાં આશીર્વાદ લો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन