કુંભ, ધન, મકર પર શનિની સાડાસાતી છે ચાલુ, અશુભ ફળથી બચવા કરો આ ઉપાય

શનિ દેવની કૃપા મેળવવા કરો આ ઉપાય

શનિ લગભગ અઢી વર્ષમાં પોતાની રાશિ પરિવર્તન કરે છે. શનિના રાશિ પરિવર્તનથી શનિ કેટલીક રાશિના જાતકો પર સાડા સાતી બેસી જતી હોય છે

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: શનિ સૌથી વધુ પ્રભાવશાળી ગ્રહ છે. શનિને તમામ ગ્રહોમાં ન્યાયાધીશનો દરજ્જો મળ્યો છે. શનિદેવ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા સારા અને ખરાબ વર્તનના આધારે જ તેને શુભ અથવા અશુભ પરિણામ આપે છે. જ્યારે પણ શનિ તેની ચાલ બદલી નાખે છે ત્યારે આ અસર તમામ રાશિ પર પડે છે. શનિ એક ખૂબ જ ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે. જેના કારણે તેમની અસર ધરાવતા જાતક પર અસર ઘણા દિવસો સુધી રહે છે.

  શનિ લગભગ અઢી વર્ષમાં પોતાની રાશિ પરિવર્તન કરે છે. શનિના રાશિ પરિવર્તનથી શનિ કેટલીક રાશિના જાતકો પર સાડા સાતી બેસી જતી હોય છે અને કેટલાક પર ઢૈય્યા બેસે છે. શનિ નબળી સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  શનિને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લગાડે છે. આ સમયે શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે શનિ મકર રાશિમાં છે, ત્યારે તેઓ 29 સપ્ટેમ્બરથી માર્ગી અવસ્થામાં આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં શનિ ધન, મકર અને કુંભ રાશિ પર ભારે છે આ રાશિનાં જાતકોમાં હાલ શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય શનિ મિથુન અને તુલા રાશિના જાતકો પર ઢૈય્યા ચાલી રહી છે.

  શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવાર કરવો, શનિદેવને તેલ અને કાળા તલ, કાળા અડદ ચઢાવવાં. હનુમાન ચાલિસા કરવી, હનુમાનજીને પણ તેલ ચળાવવું. શનિ મંત્રનો જાપ કરવો.

  નિલાંજનં સમાભાસં રવિપુત્રમ યમાગ્રજમ
  છાયામાર્તંડ સંભૂતં તં મામિ શનૈશ્વરમ

  શુભ સ્થિતિ- જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિની કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય છે, ત્યારે તે વ્યક્તિને સમાજમાં ઉચ્ચ હોદ્દો, સંપત્તિ પ્રાપ્ત કરવા, સન્માન અને લોકપ્રિયતા આપે છે. આ સિવાય વ્યક્તિને નોકરી અને ધંધામાં અપાર લાભ અને વૃદ્ધિ થાય છે.

  અશુભ સ્થિતિ- બીજી બાજુ, જો શનિ કોઈની કુંડળીમાં અશુભ સ્થાનમાં આવે છે ત્યારે મુશ્કેલીઓ આવે છે. ત્યારબાદ શનિની સાડા સાતી વ્યક્તિ ઉપર સવાર થઈ જાય છે. શનિની અશુભ છાયાને કારણે વ્યક્તિને દરેક દિશામાંથી મુશ્કેલીઓ આવે છે. નોકરી, ધંધા, કારકિર્દી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ આવવાનું શરૂ થાય છે.
  Published by:Margi Pandya
  First published: