શિવ મંદિરની પરિક્રમા કેમ અડધી જ કરવામાં આવે છે ?

News18 Gujarati
Updated: August 13, 2018, 7:45 PM IST
શિવ મંદિરની પરિક્રમા કેમ અડધી જ કરવામાં આવે છે ?
શું તમને ખબર છે મહાદેવ મંદિરની અડધી જ પરિક્રમા કેમ કરવામાં આવે છે ? આવો જાણીએ આ પાછળ છૂપાયેલું રહસ્ય.

શું તમને ખબર છે મહાદેવ મંદિરની અડધી જ પરિક્રમા કેમ કરવામાં આવે છે ? આવો જાણીએ આ પાછળ છૂપાયેલું રહસ્ય.

  • Share this:
હાલ શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે, રાજ્ય સહિત દેશભરમાં ભક્તો ભોળાનાથની ધામધૂમથી પૂજા કરે છે. કહેવાય છે શ્રાવણ મહિનો મહાદેવને રીજવવા માટે સૌથી સારો હોય છે. આ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે, પરંતુ શું તમને ખબર છે મહાદેવ મંદિરની અડધી જ પરિક્રમા કેમ કરવામાં આવે છે ? આવો જાણીએ આ પાછળ છૂપાયેલું રહસ્ય.

ભક્તગણ શિવજીને જળ, દૂધ, પંચામૃત કે અન્ય વસ્તુથી અભિષેક કરે તે તમામ સામગ્રી ચડાવ્યા બાદ થાળામાં જઈને ગૌમુખમાં જાય છે. આ તમામ સામગ્રીને શિવ નિમાલ્ય કહેવાય છે. જો ભક્ત શિવાલયની પૂરી પરિક્રમાં કરી શિવ નિમાલ્યને ઓળંગે તો શિવજી ગુસ્સે ભરાય છે અને વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ અને વિધ્નો આવે છે. શિવ નિર્માલ્યને ઓળંગવું એ મહાદોષ છે. માટે શિવાયલમાં અડધી પરિક્રમા કરાય છે, ગૌમુખથી પરિક્રમા કરતા પાછા ફરી જવાયનું શાસ્ત્રમાં વિધાન છે.એવી પૌરાણીક કથા કે રાજા ગંધર્વ શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા. બાદમાં પરિક્રમા દરમિયાન તેમણે નિર્માલ્ય પર પગ રાખી દીધો હતો. તેના પરિણામ સ્વરૂપે ગંધર્વ પોતાની બધી શક્તિઓ ગુમાવી બેઠા હતા.ક્યારેય રાખવા નહીં. ભૂલમાં બે શિવલિંગ રાખવાથી કે અયોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં કકળાટ, કજીયા, કંકાસ, દરીદ્રતા અને દુર્ભાગ્યનો વાસ થાય છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે પૂજા સ્થાનમાં દેવી-દેવતાની કોઈપણ એક પ્રતિમા રાખવી.

ભોળાનાથ ઉપર તાંબા, કાંસુ, કે અષ્ટધાતુના લોટાથી જળ ચડાવવું જોઈએ. ધ્યાન રાખવું કે સ્ટીલ કે લોઢાના લોટાથી જળ ચડાવવાથી શિવજી કોપાયમાન થાય છે. તાંબાના લોટાથી દૂધ ન ચડાવવું કારણ કે તાંબાના લોટામાં વિષ ઉત્પન થાય છે.
First published: August 13, 2018
વધુ વાંચો
अगली ख़बर