Home /News /dharm-bhakti /Kumbh Sankranti 2023: આ દિવસે ઉજવવામાં આવશે કુંભ સંક્રાંતિ, દાન અને પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે વિશેષ ફળ

Kumbh Sankranti 2023: આ દિવસે ઉજવવામાં આવશે કુંભ સંક્રાંતિ, દાન અને પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે વિશેષ ફળ

કુંભ સંક્રાંતિ 2023

Kumbh Sankranti 2023: હિન્દુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન-ધ્યાન અને દાન કરવામાં આવે છે. આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. Kumbh Sankranti 2023 Punya Kaal Muhurat

    ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મકરસંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન, ધ્યાન અને દાન પુણ્ય કરવામાં આવે છે. સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા, યમુના અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાને શુભ માનવામાં આવે છે. આ પ્રકારે સૂર્ય દેવતા પ્રસન્ન રહે છે અને ભક્તો પર તેમની અપરંપાર કૃપા વરસે છે. આ વર્ષે 13 ફેબ્રુઆરી ના રોજ કુંભ સંક્રાંતિ છે.

    ફાગણ માસમાં કુંભ સંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. આ દરમિયાન સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, જેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે. કુંભ સંક્રાંતિ દરમિયાન ગાયના દાનને વધુ શુભ માનવામાં આવે છે. ગંગા સ્નાન કરવાને વધુ શુભ માનવામાં આવે છે. કુંભ સંક્રાંતિના દિવસે વિધિ વિધાનથી સૂર્યદેવતાથી પૂજા અને વ્રત કરવામાં આવે છે. પૂર્ણિમા, અમાસ અને અગિયારસનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ કુંભ સંક્રાંતિનું છે.

    કુંભ સંક્રાંતિ 2023નું મુહૂર્ત

    13 ફેબ્રુઆરી 2023ના રોજ કુંભ સંક્રાંતિ છે. કુંભ સંક્રાંતિ પર પુણ્ય કાળનું મુહૂર્ત સવારે 7:02 વાગ્યાથી શરૂ થશે અને સવારે 9:57 વાગ્યા સુધી રહેશે. પુણ્ય કાળના મુહૂર્તનો ગાળો 2:55 કલાકનો રહેશે.

    આ પણ વાંચો:  પિતા પુત્ર આવ્યા નજીક, 6 રાશિઓ માટે 30 દિવસ સુધી ખુબ જ શુભ રહેશે શનિ-સૂર્યની આ યુતિ

    કુંભ સંક્રાંતિના દિવસે દાનનું મહત્ત્વ

    મકર સંક્રાંતિની જેમ કુંભ સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાની પરંપરા છે. આ પ્રકારે કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી બ્રહ્મ લોકની પ્રાપ્તિ થાય છે. દેવી પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો સંક્રાંતિના દિવસે સ્નાન કરતા નથી, તેઓઅનેક જન્મો સુધી દરિદ્રતાથી ઘેરાયેલા રહે છે.

    કુંભ સંક્રાંતિ 2023ની પૂજા વિધિ

    • કુંભ સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા સ્નાન કરવાની પરંપરા છે. આ પ્રકારે ના થાય તો સવારે ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ.

    • સ્નાન કર્યા બાદ પાણીમાં ગંગા જળ અને તેલ મિશ્ર કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો.

    • હવે મંદિરમાં દીપ પ્રગટાવો.


    આ પણ વાંચો:  12 વર્ષ પછી થવા જઇ રહ્યો છે સૂર્ય-ગુરૂનો મહાસંયોગ, એપ્રિલમાં જ પડશે અંગ દઝાડતી ગરમી



    • ભગવાન સૂર્યના નામનો 108 વાર જાપ કરો અને સૂર્ય ચાલીસાના પાઠ કરો. પૂજા કર્યા બાદ ગરીબ અથવા પંડિતને દાનની વસ્તુ આપો.

    • તમે દાનમાં ખાવા પીવાની વસ્તુ આપી શકો છો અને તમારી ક્ષમતા અનુસાર વસ્ત્રનું પણ દાન કરી શકો છો.

    First published:

    Tags: Dharm Bhakti, Sun Transit, Surya Gochar