Krishna story : ભગવાન કૃષ્ણને જન્મતાની સાથે જ આ રાક્ષશી લઇ ગઈ હતી, આ જગ્યા ઉડ્યા પ્રાણ-પંખેરું
Krishna story : ભગવાન કૃષ્ણને જન્મતાની સાથે જ આ રાક્ષશી લઇ ગઈ હતી, આ જગ્યા ઉડ્યા પ્રાણ-પંખેરું
પ્રતિકાત્મક તસવીર
lord krishna kath: ભગવાન કૃષ્ણ દ્વારિકા આવ્યા તે પહેલા મથુરાથી ગોકુલ આવ્યા અને અનેક બાલ લીલાઓ કરી અને લોકોની રક્ષા કરી. મથુરામાં મામા કંશ લોકો પર ખુબ ત્રાસ ગુજારતો હતો. માસી પૂતના પણ એક રાક્ષસી હતી અને ભગવાનને મારવા આવી હતી. પણ પ્રભુએ લીલા કરી.
Bhagwan Krishna story : વ્રજ ભૂમિ ભગવાન વિષ્ણુના 22માં અવતારની સાક્ષી રહી છે. હિન્દૂ ધર્મ ગ્રંથ (hindu dharma granth) 'પ્રેમ સાગર' (prem sagar) અનુસાર દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ આઠમના રોજ રાતે 12 વાગે મથુરાની જેલમાં (mathura jail) થયો. વસુદેવજી તેમને યમુના નદી પાર કરાવી ગોકુલ લઇ આવ્યા. તેમના જન્મની ખબર મથુરા નરેશ કંશને રહી નહિ. કંશને થયેલી ભવિષ્યવાણી મુજબ દેવકીના આઠમા સંતાન તરીકે કૃષ્ણ જન્મ લેવાના હતા પરંતુ વાસુદેવ-દેવકી (Vasudev-devki) પાસેથી જેલમાં કંશને એક બાળકી મળી. બીજી બાજુ નંદબાબા અને યશોદાને ગોકુળમાં એક બાળક મળ્યું. સવાર પડતાજ ગોકુળવાસીઓ નંદબાબા અને યશોદાને અનભિનંદન આપવા પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ અને નૃત્ય-ગાન પર કંશને શંકા ગઈ.
માસી પૂતના : પોતાના દૂતો પાસેથી કંશને ગોકુળમાં જન્મેલા બાળકો વિશે માહિતી મળી અને કૃષ્ણએ પણ મથુરાની જગ્યાએ ગોકુળમાં જન્મ લીધો હશે. ત્યાર પછી કંશનાં આદેશથી અનેક રાક્ષસો ગોકુળમાં ઉથલ પાથલ કરવા માટે આવ્યા. જોકે ચમત્કારિક રીતે તમામના મોત થયા. કંશને થયું ગોકુળમાં જરૂર કોઈ હોવું જોઈએ, તેથી તેને મારી નાખવા માટે તેને તેની બહેન પૂતના યાદ આવી.
વેશ બદલી રાક્ષસી માયા રચવામાં માહિર પૂતના : કહેવાય છે કે પૂતનામાં 10 હાથીઓ જેટલી તાકાત હતી અને તે બાળકોને મારવા ગોકુલ આવી. કંશનું માનવું હતુ કે, વેશ બદલવામાં માહિર પૂતના આ બાળકને મારશે અને મુશ્કેલીઓ ટળી જશે. તે પોતાના સ્તન પર વિષ લગાવી નંદબાબાના મહેલ આવી પહોંચી. ભગવાન કૃષ્ણ તેમને જોતાજ ઓળખી ગયા. હસતા મુખે પૂતનાએ યશોદાની સામેથીજ કૃષ્ણને પોતાની ગોદમાં ઉઠાવી ત્યાંથી રફુચક્કર થઇ.
સ્તન પર ઝેરનો લેપ કરી સુંદર વેશે ભવનમાં પ્રવેશ :કૃષ્ણને લઇ પૂતના બહાર આવી અને પોતાના અસલી રૂપમાં આવીને સ્તનપાન કરાવા લાગી. એમનો હસવાનો અવાજ અને ગર્જના સાંભળીને ગોકુળવાસીઓ ગભરાય ગયા અને જ્યાં ત્યાં ભાગવા લાગ્યા. તેની ગોદમાંજ કૃષ્ણએ તેના પ્રાણ પંખેરું ઉડાડી દીધા. પૂતનાના મર્યા બાદ બાલ કૃષ્ણ ત્યાંજ રમવા લાગ્યા. ગામવાસીઓ ત્યાં પહોંચ્યા, પૂતના નિશ્ચેતન નીચે પડી હતી અને કૃષ્ણ બાજુમાં રમી રહ્યા હતા. નણંદબાબા એ કૃષ્ણને પોતાની ગોદમાં લઇ લીધા અને લોકો બધું સમજી ગયા.
આજે પણ છે એ જગ્યા જ્યાં પૂતના પડી હતી : જે જગ્યાએ પૂતનાએ કૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું એ જગ્યાએ એક કુંડ બની ગયો. પૌરાણિક તથ્યોના આધારે તેને પૂતના કુંડ કહેવામાં આવે છે. ત્યાંથી થોડા અંતરે એક ગામ આજે હૈયાત છે. ગામવાસીઓનું માનવું છે કે પૂતનાનો વધ અહીજ થયો હતો.
કેવી રીતે જઈ શકાય ત્યાં : ભગવાન કૃષ્ણની લીલા સ્થળે પહોંચવા માટે સૌ પ્રથમ તમારે મથુરા આવવું પડશે. ત્યાંથી ટેક્ષી અથવા રીક્ષા મારફત યોદ્ધા માર્ગ દ્વારા ઔરંગાબાદ આવવાનું રહેશે અને ત્યાંથી ગોકુલ. ગોકુલ પહોંચતા પહેલાજ તમને પૂતના કુંડ દેખાઈ આવશે. વર્ષ 2014-2015 માં ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગે 50 લાખના ખર્ચે કુંડનો જીણોદ્ધાર કરેલો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર