જાણો છો પગમાં કેમ સોનું ન પહેરવું જોઇએ? આ છે તેની પાછળનું કારણ

News18 Gujarati
Updated: January 11, 2019, 5:09 PM IST
જાણો છો પગમાં કેમ સોનું ન પહેરવું જોઇએ? આ છે તેની પાછળનું કારણ
કોઇપણ સ્ત્રી હોય તેને સોનાની વસ્તુનો ભારે શોખ હોય છે તે વાત તો સર્વ સામાન્ય છે. પણ આપે હમેશાથી જોયુ હશે કે મહિલાઓ જ્યારે પણ સોનાનાં દાગીના પસંદ કરે છે

કોઇપણ સ્ત્રી હોય તેને સોનાની વસ્તુનો ભારે શોખ હોય છે તે વાત તો સર્વ સામાન્ય છે. પણ આપે હમેશાથી જોયુ હશે કે મહિલાઓ જ્યારે પણ સોનાનાં દાગીના પસંદ કરે છે

  • Share this:
ધર્મ ભક્તિ: કોઇપણ સ્ત્રી હોય તેને સોનાની વસ્તુનો ભારે શોખ હોય છે તે વાત તો સર્વ સામાન્ય છે. પણ આપે હમેશાથી જોયુ હશે કે મહિલાઓ જ્યારે પણ સોનાનાં દાગીના પસંદ કરે છે ત્યારે તેઓ ચૂડી, ગળાનો હાર, માથાની બંદી, બુટ્ટી,વિંટી, કંદોરો કે પછી અછોડો પસંદ કરે છે તે ક્યારેય પગમાં સોનું પહેરવાનું નથી વિચારતી. તેની પાછળ એક માન્યતા છે.

ધાર્મિક માન્યતા
હિન્દુ ધર્મમાં એવી માન્યતા પ્રચલિત છે કે પગમાં સોનું ન પહેરવું જોઇએ તેથી જ તો ચાંદીની વેઢ કે પછી ઝાંઝરા પહરેવામાં આવે છે. આ પાછળ એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને સોનું ખુબ પસંદ છે. સોનું ધારણ કરવાથી વિષ્ણુ ભગવાન ખુબજ પ્રસન્ન થાય છે. એટલે જ માટે નાભીની નીચે ક્યારેય સોનું ન પહેરવું જોઇએ. કારણ કે તે તેમનું અપમાન કહેવાય છે. જે વ્યક્તિ પગમાં સોનું પહેરે છે તેનાં પર ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટી નથી રહેતી.

માતા લક્ષ્મીને પણ પીળો રંગ ખુબજ પ્રીય છે. સોનાનો રંગ પણ પીળો છે. અને લક્ષ્મી માતા એટલે ધનની દેવી હોવાથી તેમને પણ રિઝવવા દરેક વ્યક્તિ માટે ખુબ જરૂરી છે. જો પગમાં સોનુ પહેરીયે તો માતા લક્ષ્મી રિસાઇ જાય. તેથી વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા પગમાં સોનું પહેરવાનું ટાળવું જોઇએ.

વૈજ્ઞાનિક કારણ
વિજ્ઞાનનાં દૃષ્ટિકોણથી જાણીએ, તો સોનાનાં બનેલા દાગીનાઓની તાસીર ગરમ હોય છે અને ચાંદીની તાસીર શીતળ. આપ જાણો છો કે મનુષ્યનાં પગ ગરમ હોવા જોઇએ અને માથુ ઠંડું. તેથી માથા પર સોના અને પગમાં ચાંદીનાં દાગીનાં જ પહેરવા જોઇએ. તેનાથી ચાંદીમાંથી ઉત્પન્ન ઠંડક માથા સુધી પહોંચે છે અને સોનામાંથી ઉત્પન્ન ઊર્જા પગમાં જાય છે. તેથી પગ ગરમ અને માથું ઠંડું બની રહે છે. પગમાં ચાંદીની બનેલી વસ્તુઓ પહેરવાથી માણસ ઘણી બીમારીઓથી બચી જાય છે. ચાંદીની ઝાંઝર કે વિંછી પહેરવાથી પીઠ, ઘુંટણનો દુઃખાવો, એડી અને હિસ્ટીરિયા જેવા રોગોમાં બહુ રાહત મળે છે, જ્યારે માથા અને પગમાં સોનાનાં દાગીનાં પહેરવાનાં કારણે મસ્તિષ્ક તથા પગ બંનેમાં એક સરખી ઊર્જા પ્રવાહિત થાય છે. તેથી માણસમાં રોગ પ્રસરવાની શંકા વધી જાય છે. તેથી શરીરમાં ઊર્જાનું નિયંત્રણ જાળવી રાખવા માટે માથામાં સોનું અે પગમાં ચાંદીનાં દાગીના પહેરવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે.
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading