Home /News /dharm-bhakti /

'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' : દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી

'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' : દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી

કૃષ્ણ અભિષેકની તસવીર

કોરોના વાયરસના કારણે શ્રદ્ધાળુઓએ પોત-પોતાના ઘરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઝાંખીને ઘરે બેઠાં જ દર્શન કર્યા હતા.

  દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં (Krishna Temple) નંદલાલાના જન્મની રોનક જોવા મળી હતી. કૃષ્ણજન્મ નિમિત્તે હરીભક્તોએ નંદલાલાના વધામણા કર્યા હતા. પુજારીઓએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. કોરોના વાયરસના (coronavirus) કારણે શ્રદ્ધાળુઓએ પોત-પોતાના ઘરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઝાંખીને ઘરે બેઠાં જ દર્શન કર્યા હતા.

  ભક્તોએ પોતાના ઘરોમાં પારણાં સજાવીને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. આ વખતે કોરોનાનું ગ્રહણ જન્માષ્ટમી ઉપર પડ્યું છે. પરંતુ નિયમ કાયદા અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે કૃષ્ણ જન્મોત્સવ બિલકુલ એક અલગ અંદાજમાં ઉજવવામાં આવ્યો હતો. જગન્નાથ, મથુરા, વ્રજ સહિતના દેશના કૃષ્ણ મંદિરોમાં નંદલાલાના જન્મની ધૂમ ઉજવણી થઈ હતી.

  મોટાભાગના મંદિરોમાં આ વર્ષે ભક્તોને જવાની મંજૂરી મળી નથી. પરંતુ દરેક ભક્તો માટે મંદિરો દ્વારા ઓનલાઈન દર્શનના દરવાજા ખોલ્યા છે. ભક્ત પણ માને છે કે જ્યારે પરિસ્થિતિઓ વિકટ હોય તો દર્શન અને પૂજનની રીત પણ બદલવી જરૂરી છે. દેશમાં દિલ્હીથી દ્વારકા સુધી અને મથુરાથી નોઈડા સુધી તમામ કૃષ્ણ મંદિરોને સંણગારવામાં આવ્યા હતા. બુધવારે બપોરથી રોહિણી નક્ષત્ર શરુ થઈ ચૂક્યું હતું. આ નક્ષત્રમાં શ્રીકૃષ્ણનો દ્વાપર યુગમાં જન્મ થયો હતો.

  આ પણ વાંચોઃ-Happy Janmashtami 2020: ભારે હર્ષોલ્લાસથી ભગવાન કૃષ્ણના જન્મને વધાવ્યો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રાધાકૃષ્ણને પુષ્પો અને આભૂષણોનો શ્રૃંગાર, ઘરે બેઠાં જ કરીલો દર્શન

  મંદિર બંધ પણ ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ
  UP વ્રજ તીર્થ વિકાસ પરિષદના CEO નાગેન્દ્ર પ્રતાપે જણાવ્યું છે કે મથુરાના તમામ મંદિરોને ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. પણ, શ્રીકૃષ્ણ જન્મસ્થળથી જન્મોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરાવશે. આ માટે તમામ ચેનલોને સિટી મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી મેળવવી પડશે. શ્રીકૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્મા કહે છે કે જન્મોત્સવમાં કમિટીના અમુક લોકો ભાગ લેશે. આ સાથે પૂજારી પણ હશે.  રાધાકૃષ્ણનું દૂધથી અભિષેક થયુ
  મથુરાના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ સાથે રાધા રાણીની પણ પૂજા કરવામાં આવી છે. મંદિરોમાં ભગવાન કૃષ્ણ તથા રાધાના વિગ્રહના દૂધથી અભિષેક કરી વિધિવિધાનથી પૂજા કરવામાં આવી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coroanvirus, Happy janmashtami, Janmashtami

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन