Home /News /dharm-bhakti /

રવિવારે ર૬મેના રોજ કુમકુમ સંસ્થાને ૩૪ વર્ષ થશે પૂર્ણ

રવિવારે ર૬મેના રોજ કુમકુમ સંસ્થાને ૩૪ વર્ષ થશે પૂર્ણ

કુમકુમ સ્વામી નારાયણ મંદિર

આ કુમકુમ સંસ્થા દ્વારા પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને લંડન ખાતે પણ મંદિરો સ્થાપવામાં આવેલા છે.

  રવિવારે તા. ર૬ મેના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ શિષ્ય શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને ૩૪ વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર સજાવવામાં આવશે. સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ગ્રંથનું પઠન કરવામાં આવશે અને તે ઉપર હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી પ્રવચન આપશે. પ્રેમવત્સલદાસજી કુમકુમ મંદિરનો ઈતિહાસ એ વિષય ઉપર ઉધ્ધોધન કરશે. અંતમાં મહંત આનંદપ્રિયદાસજી સ્વામી આશીવર્ચન પાઠવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે.

  કુમકુમ મંદિરના સાધુ પ્રેમવાલદારજી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,
  સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સંતોના જે નિયમો છે અને શ્રી મુકતજીવન સ્વામીબાપાએ રચેલ ત્યાગીના બંધારણના સિંધ્ધાતો છે તેને સાચવવાને માટે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્રારા આ કુમકુમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

  આ કુમકુમ સંસ્થા દ્વારા પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને લંડન ખાતે પણ મંદિરો સ્થાપવામાં આવેલા છે. આ કુમકુમ મંદિરે આજ દિન સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આમ જનતાને ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે ખૂબ જ સહાય કરી છે. પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુકતજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા-પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ આ સંસ્થા ચલાવી રહી છે.

  ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુકતજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સંવત્ ૧૯૪૮ માં આફ્રિકા પધારી સેવા અર્પી હતી. ભારતમાં ઠેર-ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં મારે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Complete, Kumkum Organization, Kumkum temple

  આગામી સમાચાર