Home /News /dharm-bhakti /Janmashtami Utsav 2021: જન્માષ્ટમી પર આ રીતે કરો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા, મળશે મનપસંદ ફળ
Janmashtami Utsav 2021: જન્માષ્ટમી પર આ રીતે કરો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા, મળશે મનપસંદ ફળ
ભગવાની શ્રીકૃષ્ણાની તસવીર
Shree Krishna Janmashtami 2021: હિન્દુ પંચાગ (Hindu Panchag Janmashtami) અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમ પર મનાવવાનો ઉલ્લેખ છે, જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આવે છે.
Janmashtami special: હિન્દુ ધર્મમાં (Hinduism) ભગવાન વિષ્ણુના અવતાર (Incarnation of Lord Vishnu) શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ (Janmashtami Utsav 2021) જન્માષ્ટમી ભક્તો દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી તહેવારની (Janmashtami Festival) જેમ ઉજવવામાં આવે છે. દેશ જ નહીં વિદેશો પણ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ઠેરઠેર ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખીઓ (Lord Shree Krishna) કાઢવામાં આવે છે અને ભક્તો કૃષ્ણની ભક્તિમાં રંગાયેલા જોવા મળે છે. હિન્દુ પંચાગ (Hindu Panchag Janmashtami) અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમ પર મનાવવાનો ઉલ્લેખ છે, જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આવે છે.
વર્ષ 2021માં આ પર્વ 30 ઓગસ્ટ(સોમવાર)એ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવશે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને રાતભર ભગવાનની આરાધના કર છે અને પછી પારણ મુહુર્ત અનુસાર ભગવાનને ભોગ લગાવીને પોતાનો ઉપવાસ ખોલવાની પરંપરા નિભાવશે. હિન્દુ શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતને વ્રતરાજની ઉપાધી આપવામાં આવી છે. જે અનુસાર માનવામાં આવ્યું છેકે, આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને વર્ષના તમામ વ્રતોથી પણ વધુ સારું શુભ ફળ મળે છે.
જન્માષ્ટમીનું શુભ મુહુર્ત અને સમય શ્રીકૃષ્ણ જન્માષ્ટમી – 30 ઓગસ્ટ (સોમવાર) નિશીથ પૂજા મુહુર્ત – રાત્રે 23:59:27 વાગ્યાથી રાત્રે 24:44:18 વાગ્યા સુધી સમય – 44 મિનિટ જન્માષ્ટમી પારણ મુહુર્ત – 31 ઓગસ્ટે સવારે 05:57:47 વાગ્યા બાદ
જન્માષ્ટમી પૂજન વિધિ જન્માષ્ટમીના દિવસે જલદી ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યાર બાદ પૂર્વ કે ઉત્તરની તરફ જોઇને વ્રતનો સંકલ્પ કરો. માતા દેવકી અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર પારણામાં સ્થાપિત કરો. પૂજામાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને દેવતાઓના નામનો જાપ કરો. રાત્રે 12 વાગ્યા બાદ શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવો. પંચામૃતથી અભિષેક કરીને ભગવાનને નવા વસ્ત્ર અર્પિત કરો અને લડ્ડૂ ગોપાલને પારણે ઝુલાવો. પંચામૃતમાં તુલસી નાખીને માખણ-મિશ્રી અને પંજરીનો ભોગ લગાવો. ત્યાર બાદ આરતી કરીને પ્રસાદ ભક્તોમાં વહેંચો.
જન્માષ્ટમીનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણનો અવતાર ધરી પૃથ્વી પર જન્મ લીધો હતો. આ દિવસે વ્રત ધારણ કરી શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું ખૂબ ફળદાયક હોય છે. શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ કહેવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં આ વ્રત અંગે ઉલ્લેખ કરાયો છે કે જે ઘરમાં આ દેવકી વ્રત કરવામાં આવે તેમનું અકાળ મૃત્યુ, ગર્ભપાત, વૈધવ્ય, દુર્ભાગ્ય અને કલેશ થતા નથી. જે એક વખત આ વ્રત કરે છે તે સંસારના તમામ સુખો ભોગવી વિષ્ણુલોકમાં નિવાસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર