Home /News /dharm-bhakti /

ભગવાન કૃષ્ણને પ્રિય ફૂલ મહિલાઓની અનેક સમસ્યાઓ કરે છે દૂર, જાણો કેવી રીતે

ભગવાન કૃષ્ણને પ્રિય ફૂલ મહિલાઓની અનેક સમસ્યાઓ કરે છે દૂર, જાણો કેવી રીતે

મહિલાઓ માટે ઉપયોગી કૃષ્ણ કમલ

krishna kamal benefits:આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી, લાલ કે સફેદ રંગની હોય છે. તેની સંખ્યા 100 હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે.

  કૃષ્ણ કમળ (Krishna Kamal flower)ને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર (passion flower) તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે. હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે.

  ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે. આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી, લાલ કે સફેદ રંગની હોય છે. તેની સંખ્યા 100 હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે. તેના પર 5 કળીઓ છે જેને પાંડવો કહેવામાં આવે છે. આ સિવાય 5 કળીઓની ઉપર 3 કળીઓ છે જે બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું પ્રતીક માનવામાં આવે છે.

  આ સિવાય તેમાં કૃષ્ણ સ્વરૂપ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. કૃષ્ણ કમળની રચના રાખડી જેવી છે, તેથી તેને રાખી વેલ અથવા ઝુમકા લતા પણ કહેવામાં આવે છે. આ ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

  આજે આ લેખ દ્વારા અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આયુર્વેદિક ડોક્ટર દીક્ષા ભાવસારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે માહિતી શેર કરી છે. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'પેશનફ્લાવર આંખ માટે અદ્દભુત ઈલાજ છે, જ્યારે મેં તેને પહેલીવાર જોયું ત્યારે હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. તે ખૂબ જ સુંદર દેખાય છે, સાથે તેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી એવા ગુણ પણ છે. જેના કારણે મારું પ્રિય બની ગયું છે.

  આ સુંદર કૃષ્ણ કમળ ફૂલમાં શરીરને આરામ આપવાની અને રાતની સારી ઊંઘને ​​વધારવાની ક્ષમતા રહેલી છે. તેથી વાત અને પિત્ત ની સમસ્યા ધરાવતા લોકો માટે તે શ્રેષ્ઠ છે.

  આયુર્વેદિક ગુણધર્મો:


  સ્વાદ (રસ): કડવો

  શક્તિ (વીર્ય): ઠંડક

  પાચન પછીની અસર (વિપાકા): એસ્ટ્રિન્જન્ટ

  અસર : વાત અને પિત્ત ઘટાડે

  ક્રિયાઓ (કર્મ): નર્વસ, પિત્ત શામક, મૂત્રવર્ધક અને એનોડિન.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ


  કૃષ્ણ કમળના ફાયદા


  તે શાંત અને સારી ઊંઘને ​​વધારે છે, ખાસ કરીને નર્વસ અનિદ્રાની સમસ્યામાં રાહત આપે છે.
  તે નર્વસ, પ્મેનોપોઝલ અને પ્રિમેનોપોઝલ ચિંતા, ચીડચીડિયાપણું, થાક અને ટેન્શન, માથાનો દુ:ખાવો અને હાઈ બ્લડ પ્રેશર માટે અસરકારક ઉપાય છે
  તેના છોડના પાંદડામાંથી બનેલી ચા માથાના દુ:ખાવામાં ઉપયોગી છે.
  તે શ્વસનપ્રક્રિયાને વધારે કરે છે.

  આ ફૂલમાં GABA (gamma-aminobutyric acid) ને પ્રોત્સાહન આપતા તેમજ એન્ટીઑકિસડન્ટ ઉત્સેચકોના ગુણને કારણે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

  તે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર (ADD) અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ફાયદાકારક છે.

  તેમાં એન્ટી એડિક્ટિવ, એનાલજેસિક, હાઈપોગ્લાયકેમિક, હાઈપોલિપિડેમિક, એફ્રોડિસિએક જેવ ગુણધર્મો પણ હોય છે.

  કૃષ્ણ કમળ આરોગવાનો સૌથી સહેલો રસ્તો (how to eat passion flower)


  ચા તરીકે લેવું


  અનિદ્રા (માનસિક ચિંતા અને થાકને કારણે ઊંઘમાં ખલેલ), ભારે તણાવ, ચિંતા અને હતાશા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેમાં રાહત માટે આવી રીતે કરો ઉપયોગ

  ચા બનાવવાની રેસીપી


  1 ટીસ્પૂન સૂકા પેશન ફ્લાવરને એક કપ પાણીમાં ઉકાળીને 5-10 મિનિટ માટે પલાળી રાખો.

  તેને ગાળીને હૂંફાળું પીવું જોઈએ


  તે દિવસમાં 2-3 વખત લઈ શકાય છે અને તે સૂવાના સમય પહેલા એક કલાક લેવું શ્રેષ્ઠ છે.

  આ પણ વાંચોઃ-Astrological signs: શું તમારા ઘરમાં માંકડ છે? તો હોય શકે આ ગંભીર સમસ્યાનો સંકેત


  કૃષ્ણ કમળ ફૂલ બાહ્ય રીતે કેવી રીતે વાપરવું


  પાઈલ્સ જેવી તકલીફોમાં કોગળા કરવા માટે, 20 ગ્રામ દવાને 200 મિલી પાણીમાં ઉકાળો, ગાળીને ઠંડું કર્યા પછી ઉપયોગ કરો.

  UTI, અતિશય પેશાબ, ફિશર અને પાઈલ્સમાં રાહત મેળવવા માટે સિટઝ બાથ (ઠંડક કરવાની પ્રક્રિયા) કરવા કૃષ્ણકમળ ફૂલનો ગરમ પાણી સાથે ઉપયોગ કરી શકાય છે.

  જો તમે સગર્ભા અથવા સ્તનપાન કરાવતા હોવ તો તે ડૉક્ટરની સલાહ બાદ જ વાપરવું જોઈએ.
  Published by:ankit patel
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Health Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन