અમદાવાદ : શનિવારના તારીખ 20 ફેબ્રુઆરી રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી ગોપાળાનંદ સ્વામીની 240ની પ્રાગટ્ય જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજન અર્ચન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે શ્રી ગોપાળાનંદ સ્વામીને નીમ્યા હતા. બંને દેશના આચાર્ય અને સંતોને પણ એમની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું. આ શ્રી ગોપાળાનંદ સ્વામીએ 22 વર્ષ સુધી અને ત્યાર પછી સ્વામીનારાયણ ભગવાન અંતર્ધાન થયા એ પછી પણ ૨૨ વર્ષ સત્સંગને સાચવ્યો છે.
આ પણ વાંચો -
કુમકુમ મંદિર દ્રારા શિક્ષાપત્રીની ૧૯પમી જયંતીની ઉજવણી, 12 x 18 ઈંચની વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું
આ શ્રી ગોપાળાનંદ સ્વામીમાં એવું સામર્થ્ય હતું કે તેઓ મૂંગા ને પણ બોલતા કરી શકતા હતા અને પોતાની ઈચ્છા પ્રમાણે વરસાદ પણ વરસાવી શકતા હતા. આ શ્રી ગોપાળાનંદ સ્વામીએ લગભગ ૨૫થી વધુ ગ્રંથોની રચના કરી છે જેનું પઠન પાઠન કરીને આજે અનેક લોકો સુખી થાય છે.
સ્વામિનારાયણ મંદિરોમાં દિવસમાં પાંચવાર કથાવાર્તા કરવાની પ્રણાલિકા પાડેલી છે જેણે કરીને આજે ઘરોઘર સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય છે તેથી આપણે સૌ કોઈએ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલા ઉપદેશને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ તો ખરા અર્થમાં આપણે શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરી કહેવાશે. અંતમાં સદગુરુ શાસ્ત્રી આનંદ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.